SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ નથી, તે ભિક્ષુ છે. • વિવેચન ૫૦૪ દીક્ષા લીધા પછીના જે ગૃહસ્થ કે પરિચિતો છે કે ગૃહસ્થપણાંના પરિચિત છે. આ બંને પ્રકારના પરિચિત ગૃહસ્થો સાથે આ લોકના ફળને માટે - વસ્ત્ર, પાત્રાદિના લાભ નિમિત્તે પરિચય ન કરે, તે ભિક્ષુ છે. - સૂત્ર - ૫૦૫ - શયન, આસન, પાન, ભોજન અને વિવિધ પ્રકારના ખાધ અને સ્વાધ કોઈ સ્વયં ન આપે, માંગવા છતા પણ ના પાડી દે, તો જે નિગ્રન્થ તેમના પ્રત્યે દ્વેષ ન કરે, તે ભિક્ષુ છે. • વિવેચન ૫૦૫ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ - શયનાદિ, અનેક પ્રકારના ખાદિમ - પિંડ, ખજૂર આદિ, સ્વાદિમ - એલચી, લવિંગ આદિ, ગૃહસ્થાદિ વડે ન અપાતા, ક્વચિત્ કોઈ કારણે માંગવા છતાં મનાઈ કરાયેલ હોય. તે નિર્પ્રન્થ - દ્રવ્ય અને ભાવગ્રંથિથી મુક્ત એવા તે, જે ન અપાતા દ્વેષ કરતા નથી, ફરી ક્યારેક આપશે. એમ વિચારી ક્ષપક ઋષિવત્ રહે તે ભિક્ષુ છે. આના વડે ક્રોધપિંડ પરિહાર કહ્યો. ઉપલક્ષણથી આના વડે સંપૂર્ણ ભિક્ષાદોષ પરિહાર કહ્યો. હવે ગ્રાસૈષણા દોષનો પરિહાર કહે છે Jain Education International ૦ સૂત્ર - ૫૦૬ - ગૃહસ્થો પાસેથી વિવિધ પ્રકારના અશન, પાન, ખાદિમ, સ્વાદિમ પ્રાપ્ત કરી, જે મન વચન કાયાથી અનુકંપા કરતાં નથી પણ મન વચન કાયાથી પૂર્ણ સંવૃત્ત રહે છે, તે ભિક્ષુ છે. • વિવેચન ૫૦૬ - જે કંઈ થોડાં પણ અશન, પાન અને વિવિધ ખાદિમ, સ્વાદિમ છે તે ગૃહસ્થ પાસેથી પ્રાપ્ત કરીને જે, તે આહારાદિ વડે મન વચન કાયાથી અનુકંપા કરતા નથી અર્થાત્ ગ્લાન, બાલ આદિને ઉપકાર કરતા નથી. તે ભિક્ષુ નથી, જે મન-વચનકાયાથી સારી રીતે સંવૃત્ત છે. તથાવિધ આહારાદિના અભિલાષનો નિરોધ કરીને અથવા મન-વચન-કાયાથી સુસંવૃત્ત છે, તે રીતે જ ગ્લાનાદિની અનુકંપા કરે છે, તે ભિક્ષુ છે. અથવા અનુરૂપ અનુકંપા કરતા નથી, કઈ રીતે? મન, વચન, કાયાથી સુસંવૃત્ત થઈને તે ભિક્ષુ છે. આના વડે અર્થથી વૃદ્ધિનો અભાવ જણાવીને અંગાર દોષનો પરિહાર કહ્યો. હવે ધૂમ દોષનો પરિહાર કહે છે - • સૂત્ર - ૫૦૭ - ઓસામણ, જવનું ભોજન, શીત, સૌવીર, વોદક. જેવી નીસભિક્ષા જે નિંદતા નથી પરંતુ ભિક્ષાર્થે પ્રાંતકુળોમાં જાય છે તે ભિક્ષુ છે. • વિવેચન ૫૦૭ ઓસામણ, ચ શબ્દ સમુચ્ચયમાં કે સ્વગત અનેક ભેદ જણાવવા માટે છે, For Private & Personal Use Only www.jainelibrary.org -
SR No.009029
Book TitleAgam Satik Part 38 Uttaradhyanan Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy