SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬/૫૧૧ ૧૫૯ કાયાથી ગમ. ગુપ્તપણાથી જ ગુપ્ત વિષય પ્રવૃત્તિથી રક્ષિત શ્રોત્રાદિ ઇંદ્રિયો જેના વડે છે તે. તે નવગુપ્તિના સેવનથી બ્રહ્મચર્ય આચરવાના શીલવાળા તે ગુપ્ત બ્રહ્મચારી. સદા સર્વકાળ પ્રમાદ રહિત વિચરે અર્થાત્ પ્રતિબદ્ધ વિહારપણાથી વિચરે. આ સંયમ બહુલત્વ આદિ દશ બ્રહ્મચર્ય સમાધિ સ્થાનનું ફળ કહ્યું. કેમકે તેનો તેની સાથે અવિનાભાવિત્વથી સંબંધ છે. • સૂત્ર - ૫૧૨ - સ્થવિર ભગવંતો એ બ્રહ્મચર્ય સમાધિના કયા સ્થાન બતાવેલ છે. જેને સાંભળી, જેના અર્થનો નિર્ણય કરી ભિક્ષ સંયમ, સંવર અને સમાધિથી અધિકાધિક સંપન્ન થાય, ગુપ્ત, ગુસેન્દ્રિય, ગુપ્ત બ્રહ્મચારી થઈ સદા પ્રમત્ત ભાવે વિચરણ કરે? તે સ્થાનો આ છે - જે વિવિક્ત શયન, આસનને સેવે છે. તે નિJભ્ય છે. જે સ્ત્રી, પશ અને નપુંસક સંસક્ત શયન, આસન ન સેવે તે નિન્ય છે એમ કેમ? આચાર્ય કહે છે - નિગ્રન્થોને નિશ્ચ સ્ત્રી, પશુ, પંડફ સંસક્ત શયન, આસન સેવતા બ્રહાયારીના બ્રહાચર્યમાં શંકા, કાંસા કે વિચિકિત્સા ઉત્પન્ન થાય છે. ભેદ થાય. ઉન્માદ પ્રાપ્ત થાય, દીકિાલિક રોગાતંક થાય અથવા કેવલિ પ્રજ્ઞમ ધર્મથી ભંસ પણ થાય. તેથી નિગ્રન્થોએ સ્ત્રી, પશુ, પંડક, સંસક્ત શયન, આસન સેવવા નહીં. • વિવેચન - ૫૧૨ - કેટલા વગેરે પ્રશ્નસૂત્ર છે, આટલા વગેરે નિર્વચન સૂત્ર છે. તે જ કહે છે. વિવિદા - સ્ત્રી, પશુ, પંડક થી ભરેલી ન હોય. શયન - જેમાં સૂવાય તે, ફલક સંતારક આદિ. આસન - જેમાં બેસાય તે, પાદપીઠ આદિ. ઉપલક્ષણથી સ્થાનો, તેને ન સેવે. જે તે નિર્ચન્થ છે. અર્થાત્ દ્રવ્ય અને ભાવ ગ્રંથથી નિદ્ધાંત છે. આ પ્રમાણે અન્વયથી જણાવીને અવ્યુત્પન્ન શિષ્યોના અનુગ્રહને માટે આ જ અર્થ વ્યતિરેકથી કહે છે - દેવી કે માનુષી સ્ત્રીઓ, ઘેટી-બકરી આદિ પશુઓ, નપુંસકો તેમનાથી સંસક્ત એવા શયન, આસનનો ઉપભોક્તા ન થાય. કેમકે જે નિર્ચન્થ આવા સ્ત્રી આદિ સંસક્ત સ્થાનને સેવે તો બ્રહાચારી હોય તો પણ બ્રહ્મચર્યમાં શંકા થાય છે કે તે બ્રહ્મચારી હશે કે નહીં? શંકા - બીજાને થાય કે આ આવા શયન, આસન સેવનારો બ્રહ્મચારી હશે કે નહીં? કાં - સ્ત્રી આદિની અભિલાષા રૂપ, વિચિકિત્સા - ધર્મ પ્રતિ ચિત્તમાં વિધ્વતિ ઉત્પન્ન થાય છે. અથવા શંકા - શ્રી આદિ વડે અત્યંત અપહત ચિત્તપણે સર્વ આપી ઉપદેશ વિમૃત થતાં - તેને આ અસાર સંસારમાં સાર રૂપ તે સ્ત્રી જ દેખાય, આવા કુવિકલ્પથી વિકલ્પો કરતો મિથ્યાત્વના ઉદયથી વિચારે કે કદાચ આવો નિષેધ તીર્થકરે કરેલ નહીં હોય, અથવા આના આસેવનમાં જે દોષ કહેલ છે, તે દોષ થાય જ નહીં તેવો સંશય ઉપજે છે. કાંક્ષા - અન્ય અન્ય દર્શનનો આગ્રહ જન્મે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009029
Book TitleAgam Satik Part 38 Uttaradhyanan Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy