SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ આધ્ય. ૩ ભૂમિકા ૧૩૯ હવે તમે આવો વાદ - કથનનો ત્યાગ કરી દો. જેથી મારે તમારા દોષને કારણે તમને શિક્ષા ન કરવી પડે. શિક્ષા કરીશ, તો તમારા માટે તે સારું નહીં થાય. કેમકે ભગવંતે અહીં જ. આ સ્થાને સમોસરીને આવી પ્રરૂપણા કરેલ છે કે, “એક જ ક્રિયા વેદાય.” એ પ્રમાણે મણિનાગ કહેતા ગંગાચાર્યએ તે વાત સ્વીકારી. પછી ગંગાચાર્યએ ઉભા થઈને “મિચ્છામિ દુક્કડ” કહ્યું. હવે ષડલૂકથી જે રીતે ઐરાશિકમતની ઉત્પત્તિ થઈ તેને નિયુક્તિકારશ્રી હવેની નિર્યુક્તિમાં કહે છે - • નિયુક્તિ - ૧ર + વિવેચન - આ નિર્યુક્તિનો સંપ્રદાયથી ભાવાર્થ વૃત્તિકાર આ પ્રમાણે કહે છે - ભગવંત મહાવીર સિદ્ધિમાં ગયા પછી પ૪૪ વર્ષે આ ઐરાશિક મતની ઉત્પત્તિ થઈ. (કલ્પસૂત્ર વ્યાખ્યાનમાં પણ આ કથા છે) અંતરંજિકા નામે નગરી હતી. ત્યાં ભૂતગૃહ નામે ચૈત્ય હતું. ત્યાં શ્રીગુપ્ત નામે આચાર્ય રહેલા હતા. ત્યાં બલશ્રી નામે રાજા હતો. વળી તે શ્રીગુપ્ત સ્થવિરને રોહગુપ્ત નામે શિષ્ય હતો. તે અન્ય ગામે રહેતો હતો. પછીથી તે ત્યાં અંતરંજિકામાં આવેલો હતો. ત્યાં એક પરિવ્રાજક તેના પોતાના પેટ ઉપર લોઢાના પટ્ટ બાંધીને હાથમાં જંબૂશાખા લઈને ફરતો હતો. કોઈ પૂછે કે શું વેશ કાઢ્યો છે? તો તે કહેતા કે જ્ઞાન વડે મારું પેટ ફાટી જાય છે. તેથી મેં પેટ ઉપર લોઢાનો પટ્ટો બાંધેલ છે. અને જંબૂની શાખા એટલે હાથમાં લઈને ફરું છું કેમકે જંબૂદ્વીપમાં કોઈ મારો પ્રતિવાદી નથી. ત્યારે તે પરિવ્રાજકે પડહો વગડાવ્યો - પરપ્રવાદી શુન્ય થઈ ગયા છે તેથી લોકોએ તેનું પોટ્ટશાલ’ એ પ્રમાણે નામ કર્યું. પછી તેને રોહગુણે રોક્યો. પડહો, વગાડવો, બંધ કરો. હું આની સાથે વાદ કરીશ. એ પ્રમાણે પ્રતિષેધ કરીને રોહગને આચાર્ય પાસે જઈને તે વૃત્તાંત જણાવ્યો. આ પ્રમાણે મેં પડહને રોકેલ છે. આચાર્યએ કહ્યું - તેં ખોટું કર્યું, તે વિધાબલિ છે, વાદમાં પરાજિત થવા છતાં વિધા વડે જીતી તેને આ સિદ્ધ વિધા પોટ્ટશાલના પ્રતિપક્ષે આપી. • નિર્યુક્તિ - ૧૭૩ + વિવેચન વિંછી, સર્પ, ઉંદર, મૃગ, વરાહ, કાપડી, પોત. આ વિધાઓમાં તે પરિવ્રાજક કુશળ હતો. -૦- તેથી આચાર્ય ભગવંતને તેના પ્રતિપક્ષે જે વિધાઓ આપી તે સાત વિધાઓ આ હતી - • નિક્તિ - ૧૭૪ + વિવેચન - મયુરી, નકુલી, બિલાડી, વાદી, સીંહી, ઉલુકી, અપાતી. આ વિધાઓ ગ્રહણ કરીને પરિવ્રાજકની વિધાઓને અનુક્રમે હણી શકાશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009028
Book TitleAgam Satik Part 37 Uttaradhyanan Sutra Gujarati Anuwad 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy