SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪/૪૪૯, ૪૫૦ ૧૩૫ ભોગોને સ્ત્રી સાથે ભોગવીને પછી આરણ્યક વ્રતધારી થાઓ કેવા? તપસ્વી મુનિ થઈ પ્રશંસા પામો. પ્રમાણે જ બ્રહ્મચર્યાદિ આશ્રમની વ્યવસ્થા છે. - 1 -. “વેદો ભણો” એમ કહીને બ્રહાચર્યાશ્રમ કહ્યો, બ્રાહ્મણ જમાડો કહીને ગૃહસ્થ આશ્રમ કહ્યો. આરણ્યક થાઓ કહીને વાનપ્રસ્થાશ્રમ કહ્યો. મુનિના ગ્રહણ વડે યતિ આશ્રમ કહો. - - તે સાંભળી બંને કુમારોએ શું કર્યું? • સૂત્ર - ૪૫૧ થી ૪૫૬ - (૫૧) પોતાના રાગાદિ ઇંધણથી પ્રદીપ્ત તથા મોહ રૂપ પવન વડે પ્રજવલિત શોકાનિના કારણે જેમનું અંતઃકરણ સંતસ તથ પરિસ છે. મોહગ્રસ્ત થઈ અનેક પ્રકારે દીનહીન વચન બોલી રહ્યા છે . (૪૫ર) - જે ક્રમશઃ વારંવાર અનુનય કરી રહ્યા છે, ધન અને કામ ભોગોનું નિમંત્રણ આપી રહ્યા છે, તે કુમારોએ સારી રીતે વિચારીને કહ્યું - (૪૫૩) ભણેલા વેદ પણ રક્ષણ નથી કરતા, હિંસોપદેશક બ્રાહાણ પણ ભોજન કરાવાતા અંધકારછન્ન સ્થિતિમાં લઈ જાય છે. સૌરસ પુત્ર પણ રક્ષા કરનાર થતા નથી, તો આપના કથનને કોણ અનુમોદન કરશે? (૪૫૪) આ ફામભોગ ક્ષણ વાર માટે સુખ આપીને, લાંબો કાળ દુઃખ આપે છે. સંસારથી મુક્ત થવામાં બાધક છે, અનર્થની ખાણ છે. (૪૫) જે કામનાઓથી મુક્ત થતાં નથી, તે અતૃતિના તાપથી બળતા પુરુષ રાત દિવસ ભટકે છે અને બીજા માટે પ્રમાદ આચરણ કરનાર તે ધનનીતિમાં લાગેલા, એક દિવસ જરા અને મૃત્યુને પામે છે - (૫૬)આ મારી પાસે છે, આ મારી પાસે નથી. આ માટે કરવું છે, આ મારે નથી કરવું. આ પ્રમાણે વ્યર્થ બકવાદ કરનારાને અપહરનારુ મૃત્યુ લઈ જાય છે તો પછી પ્રમાદ આ માટે? • વિવેચન - ૪૫૧ થી ૪૫૬ - (આખી વૃત્તિ ગુટક વ્યાખ્યારૂપ છે). પુત્રના વિયોગની સંભાવના જનિત મનોદુઃખ તે શોક, અને તે રૂપ અગ્નિ તે શોકાગ્નિ, આત્મ ગુણ - કર્મના ક્ષયોપશમાદિથી ઉભવેલ સમ્યગદર્શનાદિ, તે રૂ૫ ઇંધનથી બાળવાથી, અનાદિકાળ સહચરિતપણાથી રાગાદિ કે આત્મ ગુણો ઇંધણ ઉદ્દીપકતાથી જેને છે તે, તથા મોહ • મૂઢતા - અજ્ઞાન, તે પવન • મોહાનિલ તેનાથી પણ અધિક, પકર્ષથી બળવું તે અધિક પ્રજવલન વડે, ચારે બાજુથી તમ, અંતઃકરણમાં જે સંતપ્ત ભાવ તેને. તેથી જ ચારે બાજુથી દહ્યમાન અર્થાત્ શરીરમાં દાહ પણ શોકાવેશથી ઉત્પન્ન થાય. લોલુપ્યમાન - તેમના વિયોગથી શંકાવશ થઈ ઉત્પન્ન દુઃખ પરશુ વડે અતિશય હૃદયમાં છેદતા. પુરોહિત ક્રમથી • પરિપાટીથી સ્વ અભિપ્રાય વડે પ્રજ્ઞાપના કરતા અને નિમંત્રણ કરતાં, તે બંને પુત્રોને ભોગો વડે ઉપચ્છાદન કરતા, દ્રવ્ય વડે યથાક્રમે - પ્રકમથી અનતિક્રમથી ભિલાષ કરવા યોગ્ય શબ્દાદિ વિષયો વડે અથવા કામગુણોમાં કુમારોને આવા અંધકારમય વચનો તેના પિતાએ કહેલાં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009029
Book TitleAgam Satik Part 38 Uttaradhyanan Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy