SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્ય. ૧૮ ભૂમિકા ૧૭૩ જે અધ્યયન - ૧૮ - “સંયતીય હો - x x — x -xo સત્તરમું અધ્યયન કહ્યું, હવે અઢારમું આરંભે છે. તેનો આ અભિસંબંધ છે - અનંતર અધ્યયનમાં પાપનું વર્જન કહ્યું અને તે સંયતને જ થાય. તે ભોગ ઋદ્ધિ ત્યાગથી જ થાય. તે જ સંયતના ઉદાહરણથી અહીં કહેવાય છે. તે સંબંધે આવેલ આ અધ્યયનના - ૮ - નામનિક્ષેપોમાં “સંયતીય' એ નામ છે. તેથી સંયત “સંજય” શબ્દનો નિક્ષેપો કહે છે - • નિર્યુક્તિ - ૩૯૨ થી ૩૯૪ - વિવેચન સંજયીય અધ્યયનમાં અર્થાત “સંજય નો” નિક્ષેપો કરતાં તે નામ આદિ ચાર ભેદે છે. તેમાં દ્રવ્યમાં આગમથી અને નોઆગમથી આદિ બે ભેદો પ્રસિદ્ધ છે, તે પૂર્વવત્ કહેવા. સંજયના અભિધેય રૂપથી આ અધ્યયન ઉત્પન્ન થયેલ છે, તેથી સંજયીય’ નામ છે. નામ નિક્ષેપો કહ્યો. હવે સૂત્ર કહે છે - • સૂત્ર - ૫૬૦ - કંપિલ્લપુર નગરમાં સેના કાને વાહનથી સંપન્ન સંજય નામે રાજ હતો. તે એક દિવસ મૃગયા - શિકારને માટે નીકળ્યો. • વિવેચન - પ૬૦ કાંડિલ્ય નગરમાં રાજા, બલ - ચતુરંગી સેના, વાહન - મિલિ, ચિલ્લિ આદિ રૂપથી સંપન્ન અથવા બલ - શરીર સામ, વાહન - હાથી, ઘોડા, પદતી આદિ. તેનું નામ સંજય હતું. મૃગયા - શિકારને માટે. સમીપતાથી નગરથી નીકળ્યો. તે કેવી રીતે નીકળ્યો? શું કર્યું? તે કહે છે - • સૂત્ર - પ૬૧, ૫૬૨ - તે રાજ વિશાળ અશ્વ સેના, હાથી સેના, રથ સેના, પદાતિ સેનાથી બધી બાજુથી પરિવૃત હતો.. રાજ અશ્વારઢ હતો. તે રસ મૂર્ષિત થઈને કાંપિલ્સનગરના કેસર ઉધાન પ્રતિ ધકેલાતા ભયભીત અને શાંત હરણોને મારી રહ્યો હતો. . • વિવેચન - ૫૬૧, ૫૬૨ - પદાતીનું સૈન્ય તે પાદાતાનીક, મહતા - ઘણાં પ્રમાણમાં મૃગોને ધકેલીને, તે જ કાંડિલ્ય નગર સંબંધી કેશર નામના ઉધાનમાં. ભીત - ત્રસ્ત, તે મૃગોને બાણ વડે હણે છે કે વ્યથિત કરે છે. રસમૂછતા - હરણનું માંસ ખાવામાં વૃદ્ધ આ જ અર્થને સૂત્ર સ્પર્શિકા નિયુક્તિથી સ્પષ્ટ કરે છે - • નિયુક્તિ - ૩૯૫, ૩૯૬ + વિવેચન - કંપિલ્લપુરમાં સંજયનામેનરવરેન્દ્ર હતો, તે સેના સહિત કોઈ દિવસે મૃગયા માટે નીકળ્યો.. અશ્વારૂઢ રાજા હરણોને કેસર ઉધાન પ્રતિ દોડાવે છે. તે હરણો ત્રસ્ત થયા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009029
Book TitleAgam Satik Part 38 Uttaradhyanan Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy