SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ૩/૧૦૨ ૧૫૩ પ્રહાનિમાં, તેના વિબંધક અનંતાનુબંધી આદિ કર્મો હીન થતાં, ક્યાંક ઇશ્વરના અનુગ્રહથી તેની અપ્રાપ્તિથી, અન્યથા તેના વૈફલ્યની આપત્તિ થાય. - ૪ - હવે કઈ રીતે તેની પ્રહાનિ છે? તે કહે છે - ક્રમથી, પણ જલ્દીથી નહીં, તે પણ કદાચિત્, સર્વદા નહીં, જીવો ક્લિષ્ટ કર્મના વિગમ રૂપ. તેના વિઘાતી કર્મના અપગમથી પણ પ્રાપ્ત કરે છે. મનુષ્યતાને સ્વીકારે છે. એટલે કે તેના નિર્વર્તક મનુજગતિ આદિ કર્મના ઉદયથી તે મનુષ્યત્વ પામે છે. આના વડે મનુજત્વબંધક કર્મના અપગમનો તથાવિધ કાળ આદિની અપેક્ષાથી દુરાપતા વડે મનુષ્યત્વનું દુર્લભત્વ કહ્યું. કદાચિત્ આની પ્રાપ્તિમાં શું શ્રુતિ સુલભ જ છે? તે કહે છે ૦ સૂત્ર - ૧૦૩ મનુષ્ય શરીર પ્રાપ્ત થવા છતાં પણ ધર્મનું શ્રવણ દુર્લભ છે, જેને સાંભળીને જીવ તપ, ક્ષમા અને અહિંસાને પ્રાપ્ત કરે છે. • વિવેચન - ૧૦૩ મનુષ્ય સંબંધી વિશેષથી ગ્રહણ કરાય છે આત્મ કર્મ પરતંત્રતાથી એ વિગ્રહ છે, તે મનુજ ગતિ આદિ ઉપલક્ષિત ઔદારિક શરીર, પ્રાપ્ત થઈ જવા છતાં શ્રવણ, કોનું? દુર્ગતિમાં પડતા જીવોને ધારી રાખે તે ધર્મ. X* X - દુર્ગતિ ભય પ્રપાતમાં પડતાંને અભયકર, ‘ત્રાણમાં દુર્લભ, સમ્યક્ ચરિત જેનાથી ધારણ કરાય તેને ધર્મ કહે છે. આ અન્વર્થ નામક ધર્મ દુર્લભ પૂર્વોક્ત કાળ આદિના હેતુથી કહેલ છે. - x - જે ધર્મ સાંભળીને સ્વીકારે છે - તપ એટલે અનશનાદિ બાર ભેદે, ક્ષાંતિ - ક્રોધ જય લક્ષણ અને માનાદિ જય ઉપલક્ષણ, અહિંસનશીલતા. આના વડે પહેલું વ્રત કહ્યું. તેનાથી ઉપલક્ષણથી બાકીના વ્રતો લેવા. કેમકે પહેલું વ્રત તે બધામાં પ્રધાન છે. - X · એ પ્રમાણે તપથી, ક્ષાંત્યાદિ ચતુષ્ક અને મહાવ્રત પંચક એવા દશવિધ યતિ ધર્મને કહ્યો. અહીં શ્રુતિનું શાબ્દ પ્રાધાન્ય છતાં તત્ત્વથી ધર્મ જ પ્રધાન છે, કેમકે તેના પણ તે અર્થપણે છે. જે સાંભળીને તપ વગેરે સ્વીકારાય છે. સાંભળ્યા વિના નહીં. તે અતિ મહાર્થતાથી દુરાપેય છે. શ્રુતિ મળે તો શ્રદ્ધા દુર્લભ છે, તે કહે છે - - X - • સૂત્ર ૧૦૪ - કદાચિત્ ધર્મનું શ્રવણ થઈ પણ જાય, તો પણ તેની શ્રદ્ધા થવી ઘણી દુર્લભ છે. ઘણાં લોકો નૈયાયિક માર્ગને સાંભળીને પણ વિચલિત થાય છે. ૭ વિવેચન . ૧૦૪ કદાચિત કર્મથી ધર્મને સાંભળે, ઉપલક્ષણત્વથી મનુષ્યત્વને પામે, તે પામવા છતાં શ્રદ્ધા - ક્રમથી ધર્મ વિષયક રુચિ જ, પરમ દુર્લભ છે. આ દુર્લભત્વ કેવું છે? તે કહે છે - સાંભળીને નૈયાયિક પ્રવર્તે છે. અર્થાત્ ન્યાયયુક્ત રહે. તેવો માર્ગ - સમ્યગ્ દર્શનાદિ રૂપ મુક્તિપથને એક નહીં પણ ઘણાં લોકો સર્વ પ્રકારે તૈયાયિક માર્ગથી ચ્યવે છે. જેમ જમાલિ વગેરે અવ્યા. જેમ ચિંતામણિરત્ન પામવા છતાં છોડી દે, તેમ For Private & Personal Use Only Jain Education International 20 www.jainelibrary.org
SR No.009028
Book TitleAgam Satik Part 37 Uttaradhyanan Sutra Gujarati Anuwad 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy