SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧ • નિયુક્તિ - ૧૮૬ + વિવેચન - ધર્મ, અધર્મ, આકાશના અન્યોન્ય સંવલનથી સદા અવસ્થાન હોવાથી અનાદિકરણ કહ્યું. તે કદી ન હતા તેમ નહીં, નથી તેમ નહીં. નહીં હશે તેમ પણ નહીં - *- અહીં અન્યોન્ય સમાધાન તે કરણ છે, અન્યોન્ય નિર્વતન તે કરણ નથી. અહીં ધર્મ, અધર્મ, આકાશનું કરણ એ વક્તવ્યમાં કથંચિત ક્રિયા અને ક્રિયાવાનના અભેદ દર્શનાર્થે અનુકલિત કિયત્વને જણાવવા ધર્મ, અધર્મ, આકાશને કરણ કહેલ છે. આ પ્રમાણે અનાદિક કરણના આ ત્રણ પ્રકારો થાય છે. અહીં અનાદિનો પછીથી નિર્દેશ છતાં પદ્માનપૂર્વી વ્યાખ્યાંગ જણાવવા કહેલ છે. હવે સાદિક કહે છે - તેમાં ચાક્ષુષ અને અચાક્ષુષ સ્પર્શ કહ્યો. ચક્ષુ સ્પર્શ તે સ્થૂલ પરિણતિવાળા પુદ્ગલ દ્રવ્ય, તેનાથી બીજા તે અચક્ષુ સ્પર્શ આ બે ભેદ જ સાદિકના છે. હવે “દ્વિતય' કહેવા ઇચ્છે છે • નિર્યુક્તિ • ૧૮૦ + વિવેચન - પરમાણુ સંચય રૂપ, દ્વિપ્રદેશાદિક, ત્રિપ્રદેશાદિમાં. આના વડે પરમાણું તે ઉપલક્ષિત કર્યા છે. અભ્રમાં, અશ્વવૃક્ષોમાં ઉપલક્ષણથી આ ઇંદ્ર ધનુષાદિના. તેમાં જો વિધુતને જ ગ્રહણ કરે છે, ત્યારે તેના સજીવત્વથી શરીરના અને દારિક શરીકરણ નામક પ્રયોગ કરણત્વ પ્રસક્તિ છે. વિધુત આદિ અશ્વ તેમાં, એ પ્રમાણે અશ્વ- વાદળ વિશેષણપણાથી વ્યાખ્યા કરેલ છે. આદિ શબ્દથી ધૂમ આદિને લેવા. સામાયિક નિર્યુક્તિમાં અબ્રાદિ જ વિશ્રસાકરણ કહેલ છે. - x-x-x- જીવ વ્યાપાર વિના જ ભેદ અને સંઘાત ભેદથી કે તેના વિના પણ જીવપ્રયોગ નિષ્પાદિત થાય છે. નિષ્પન્ન થવા છતાં ચક્ષ વડે ન દેખાય તે અચાક્ષુષ વિશ્રસાકરણ. અભ્રાદિકરણ સ્વયં નિષ્પાદિત થાય છે, ચક્ષુ વડે દેખાય છે, તે ચાક્ષુષ વિશ્રસાકરણ. - x- હવે પ્રયોગકરણ • નિર્યુક્તિ : ૧૮૮ + વિવેચન - પ્રયોગકરણ બે ભેદે છે - જીવ પ્રયોગકરણ, અજીવ પ્રયોગકરણ. તેમાં જીવવડે - ઉપયોગ લક્ષણથી જે ઔદારિકાદિ શરીર અભિ નિર્વિર્તે છે, તે જીવ પ્રયોગકરણ, તે બે ભેદે છે - મૂળકરણ અને ઉત્તરસ્કરણ. તેમાં મૂલકરણની વિચારણા કરતાં પાંચ સંખ્યા અવચ્છિન્ન ઉત્પત્તિ સમયથી પુદ્ગલ વિચટનથી શરીર વિનાશ પામે છે. શરીર તે ઔદારિકાદિ પાંચે લેવા. અહીં વિષય અને વિષયીના અભેદ ઉપચારથી કરણ વિષયથી શરીરોને પણ કરણ કહે છે. કેમ કે મૂલત્વ ઉત્તરોત્તર અવયવ વ્યક્તિ અપેક્ષાથી છે. પછી જે અવયવ વિભાગ વિરહિત ઔદારિક શરીરોના પ્રથમ અભિનિર્વતન તે મૂલકરણ છે. ચ શબ્દથી ઉત્તરકરણ જ અહીં લેવાય છે. તે ત્રણમાં છે - દારિક, વૈક્રિય અને આહારકમાં. તૈજસ અને કામણમાં તેનો સંભવ નથી, તેથી અંગોપાંગનું જ ઉત્તરકરણ એ સંબંધ છે. - - - તે અંગો ક્યા છે? તે કહે છે - • નિર્યુક્તિ - ૧૮૯, ૧૯૦ + વિવેચન : મસ્તક, છાતી, પૃષ્ઠ, બે હાથ, બે જંઘા, ઉંદર અને આઠ અંગ છે, તે સિવાયના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009028
Book TitleAgam Satik Part 37 Uttaradhyanan Sutra Gujarati Anuwad 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy