SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ ઉત્તરાધ્યયન મૂલસત્ર-સટીક અનુવાદ/૧ દિશા, જીવ અને મન એ નવ છે. ગુણો સત્તર છે, તે આ પ્રમાણે રૂપ, રસ, ગંધ, સ્પર્શ, સંખ્યા, પરિમાણ, પૃથકત્વ, સંયોગ, વિભાગ, પરત્વ, અપરત્વ, બુદ્ધિ, સુખ, દુઃખ, ઇચ્છા, દ્વેષ અને પ્રયત્ન કર્મ પાંચ ભેદે - ઉલ્લેપણ, અપક્ષેપણ, આકુંચન, પ્રસારણ, ગમન. સામાન્ય ત્રણ ભેદે છે - મહા સામાન્ય, સત્તા સામાન્ય અને સામાન્ય વિશેષ સામાન્ય. વિશેષ એક જ ભેદે છે. સમવાય પણ એક ભેદે છે. બીજા કહે છે કે- સામાન્ય બે ભેદે છે (૧) પર, (૨) અપર વિશેષ પણ બે ભેદે છે - અંત્ય વિશેષ અને અનંત્ય વિશેષ. આ પ્રમાણે - (૯ + ૧૭+૫ +૩+૧+૧) ૩૬ ભેદો થયા. એ છત્રીશના એક એકના ચાર વિકલ્પો થાય - પૃથ્વી, અપળી, નોપવી, નોઅપવી. તે રીતે ૩૬ x ૪ = ૧૪૪ ભેદો થાય છે. તેમાં “પૃથ્વીને આપો' કહેતા માટીને આપે છે. “અપૃથ્વીને આપો” કહેતા પાણી આદિ આપે છે. “નોપવી આપો' એમ કહેતા કંઈપણ આપતા નથી, અથવા પૃથ્વી સિવાયનું કંઈક આપે છે. તે પ્રમાણે “નોઅપછી આપો' એમ કહેતા કંઈ પણ આપતા નથી. એ પ્રમાણે યથાસંભવ વિભાષા બધાં પ્રશ્નોમાં કરવી. ૦ સ્થવિર ગોઠામાહિલ “સ્પષ્ટ અબદ્ધ’ ની પ્રરૂપણા કરે છે. જે રીતે તેનો મત છે તે બતાવતા નિયુક્તિકાર કહે છે - • નિર્યુક્તિ - ૧૫ + વિવેચન આ નિયુક્તિ સંબંધે વૃત્તિકાર કહે છે - આનો અર્થ સંપ્રદાયથી જાણવો તે આવશ્યક ચૂર્ણિથી જાણવો. છતાં કંઈક વિશેષ ઉપયોગી અહીં કહે છે - ભગવંત મહાવીરના સિદ્ધિગમન પછી ૫૮૪ વર્ષો ગયા પછી આ “અબદ્ધિક' મત દશપુર નગરમાં ઉત્પન્ન થયો. તે દેવેન્દ્ર વડે વંદાયેલ આર્યરક્ષિત દશપુર નગરે ગયા. મથુરામાં કોઈ અક્રિયાવાદી ઉત્પન્ન થયો છે, જેમ કે -માતા નથી, પિતા નથી. એ પ્રમાણે નાસ્તિ - નથી, “નથી એમ કહેનારો.” ત્યાં સંઘ ભેગો થયો. તેમાં કોઈ “વાદી' ન હતા. તેથી આમને જ વાદી રૂપે પ્રવર્તાવો. આ આર્યરક્ષિત યુગપ્રધાન છે. ત્યારે ત્યાં આવ્યા. તેમને સંઘે બધી વાત કરી. ત્યારે તેમણે ગોષ્ઠામાહિલને વાદ માટે મોકલ્યો. કેમકે તેને વાદ લબ્ધિ હતી. તેણે વાદમાં પસજિત કર્યા. ત્યાં શ્રાવકોની વિનંતી હતી કે અહીં વર્ષારાત્ર • ચોમાસુ રહો. તે વખતે આચાર્ય વિચારે છે કે અહીં ગણને ધારણ કરનાર કોણ થશે? ત્યારે તેને વિચાર આવ્યો કે - દુર્બલિકા પુષ્પમિત્ર, તે માટે યોગ્ય પાત્ર છે. વળી તેનો સ્વજન વર્ગ પણ ઘણો છે. તેઓને ગોઠામાહિલ અને શુરક્ષિત આદિ પણ અનુમત હતા. ગોષ્ઠામાહિલ આચાર્યના મામા થતા હતા. ત્યાં આચાર્યએ બધાં સાધુઓને બોલાવીને એક દષ્ટાંત આપ્યું - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009028
Book TitleAgam Satik Part 37 Uttaradhyanan Sutra Gujarati Anuwad 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy