SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૧ અધ્ય. ૧૪ ભૂમિકા છે અધ્યયન - ૧૪ - “પુકારીય” ? ૦ તેરમા અધ્યયનની વ્યાખ્યા કરી, હવે ચૌદમું આરંભે છે આનો સંબંધ છે - અનંતર અધ્યયનમાં મુખ્યતાથી નિદાન દોષ કહ્યો. પ્રસંગથી નિર્નિદાનતા એ ગુણ છે. અહીં મુખ્યપણે તે જ કહે છે. આ સંબંધથી આવેલા આ અધ્યયનમાં – x - ૮ - નામ નિક્ષેપમાં “ઇષકારીય' અધ્યયન કહે છે. તેથી “પુકાર'નો નિક્ષેપ કહેવાને નિયુક્તિકાર કહે છે - • નિયુક્તિ - ૩૬૦ થી ૩૬૨ + વિવેચના - “ઇપુકાર' શબ્દનો નિક્ષેપ નામાદિ ચાર ભેદે છે. દ્રવ્ય નિક્ષેપાના બે ભેદો છે. નોઆગમથી પુકારના ત્રણ ભેદ છે. ઇત્યાદિ પૂર્વવતુ. પુકાર એવા નામ ગોત્રને વેદતો તે ભાવ પુકાર, તેમાંથી આ અધ્યયન ચાલ્યું છે. - x-x- પુકારના હિતને માટે તે “પુકારીય' કહેવાય છે. પ્રાધાન્યથી “સજા' જાણવો. - ૮ - ૪ - હવે આ “પુકાર' કોણ છે? તેની વક્તવ્યતા કહે છે - • નિર્યુક્તિ - ૩૬૩ થી ૩૭૩ - (વૃત્તિકારશ્રીએ અહીં અગિયાર ગાથાનો અક્ષરાર્થ આપતા કહ્યું કે અક્ષરાર્થ સ્પષ્ટ છે, પછી વિશિષ્ટ શબ્દોના અર્થો નોંધેલ છે, જેમ કે - સંઘડિય - સમ્યક ઘટિતા, પરસ્પર નેહથી સંબદ્ધ મિત્રો ઇત્યાદિ. પછી ભાવાર્થ સંપ્રદાયથી જાણવો કહીને, આ ઉદાહરણ નોંધે છે :-) પૂર્વના અધ્યયનમાં કહેલાં ચાર ગોપદારકમાંના બે ગોપદારકો - ગોવાળોને સાધુની અનુકંપાથી સખ્યત્ત્વ પ્રાપ્ત થયું, કાળકરીને દેવલોકમાં તે બંને ઉત્પન્ન થયા. તે બંને તે દેવલોકથી ચ્યવીને ક્ષિતિ પ્રતિષ્ઠિત નગરમાં ઇષ્ણકુળમાં બંને પણ ભાઈ રૂપે જમ્યા. ત્યાં બીજાં પણ ચાર ઇભ્ય બાળકો મિત્રો રૂપે જન્મ્યા. ત્યાં પણ ભોગોને ભોગવીને તથારૂપ સ્થવિરોની પાસે દીક્ષા લીધી. ઘણાં કાળ સુધી સંયમની પરિપાલના કરીને ભક્ત પ્રત્યાખ્યાન કરીને સૌધર્મકામાં પદ્મગુભ વિમાનમાં છ એ પણ જણા ચાર પલ્યોપમની સ્થિતિવાળા દેવ રૂપે ઉત્પન્ન થયા. ત્યાં જે પૅલા ગોવાળપુત્ર રૂપ દેવ સિવાયના જે ચારે હતા, તે ત્યાંથી ચ્યવીને કુરુજનપદમાં ઇષકારપુર નગરમાં ઉત્પન્ન થયાં. તેમાં એક પુકાર નામે સજા થયો. બીજી ત્યાં મહાદેવી કમલાવતી નામે થઈ. ત્રીજે ત્યાં રાજાનો ભંગ નામે પુરોહિત થયો. ચોથો પુરોહિતની પત્ની, વાશિષ્ટ ગોવિયા “ચશા' નામે ઉત્પન્ન થયો. - તે ભૂગ પુરોહિત સંતાનરહિત હતો. તે અપત્ય નિમિત્તે ગાઢ તપે છે. દેવી પાસે અપત્યની યાચના કરે છે. નૈમિત્તિકોને પૂછે છે. તે બંને પણ પૂર્વભવના ગોવાળો દેવભવમાં વર્તતા હતા ત્યારે અવધિ વડે જાણે છે કે - આપણે બંને આ ભૃગુ પુરોહિતના પુત્રો થઈશું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009029
Book TitleAgam Satik Part 38 Uttaradhyanan Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy