SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ) • વિવેચન - ૪૯૯ - સત્કાર - અભ્યત્યાન, અનુગામનાદિ રૂપને ઇચ્છતો નથી. વસ્ત્ર, પાત્રાદિ વડે પૂજાને ઇચ્છતો નથી. દ્વાદશવર્ત આદિ વંદનને ઇચ્છતો નથી. તે પોતાના ગુણોત્કીર્તન રૂપ પ્રશંસા કેમ ઇચ્છે? ન જ ઇચ્છે. એવો તે સદનુષ્ઠાન પ્રતિ સમ્યફ યત્ન કરે તે સંયત. તેથી જ સુવત. સુવતપણાથી જ પ્રશસ્ય તપસ્વી, સમ્યગ્ર જ્ઞાન - ક્રિયા વડે સહિત. અથવા હિત સહિત અર્થના અનુષ્ઠાનથી વર્તે છે, તે સહિત. તેથી જ કર્મ રહિત શુદ્ધ સ્વરૂપને ગવેષે છે, તેને આત્મ ગવેષક કહે છે. અથવા આર્ચ - સમ્યમ્ દર્શનાદિ લાભ, સૂત્રપણાથી આયત - મોક્ષ, તેની ગવેષણા કરે તે આચગવેષક છે. જે, તેને મિક્ષ કહે છે. આના વડે સત્કાર પુરસ્કાર પરીષહ સહેવાનું કહ્યું. હવે સ્ત્રી પરીષહને સહેવાનું કહે છે - • સૂત્ર - ૫૦૦ - સ્ત્રી હોય કે પુરુષ, જેની સંગતિથી સંયમી જીવન છૂટી જાય, અને બધી તરફથી પૂર્ણ મોહમાં બંધાઈ જાય, તપસ્વી ને સંગતિથી દૂર રહે છે, જે કુતુહલ કરતો નથી, તે ભિક્ષ છે. • વિવેચન - ૫૦૦ - જે હેતુથી, પુનઃ શબ્દ, સર્વથા સંયમ ધાતિત્વનો વિશેષ ધોતક છે. સંયમ જીવિતને તજે છે. કષાય અને નોકષાયાદિ રૂપ મોહનીયને સમસ્ત કે કૃષ્ણ શુદ્ધાશય વિનાશક્તાથી બાંધે છે. એવા પ્રકારના નર-નારીને પ્રકર્ષથી, તે તપસ્વી સર્વકાળ તજે. કૂતૂહલ - અભક્ત ભોગપણામાં સ્ત્રી આદિ વિષયક કૌતુક ન થાય અને ભક્ત ભોગીને તેની સ્મૃતિ ન થાય, તો તેને ભિક્ષુ કહે છે. આ પ્રમાણે પરીષહ સહેવા વડે ભિક્ષત્વના સમર્થનથી, સિંહ વિહારિત્વ કહીને, તેજ પિંડવિશદ્ધિ દ્વારથી કહે છે - • સૂત્ર - ૫૦૧ - જે છિન્ન સ્વર, ભીમ, અંતરિક્ષ, મ, લક્ષણ, દંડ, વાસ્ત, અંગ વિકાસ અને સ્વર વિધા, વિધાથી જે જીવતો નથી. તે ભિક્ષુ છે. • વિવેચન - ૫૦૧ - છેદવું તે છિન્ન, વસ્ત્ર લાકડું આદિનું, તે વિષયક શુભ અશુભ નિરૂપિકા વિધા પણ છિન્નવિધા કહેવાય છે. એ પ્રમાણે સર્વત્ર જાણવું સ્વર - સ્વરનું સ્વરૂપ, જેમ કે ષ૪ સ્વરથી આજીવિકા પ્રાપ્ત થાય છે ઇત્યાદિ. ભૌમ - ભૂતિ સંબંધી, જમીન કંપવી આદિ રૂ૫, તેનાથી થતાં શુભાશુભનું કથન. અંતરિક્ષ - આકાશમાં થાય તે, ગંધર્વ નગરાદિ લક્ષણ. તેના શુભાશુભનું કથન. સ્વપ્ર- સ્વપ્નના શુભાશુભે કથન, જેમ કે - ગાતા અને રડતા બોલે તો વધ કે બંધન થાય આદિ. લક્ષણ - સ્ત્રી અને પુરુષના, જેમ કે - આંખો સ્નિગ્ધ હોય તો સુખી થાય આદિ. દંડ - લાકડીનું સ્વરૂપ કથન, જેમકે એક પર્વ હોય તો પ્રશસિત છે, ઇત્યાદિ વાવિધા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009029
Book TitleAgam Satik Part 38 Uttaradhyanan Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy