SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ તે નાંદન - લક્ષણયુક્તતાથી સમૃદ્ધિજનક એવા પ્રાસાદમાં તે પ્રમાદાઓ સાથે વિલાસ કરતો હતો. કોની જેમ? દોગંદગ દેવની જેમ. આ દેવો તેત્રીશ હોય છે, તેઓ નિત્ય ભોગ પરાયણ, સદા હર્ષિત ચિત્ત હોય છે તે એ પ્રમાણે ક્રીડા કરતા કદાચિત વિશિષ્ટ મહાગ્યવાળા ચંદ્રકાંતાદિ મણીઓ અને ગોમેયક આદિ રત્નોથી યુક્ત કુટ્ટિમતલ જેમાં છે, તેવા પ્રાસાદમાં જ્યાંથી દિશાઓનું આલોકન થાય તેવા ગવાક્ષમાં અર્થાત સર્વથી ઉપર રહેલી ચતુરિકા રૂપમાં બેઠા બેઠા કુતૂહલથી જોઈ રહ્યો હતો. શું જોઈ રહ્યો હતો? તે સુગ્રીવ નગરના ચતુષ્ક, મિક, ચત્વરોનું પછી શું થયું? • સૂત્ર - ૧૮ થી ૬૨૨ (૬૧૮) મૃગાપુત્રએ ત્યાં રાજપથ ઉપર જતાં એવા તપ, નિયમ અને સંયમ ઘર, શીલ સમૃદ્ધ, ગુણોની ખાણ એક સંત શ્રમણને જયા. (૧૯) મૃગાપુત્ર તે મુનિને અનિમેષ દષ્ટિથી જુએ છે અને વિચારે છે કે - હું માનું છું કે આવું રૂપ મેં આની પહેલાં પણ ક્યાંક જોયેલ છે. (૬૨૦) સાધુનું દર્શન તથા ત્યારપછી શોભન અધ્યવસાય થતાં, ઉહાપોહ કરતાં મોહમ્રામ મૃગાપુત્રને જતિ સ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. (૬૨૧) સંHિજ્ઞાન સમુત્પન્ન થતાં તે પૂર્વ જાતિનું સ્મરણ કરે છે. - દેવલોકથી અવીને હું મનુષ્યભવમાં આવેલ છું. (૬૨) જતિ સ્મરણ ઉત્પન્ન થતાં મહર્તિક મૃગાપુત્ર પોતાની પૂર્વજાતિ અને પૂર્વ આચરિત બ્રામણયનું સ્મરણ કરે છે. • વિવેચન - ૬૧૮ થી ૬૨૨ - ત્યાર પછી તે ચતુક, ત્રિક, ચત્વરમાં સંયત શ્રમણને જતાં જુએ છે. અહીં શ્રમણ તો શાક્યાદિ પણ હોય. તેથી સંયત શબ્દનું ગ્રહણ કર્યું તપ- અનશન આદિ, નિયમ - દ્રવ્યાદિ અભિગ્રહ રૂપ અને સંયમને ધારણ કરનાર, તેથી જ શીલ ૧૮૦૦૦ શીલાંગ રૂ૫, તેનાથી પરિપૂર્ણ. તેથી એ પ્રમાણે જ્ઞાનાદિ ગુણોની ખાણ સમાન હતા. તે શ્રમણ સંયતને જોઈને મૃગાપુત્ર ને થયું કે આવા પ્રકારનો આકાર મેંપૂર્વે ક્યાંક જોયેલ છે. પૂર્વે પૂર્વજન્મમાં બાકી સ્પષ્ટ છે. વિશેષ એ કે- અધ્યવસાન એટલે અંતઃકરણના પરિણામ, શોભન - ક્ષાયોપથમિક ભાવ વર્તી, મોહ - મેં આવું ક્યાં જોયું છે? અતિ ચિંતાથી ચિત્ત સંઘ જ મૂછ રૂપને પ્રાપ્ત થયા તથા પૌરાણિક જન્મ અને જન્માંતરમાં અનુષ્ઠિત શ્રમણભાવનું સ્મરણ થયું. આને જ અતિસ્પષ્ટતા હેતુથી કહેવા માટે નિયુક્તિકાર કહે છે - • નિર્યુક્તિ - ૪૧૦ થી ૪૧૬ + વિવેચન - સુગ્રીવનગરમાં બલભદ્ર નામે રાજા હતો, તેની અગ્રમહિષી મૃગાવતી નામે હતી. તે બંનેનો પુત્ર “બલશ્રી' નામે હતો. તે ધીમાન, વજષભ સંઘયણી, યુવરાજ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009029
Book TitleAgam Satik Part 38 Uttaradhyanan Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy