SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧ ઉત્તરોત્તર પરિણામ વિશેષ વિષય જ દીઈ ક્રિયાકાળનો ઉપલંભ છે, ઘટક્રિયા વિષયક નથી. કહ્યું છે કે પ્રતિ સમય ઉત્પન્નમાં પરસ્પર વિલક્ષોમાં ઘણાં છે, દીર્ઘ ક્રિયાકાળ જે દેખાય તો આ કુંભનું શું? - હવે કથંચિત નિશ્ચિત - ભેદ કૃત અને ક્રિયમાણમાં છે, તે તીર્થકરે કહેલ જ છે, નિશ્ચય અને વ્યવહારના અનુગનત્વથી તેના વચનો છે. તેમાં નિશ્ચયનયના આશ્રયથી કૃત અને ક્રિયમાણ અભેદ છે.- x x-. વ્યવહારનયના મતથી આ બંનેનું વિવિધપણું છે. તથા “કરાતું જ કર્યું છે. કૃત' ને કદાચ ક્રિયમાણ ક્રિયા આવેશ સમયમાં છે, ક્રિયા ઉપરમમાં વળી અક્રિયમાણ છે. તેનાથી અહીં ક્રિયમાણને નિયમથી કરેલ છે તેમ જાણવું અથવા અહીં કિંચિત ક્રિયમાણને ઉપરતક્રિયા પણ થાય. વળી આપની મતિ – ક્રિયા અંત્ય સમયે જ અભિમત કાર્ય થાય, તેમાં પણ પ્રથમ સમયથી આરંભીને કાર્યની કેટલીક પણ નિષ્પત્તિ ઇષ્ટ છે. અન્યથા કઈ રીતે અકસ્માત અંત્ય સમયે તે થાય? કહ્યું છે કે, પહેલાં તંતુના પ્રવેશમાં જો કંઈપણ પટમાં ન સ્વીકારાય, તો અંત્ય તંતુ પ્રવેશમાં પણ તે પટનો ઉદય નહીં થાય. તેથી પહેલા, બીજા આદિ તંતુના રોગથી પ્રતિક્ષણ કંઈક કંઈક તે છે જ. અહીં શું કહેવા માંગે છે ? જે ક્રિયાના પહેલા સમયે ન હોય, તે તેના અંત્ય સમયે પણ ન થાય. જેમ ઘટક્રિયાદિ સમયમાં પટ થતો નથી. કૃત અને ક્રિયમાણના ભેદમાં ક્રિયાના આદિ સમયમાં કાર્ય થતું નથી. અન્યથા ઘટના અંત્ય સમયમાં પણ પટની ઉત્પત્તિ થાય છે.x x- આ પ્રમાણે સંથારા, આદિમાં પણ યોજવું. તેથી તમે સ્વીકાર કરો કે ભગવંતે જે ચાલતું ચાલ્યું' ઇત્યાદિ વચન કહ્યા છે, તે અવિતથ છે. એ પ્રમાણે કહેવા છતાં તેણે આ સ્વીકાર્યું નહીં. ત્યારે તે સાધુઓ જમાલિની પાસેથી “ભગવતી'માં કહ્યા મુજબ ભગવંતના આશ્રયે વિચારવા લાગ્યા. તે પ્રિયદર્શના પણ જ્યારે ટંક કુંભકારના ઘેર રહેલી, તેણી ચૈત્યવંદના કરીને આવી ત્યારે જમાલીને વંદનાર્થે આવી, તેણીને પણ જમાલી બહુરત મતની પ્રજ્ઞાપના કરે છે. તેણી પણ વિપ્રતિપન્ન થાય છે. તેના સ્નેહાનુરાગથી ખેંચાઈ પછી આવીને પોતાના સાધ્વીઓને કહે છે, પછી ઢક શ્રાવકને કહે છે. ઢક શ્રાવક જાણે છે કે આ તેના સ્વામીને કારણે વિપરીત મતવાળા થયા છે. ત્યારે તે કહે છે - હું આનો વિશેષ વ્યતિકર જાણતો નથી, એ પ્રમાણે તેણીને કોઈ દિવસે કદાચિત સ્વાધ્યાય પોરિસી કરતાં ટંક કુંભારે વાસણોને ઉંચા-નીચા કરતા, તેણીની પાસે અંગારો ફેંક્યો. ત્યારે તે સાથ્વીના કપડાંનો એક ભાગ બળ્યો. તેણી બોલી - હે આર્યશ્રાવક! આ મારી સંઘાટી - વસ્ત્ર બળ્યું. ટંકે કહ્યું કે તમે જ પ્રરૂપણા કરો છો કે બળતું એવું બન્યું ન કહેવાય, તો તમારી સંઘાટી કઈ રીતે બની? હજુસૂત્ર નયના મતે વીર જિનેન્દ્રના વચનને આશ્રીને બોલાય કે - “બળતું બળ્યું” તમારા મતે નહીં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009028
Book TitleAgam Satik Part 37 Uttaradhyanan Sutra Gujarati Anuwad 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy