SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ ઉત્તરાધ્યયન મુવક-સટીક અનુવાદ • વિવેચન - ૧, ૨ પ્રયોજનનો અભાવ તે નિરર્થક, તેમાંથી નિવૃત્ત થયો, શેમાંથી મિથુનનો ભાવ કે કર્મ, તે મૈથુન - અબ્રહાથી, બીજા આશ્રવોથી વિરત હોવા છતાં જે મૈથુનનું ઉપાદાન અહીં કર્યું, તે તેના અતિ ગૃદ્ધિ હેતુતાથી ત્યાજ્ય છે. કેમકે કામ ભોગોને દત્યાજ્ય કહેલાં છે. ઇંદ્રિય અને નોઈદ્રિયના સંવરણથી સુસંવૃત્ત થયો છે. પણ હું સાક્ષાત જાણતો છું નહીં કે આ વસ્તુ સ્વભાવ ધર્મ કલ્યાણ - શુભ છે કે પાપક - તેથી વિપરીત છે. અથવા ઘર્મ એટલે આચાર, કલ્ય - અત્યંતની ક્તતાથી મોક્ષ, તેને આણે છે અર્થાત પ્રજ્ઞાપે છે. કલ્યાણ - મુક્તિ હેતુને અથવા જીપક - નરકાદિ હેતુને. અહીં આશય એવો છે કે- જે વિરતિનો કંઈપણ અર્થ સિદ્ધ થતો હોય તો મને આ અજ્ઞાન હોત જ નહીં. કદાચિત સામાન્ય ચર્ચાથી ફળની પ્રાપ્તિ ન થાય, તેથી કહે છે - ભદ્ર કે મહાભદ્ર આદિ તપ અને આગમ ઉપચાર રૂપ આયંબિલ આદિ રૂપ ઉપધાન સ્વીકારીને વિચર્યો. માસિકી આદિ ભિક્ષ પ્રતિમાને સ્વીકારીને રહ્યો. આ પ્રમાણે વિશેષ ચર્ચા વડે પણ રહ્યો, સામાન્ય ચર્યાની તો વાત જ શું કરવી? એ પ્રમાણે પ્રતિબંધપણાથી અનિયત વિહાર કરવા છતાં, છાદન કરે તે છક્ષ એવા જ્ઞાનાવરણાદિ કર્મો દૂર ન થયા. એ પ્રમાણે ભિક્ષ ન ચિંતવે. અજ્ઞાનના અભાવના પથમાં તો સમસ્ત શાસ્ત્રાર્થને જાણ્યા પછી પણ અભિમાનથી ધમધમતા માનસવાળો ન થાય. પરંતુ “પૂર્વ પુરુષસિંહોના વિજ્ઞાન અતિશય સાગરને પાર પામેલાને સાંભળીને વર્તમાન પુરુષો કઈ રીતે પોતાના બુદ્ધિ વડે મદને પામે ?' એ પ્રમાણે ભાવના ભાવે..x. જે એકને જાણે છે, તે સર્વને જાણે છે, જે સર્વને જાણે છે, તે એકને જાણે છે” એવા આગમ વચનથી છદ્મસ્થ એવો હું એકપણ ધર્મવસ્તુ સ્વરૂપને તત્ત્વથી જાણતો નથી. તેથી સાક્ષાતુ ભાવસ્વભાવને જણાવતું વિજ્ઞાન નથી. - x-x- તથા ઉપધાનાદિ વડે પણ ઉપક્રમણ હેતુથી ઉપક્રમ કરવાને અશક્યમાં છદ્મ એવા દારુણ વૈરીમાં પ્રકૃષ્ટ તપે છે, તો મારે તો અહંકારનો અવસર જ ક્યાં છે? હવે આવૃત્તિથી ફરી સૂત્રદ્વારને આશ્રીને પ્રકૃત સૂત્રોપક્ષિત અજ્ઞાનના સદ્ભાવનું ઉદાહરણ કહે છે - • નિર્ણજિ - ૧ર૧ + વિવેચન - આ નિયુક્તિને ભાવાર્થ સંપ્રદાયથી જાણવો કહીને વૃત્તિકાર કહે છે - ગંગાકૂલે બે ભાઈઓ પ્રવજિત થઈ સાધુ થયા. તેમાં એક બહુશ્રુત હતો, એક અલ્પશ્રુત હતો. તેમાં જે બહુશ્રુત હતો. તેને શિષ્યો વડે સૂત્રાર્થ નિમિત્તે સમય પસાર થતાં દિવસના એક ક્ષણ વિશ્રામ ન મળતો, રાત્રિના પણ પ્રતિપછના શિક્ષણ આદિથી ઉંઘવા મળતું ન હતું. જે અભદ્ભુત હતો તે સાધુ આખી રાત્રિ સૂઈ રહેતો હતો. કોઈ દિવસે તે બહુશ્રુત આચાર્ય નિંદ્રાવડે ખેદિત થઈને વિચારે છે કે - અહો! મારો ભાઈ પુન્યવાન છે, જે સુખેથી સુવે છે, મારા મંદપુન્ય છે કે મને ઉંઘવા મળતું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009028
Book TitleAgam Satik Part 37 Uttaradhyanan Sutra Gujarati Anuwad 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy