SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮/૫૯૩ થી ૬૧૦ ૧૮૩ તે જ પ્રકારે કાશી મંડલાધિપતિ, અતિપ્રશસ્ય સંયમમાં જેમનું પરાક્રમ - સામર્થ્ય છે, તે સત્યપરાક્રમી થઈને તે કર્મ મહાવનને બાળી નાંખ્યું. તે પ્રમાણે વિજય નામે આર્તધ્યાન રહિત, દીન અને અનાથાદિને દાન દેવાથી પ્રાપ્ત કીર્તિ અથવા સકલદોષ રહિતતાથી અબાધિત કીર્તિ જેની છે, તે અનાd કીર્તિ. આજ્ઞા - આગમ. - x- - તથા વિધા આકૃતિ અર્થાત મુનિવેશ રૂપ જેમાં છે તે. ગુણ સમૃદ્ધ એવા તે રાજાએ દીક્ષા લીધી. - તથા મસ્તક માટે મસ્તક આપીને અર્થાત જીવિતથી નિરપેક્ષ થઈને સર્વ જગતના ઉપરિવર્તિપણાથી મોક્ષ. અહીં “શિરશ્રિ' એટલે કેવલ લક્ષ્મી. આ મહાપુરુષોના ઉદાહરણો વડે જ્ઞાનપૂર્વક ક્રિયાનું માહાભ્ય બતાવીને ઉપદેશ આપવાને માટે કહે છે - • સૂત્ર - ૬૧૧ - આ ભરત આદિ સૂર અને ઢ પરાક્રમી રાજાઓએ જિનશાસનમાં વિશેષતા જોઈને જ તેનો સ્વીકાર કર્યો હતો. તેથી અહેવાદોથી પ્રેરિત થઈને હવે કોઈ કઈ રીતે ઉન્મત્ત વતુ પૂedી ઉપર વિચરણ કરે? • વિવેચન - ૬૧૧ - કયા પ્રકારે ધીર ક્રિયાવાદી આદિ પરિકલ્પિત કુહેતુ વડે ઉન્મતની માફક તાત્ત્વિક વસ્તુનો અપલાપ કરીને જેમ-તેમ બોલવા વડે પૃથ્વી ઉપર ભ્રમણ કરે અર્થાત્ ન કરે. શા માટે? જે અનંતર કહેલ ભરત આદિને વિશેષથી જાણીને જિનશાસનને ગ્રહણ કરીને મનમાં અવધારીને ગૂઢ અને દઢપરાક્રમી આનો જ આશ્રય કરે. અર્થાત્ જે પ્રકારે આ મહાત્માઓએ કુવાદી કલ્પિત દર્શનનો પરિહાર કરીને જિનશાસનને વિશેષ ગ્રહણ કરીને નિશ્ચિત થયા, તેમ તમારે પણ ધીરતાપૂર્વક આમાં જ નિશ્ચિત ચિત્તને ધારણ કરવું. • સૂત્ર - ૬૧૨ - મેં આ અત્યંત યુક્તિ સંગત સત્ય વાણી કહી છે. તેને સ્વીકારીને અનેક જીવો સંસારનો પાર પામ્યા, પામે છે અને ભાવિમાં પણ પામશે. • વિવેચન - ૧૨ - અતિશય નિદાન - કારણો વડે, શો અર્થ છે? હેતુ વડે પણ પરપ્રત્યયથી નહીં. ક્ષમા - યુક્ત તે અત્યંત નિદાન ક્ષમ અથવા નિદાન - કર્મકાલ શોધવા તે, તેમાં સમર્થ, સંપૂર્ણ સત્ય મેં કહેલ છે, તે વાણી-જિનશાસનના જ આશ્રયણીય રૂપ છે. તેને અંગીકાર કરીને કેટલાંયે જીવો તરી ગયા છે. હાલ પણ બીજા ક્ષેત્રોની અપેક્ષાએ પાર પામી રહ્યા છે, તથા ભાવિમાં પણ ભવસમુદ્રને તરી જશે. -૦- જો એમ છે તો....... • સૂત્ર - ૬૧૩ - વીર સાધક એકાંતવાદી અહેતુવાદોમાં પોતાને કઈ રીતે જે જે સર્વ અંગોથી વિનિમુક્ત છે, તે જ કર્મરજથી રહિત થઈને સિદ્ધ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009029
Book TitleAgam Satik Part 38 Uttaradhyanan Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy