SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧ છે આશ્ચયન - ૩ - “ચાતરંગીય” . પરીષહ અધ્યયન કહ્યું. હવે “ચતુરંગીય' અધ્યયનનો આરંભ કરીએ છીએ. તેના સંબંધ આ પ્રમાણે - અનંતર અધ્યયનમાં પરીષહ કહ્યા. તે ક્યાં આલંબનને આગળ કરીને કરવા, એવો પ્રશ્ન સંભવે છે, તેમાં માનુષત્વ આદિ ચાર અંગનું દુર્લભત્વ છે, તેના આલંબન વડે કહેવા. આ સંબંધથી આવેલા આ અધ્યયનના ચાર અનુયોગ દ્વારા વર્ણવવા જોઈએ. તે નામ નિષ્પન્ન નિક્ષેપ સુધી કહેવા. તેમાં ચતુરંગીય એ દ્વિપદ નામ છે, તેમાં ચાર અને અંગ બે શબ્દોનો નિક્ષેપ કરવો જોઈએ. એક વિના ચાર ન આવે, તેથી એકનો નિક્ષેપ કરવો જોઈએ, તેમ માનીની નિયુક્તિકાર કહે છે - • નિર્યુક્તિ - ૧૪ર + વિવેચન : અહીં એક શબ્દનો એકત્ર નિર્દેશ છતાં પ્રકાંતપણાથી સર્વત્ર સંબંધ જોડવો, તેથી નામૈકક, સ્થાપનૈકક, દ્રવ્યેકક, માતૃકાપÊકક, સંગ્રહૈકક, પર્યવેક, ભાકક એ સાત ઐકક થયા. તથા શબ્દની બાકીનાનું પણ નિરૂપચાર વૃત્તિપણાથી તુલ્યત્વ કહે છે. આની વ્યાખ્યા દશવૈકાલિકની નિર્યુક્તિ કરતાં કહેવાયેલ જ છે. સ્થાન ખાલી ન રાખવા કંઈક કહે છે - - (૧) નામૈકક - જેનું ઐકક એવું નામ છે. (૨) સ્થાપનૈકક- પુસ્તક આદિમાં રચેલ એકનો અંક. (૩) બૅકક - સચિત્ત આદિ ત્રણ ભેદે છે, તેમાં સચિત એક્ક તે પુરુષાદિ, અચિત્ત તે ફલકાદિ, મિશ્ર ને વસ્ત્રાદિ વિભૂષિત પુરુષાદિ. (૪) માતૃકાપર્દકક - તે “ઉપરવા, વિમે ઇa, gaઈવા” જે અન્યત્ર વિવક્ષિત છે અથવા અ કારાદિ અક્ષરરૂપ માતૃકાના એકતર અ કારાદિ લેવા. (૫) સંગ્રહૈકક - જેના વડે એક ધ્વનિથી ઘણાંનો સંગ્રહ થાય, જેમ કે જાતિની પ્રધાનતાથી ઘઉં.” (૬) પયમૈિકક - શિવકાદિ એક પર્યાય, (૩) ભવૈકક - ઔદાયિકાદિ ભાવોમાંનો કોઈપણ એક ભાવ. • x x- હવે “ચતુષ્ક” નો નિક્ષેપ કહે છે. • નિર્યુક્તિ - ૧૪૩ + વિવેયન - નામ અને સ્થાપના ગૌણ છે. દ્રવ્યમાં સચિત, અચિત, મિશ્ર દ્રવ્યની ચાર સંખ્યાપણાથી વિવક્ષા. ક્ષેત્રમાં ચાર સંખ્યાથી પરિચ્છિન્ન આકાશ પ્રદેશો, જેમાં “ચાર' વિચારાય છે. કાળમાં ચાર સમય કે આવલિકા આદિ કાળભેદો. ગણનામાં ચાર - એક, બે, ત્રણ, ચાર ઇત્યાદિ. ભાવમાં “ચાર' માનુષત્વ આદિ ઓળખાવાતા ભાવો. આની વચ્ચે કોનાથી અધિકાર છે? ગણના સંખ્યાનો અહીં અધિકાર છે. - *- તેના વડે જ કહેવાનાર અંગોના ગણના પણાથી તેમની જ ઉપયોગીતાથી કહેલ છે. હવે અંગ નિક્ષેપ કહે છે - • નિર્ણન - ૧૪ : વિવેચન - નામાંગ, સ્થાપનાંગ, દ્રવ્યાંગ, ભાવાંગ. આ ચાર અંગના નિક્ષેપ થાય છે, તેમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009028
Book TitleAgam Satik Part 37 Uttaradhyanan Sutra Gujarati Anuwad 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy