SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ ઉત્તરાધ્યયન મૂલસબ-સટીક અનુવાદ/૧ વડે સત્ય - સંયમ કે સદાગમ, તેની ગવેષણા કરે. અન્ય ગવેષાને શું કરે? મૈત્રી - મિત્રભાવ, પૃથ્વી આદિ જીવોમાં કરે. - - x બીજાને માટે સત્યની ગવેષણા ન કરે, બીજાના કરેલાં બીજામાં સંક્રમણ ન થાય. બીજાના માટે અનુષ્ઠાન અનર્થક છે. - • x • સૂત્ર - ૧૬૩, ૧૬૪ - પોતાના જ કરેલાં કમોં થી લુમ - પીડિત એવા મારી રક્ષા કરવામાં માતા, પિતા, બાવળ, ભાઈ, પત્ની તથા પુત્ર સમર્થ નથી... સમ્યફ દેખા સાધક પોતાની સ્વતંત્ર બલિથી ચા ની સત્યતા જ. આસક્તિ અને સ્નેહનું છેદન કરે, કોઈ પૂર્વ પરિચિતની પણ કાકા ન કરે. • વિવેચન : ૧૬૩, ૧૪ - સૂત્રાર્થ સ્પષ્ટ છે. વિશેષ એ ખૂષા એટલે પુત્ર વધૂ ઉરમાં થયેલ તે ઔરસ, સ્વયં ઉત્પાદિત પુત્ર. તે માતા આદિ મારું રક્ષણ કરવાને સમર્થ નથી. કેવા પ્રકારના મારં? છેદાતો એવો, કોનાથી - સ્વકૃત કર્મોથી એટલે કે સ્વકર્મથી વિહિતને બાધા અનુભવતા, આ માતા આદિ ત્રાણને માટે થતાં નથી. - x x- તેથી સમ્યગુબુદ્ધિ વડે કે સ્વપ્રેક્ષાથી જુએ કે અવધારે. શમિત દર્શનના પ્રસ્તાવથી મિથ્યાત્વ રૂપ જેના વડે તે પ્રમાણે કહેવાયેલ હોય, અથવા જીવાદિ પદાર્થોમાં સમ્યફ દૃષ્ટિ જેની છે તે સમિત દર્શન. તે સખ્ય દૃષ્ટિ થઈને તેને છેદે - x તે માટે વિષયની આસક્તિને અને સ્વજનાદિના પ્રેમની પણ અભિલાષા ન કરે. અભિલાષાનો જ નિષેધ કર્યો પછી કરવાની વાત જ ક્યાં રહી? વળી પૂર્વ પરિચય - જેમ કે - “આપણે એક ગામના છીએ” ઇત્યાદિ, જે કારણે કોઈ અહીં કે બીજે બાણને માટે થતાં નથી (કોને?) સ્વકર્મથી પીડાતા ધર્મ રહિતોને. આ જ અર્થને વિશેષથી અનુધના જ ફળને કહે છે - • સુત્ર - ૧ ગાય, ઘોડા, મણિ, કુંડલ, પશુ, દાસ, પુરુષ એ બધાનો ત્યાગ કરનાર સાધક પરલોકમાં કામરૂપી દેવ થશે. • વિવેચન - ૧૬૫ - ગાય - વહન અને દોહન કરવાને આશ્રીને કહી. અશ્વ - પશુત્વ છતાં તેનું પૃથક ઉપાદાન અત્યંત ઉપયોગીપણાથી કર્યું છે. તથા મણિ - મરકત આદિ, કુંડલકાનનું આભરણ. બાકીના સ્વણદિના અલંકારો પણ લેવા. પશુ- બકરા, ઘેટા આદિ. દાસ-નોકર, પોરસ - પુરષોનો સમૂહ. અથવા પદાતિ આદિ પુરષોનો સમૂહ અથવા દાસ પુરુષોનો સમૂહ. • અનંતરોક્ત આ બધું તજીને, સંયમનું અનુપાલન કરે. તેથી અભિલાષના રૂપ વિકપણા શક્તિમાન થશે. અહીં વૈક્રિયકરણાદિ અનેક લબ્ધિના યોગથી અને પરલોકમાં દેવભવની પ્રાપ્ત થાય. ફરી સત્યના સ્વરૂપને વિશેષથી કહે છે For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.009028
Book TitleAgam Satik Part 37 Uttaradhyanan Sutra Gujarati Anuwad 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy