SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ ઉત્તરાધ્યયન મૂલસૂબ-સટીક અનુવાદ૧ જો સમતા સ્થિતત્વથી ન હોય તો પરિમાણવાળાને અનૈકાંતિક છે, જે તમને પોરિસિ આદિ પદોનો સ્વીકાર અભિમત ન હોય તો પછી પ્રવજ્યાના દિવસથી જ અનશનની આપત્તિ આવશે. વળી આગમમાં જે કહ્યું છે કે - “નિષ્પાદિતા શિષ્યો અને દીર્ઘ પર્યાય પરિપાલિત કર્યો.” ઇત્યાદિ આગમ કથનમાં પણ વિરોધ આવશે. સાધુને અદ્ધા પ્રત્યાખ્યાન નથી જ એવો પક્ષ નથી. કેમકે અનાગત અને અતિક્રાંત એવા પ્રત્યાખ્યાન આગમમાં જ જણાવેલા છે. બીજા પક્ષમાં - આવી આશંસા પણ હોતી નથી. જેમકે - “ભાવાંતરમાં હું સાવધનું સેવન કરીશ, એવી આશંસા થાય.” (તેમ કહો છો) પણ “જાવજીવ” એ પદનું ઉચ્ચારણ પણ વ્રતભંગના ભયથી જ છે. કહ્યું છે કે, “વ્રતભંગ” ના ભયથી જ “જાવજીવ માટે” એવો નિર્દેશ છે. - x x x x x x-x-x- અહીં આશંસા એ છે કે “આટલો કાળ તો મારે પાળવું જ” તે ભાવ છે, પણ તે પ્રત્યાખ્યાનનો મારે ભંગ કરવો, એવા કોઈ ભાવથી પ્રત્યાખ્યાન કરાતું નથી. જેમ “સાંજે ચાર આહારના ત્યાગરૂપ પ્રત્યાખ્યાન રાત્રિભોજન ન કરવાના ભાવને પુષ્ટ કરે છે, પરંતુ આવું પ્રત્યાખ્યાન કરનાર દિવસ ઉગ્યા પછી ખાવું જ છે, તેવી આશંસા સેવે છે, તેમ સિદ્ધ થતું નથી. પછીના દિવસે નિશ્ચે ઉપવાસ કરનારો પણ પૂર્વ સંધ્યાએ ચાતુર્વિધ આહારનો ત્યાગ કરે જ છે ને? (અહીં પણ વૃત્તિકારશ્રીએ ઘણો લાંબો વાદ પ્રસ્થાપિત કરેલો જ છે, પણ પૂર્વવત કારણોથી જ અમે સમગ્ર વૃત્તિનો અનુવાદ અહીં આપતા નથી. વળી વાદ-પ્રતિવાદને આ અનુવાદનો મુખ્ય વિષય પણ નથી. અહીં “મૂળતત્વનો સરળ બોધ” એ અમારું કાર્યક્ષેત્ર છે.) આ પ્રમાણે ગોષ્ઠા માહિલને સમજાવતા છેલ્લે કહે છે કે આ પ્રમાણે કાળ પરિમાણની મર્યાદામાં કોઈ દોષ નથી. છતાં જો કોઈ સાધુ અવતના ભાવને મનમાં ધારણ કરીને તેને અવયંભાવી બતાવે તો વ્રતનું અપરિમાણ બતાવતા પણ તે પ્રત્યક્ષ મૃષાવાદી જ છે. જ્યાં આશંસા નથી ત્યાં અવધિ સહિતના પ્રત્યાખ્યાનમાં પણ સાભિવંગ - આસક્તિ નથી, જેમ કાયોત્સર્ગમાં પણ કાળ મર્યાદા કરાય, છતાં ત્યાં કોઈ આશંસા હોતી નથી, તેમ સાધુના પ્રત્યાખ્યાનમાં જાવજીવ એવા પદથી પ્રગટ થતી કાળ મર્યાદામાં કોઈ આશંસા વિધમાન નથી. ઇત્યાદિ. જેમ આચાર્ય ભગવંતે કહ્યું, તેમ બધાં જ કહે છે. જેમ આટલું આચાર્યએ કહ્યું, તેમ જે કોઈ બીજા સ્થવિરો, બહુશ્રુતો, અન્ય ગચ્છવાળા છે તેઓને પૂછવામાં આવે તો તેઓ પણ આટલું જ કહે છે. ત્યારે પૂછે છે - તમે કઈ રીતે જાણો છો ? તીર્થકરે પણ આ પ્રમાણે જ કહેલું છે. આ બધું સમજાવવા છતાં જ્યારે ગોષ્ઠા માહિલ સ્થિર ન થયો ત્યારે સંઘને ભેગો કરવામાં આવ્યો. પછી દેવતાને આશ્રીને કાયોત્સર્ગ કર્યો. જે શ્રાવકો હતા તે દેવતા આવ્યા. આવીને તેમણે કહ્યું - આજ્ઞા કરો, શું પ્રયોજન છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009028
Book TitleAgam Satik Part 37 Uttaradhyanan Sutra Gujarati Anuwad 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy