SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ ૩ ૪૨૯, નિ - ૧૩૬૭ • નિયુક્તિ-૧૩૬૭ + વિવેચન : જે અસમર્થ, બાળ, વૃદ્ધ, ગ્લાન અને પરિતાં હોય, તે વિકથાથી વિરહિત થઈને નિર્જરાપેક્ષી થઈને રહે. પરિતાંત - પ્રાધુર્ણક આદિ, તે પણ સ્વાધ્યાય અને ધ્યાનરત થઈને રહે છે. જ્યારે ગુરુઓ (સામાયિકમાં) રહે છે, ત્યારે તેઓ પણ “બાળ આદિ' આ વિધિથી રહે છે – • નિયુકિત-૧૩૬૮ + વિવેચન : જિનોપદિષ્ટ અને ગુરુના ઉપદેશથી આવશ્યક કરીને, ત્રણ હોય અને કાળા પ્રતિલેખના કરે તેમાં આ વિધિ છે. | જિનેશ્વર કે ગણધરે ઉપદિષ્ટ, પછી પરંપરાથી ચાવતુ આપણા ગુના ઉપદેશથી આવેલ તે આવશ્યક કરીને બીજા ત્રણ થોય કરે છે અથવા એક એકશ્લોકિકા, બીજા દ્વિગ્લોકિકા, ત્રીજા મિશ્લોકિકા, તેની સમાપ્તિમાં કાળ પ્રતિલેખના વિધિ કરવી જોઈએ. આ વિધિને રહેવા દઈને હવે કાળભેદ કહે છે – • નિયુક્તિ-૧૩૬૯ + વિવેચન : કાળ (ગ્રહણ) બે ભેદે છે - વાઘાતિમ અને બીજું જાણવું. તેમાં વ્યાઘાતમાં ઘંઘશાળામાં ઘણ અથવા શ્રાદ્ધ કથનથી છે. ગાથાનો પૂર્વાર્ધ સુગમ છે. પશ્ચાદ્ધની વ્યાખ્યા આ પ્રમાણે - જે અતિરિક્ત વસતિ અને કાર્યાટિકે સેવેલી છે, તે ઘંઘશાળા. તેમાં જતાં ઘન, પત્તન આદિ વ્યાઘાત દોષ તથા શ્રાવકના કથનથી વેળા અતિક્રમણ દોષ થાય છે. • નિયુક્તિ-૧૩૭૦નું વિવેચન : તે વ્યાઘાતવાળી બેમાં જે કાળ અને પ્રતિસારક છે તે નીકળતા, તેમને બીજા ઉપાધ્યાયાદિ અપાય છે. તે બંને કાલગ્રહીઓ આપૃચ્છા-સંદિશન-કાલાવેદન બધું જ તેને જ કરે છે. અહીં ગંડગનું દેહાંત હોતું નથી. બીજા બધાં ઉપયુક્ત થઈને રહે છે. શુદ્ધ કાળમાં ત્યાં ઉપાધ્યાયને પ્રવેદન કરે છે. ત્યારે દંડધર બહાર કાળને પ્રતિયરતો રહે છે. બીજા પણ બે અંદર પ્રવેશતા, તે ઉપાધ્યાયની સમીપે બધાં એકસાથે કાળની પ્રસ્થાપના કરે છે. પછી એક નીકળે છે, દંડધર આવે છે. તેના વડે પ્રસ્થાપના થતાં સ્વાધ્યાય કરે છે. નિર્વાઘાતમાં પશ્ચાદ્ધ છે, તેનો અર્થ આ છે – • નિયુક્તિ-૧૩૭૧નું વિવેચન : નિર્વાઘાતમાં બે જણા ગુને પૂછે છે - અમે કાળગ્રહણ કરીએ ? ગુરુ વડે અનુજ્ઞા પામીને “કૃતિકર્મ” વંદન કર્યા પછી દંડક ગ્રહણ કરીને બંને ઉપયુક્ત થઈને આવશ્ચિકી આશચ્યા કરતો અને પ્રમાર્જના કરતો નીકળે. માર્ગમાં જો ખલના પામતો કે પડતો અથવા વસ્ત્રાદિને સ્પર્શતો કૃતિકમદિ કે કંઈક વિતથ કરે, ત્યારે કાળ વ્યાઘાત. આ કાળ ભૂમિ પ્રતિવરણ વિધિ છે, ઈન્દ્રિયોમાં ઉપયુક્ત તે બંને પ્રતિચરતા, વિશ - જ્યાં ત્યારે પણ દિશા દેખાય છે, ઋતુમાં જો ત્રણ તારા દેખાય છે. પણ જો બંને ઉપયુક્ત ન હોય કે અનિષ્ટ ઈન્દ્રિયવિષય હોય. વિજ્ઞ દિશામોહ - દિશા કે તારાઓ ન દેખાય અથવા વરસાદ પડે અથવા અવાધ્યાયિક થાય ત્યારે કાળવધ કહો. - પરંતુ - • નિયુક્તિ-૧૩૭૨-વિવેચન : તે બંનેને જ ગુસમીપેથી કાળભૂમિ જતા, માર્ગમાં જો ક્ષત કે જ્યોતિ સ્પર્શે ત્યારે નિવાઁ - અટકી જાય. એવા એવા કારણોથી અવ્યાહત તે બંને પણ નિવ્યઘિાતથી કાળભૂમિ જતાં સંદશક આદિ વિધિપૂર્વક પ્રમાજીને બંને બેસે અથવા ઉભા રહીને એક-એક એમ બે દિશામાં નિરીક્ષણ કરતાં રહે. ત્યાં કાળભૂમિમાં રહીને – • નિયુક્તિ-૧૩૭૩-વિવેચન : ત્યાં સ્વાધ્યાય (1) કરતાં બંને રહે. કાળવેળાને પ્રતિયરે છે. જો ગ્રીષ્મમાં ત્રણ અને શિશિમાં પાંચ વર્ષમાં સાત કણકોને પડતા જુએ, ત્યારે વિનિવર્સે અટકી જાય હવે નિવ્યઘિાતથી પ્રાપ્ત કાળગ્રહણ વેળાએ ત્યારે જે દંડધર હોય તે અંદર પ્રવેશતા બોલે છે - કાળવેળા ઘણી પ્રતિપન્ન થઈ, હવે બોલ [શબ્દ ન કરશો. અહીં ગંડકોપમાં જે પૂર્વે કહેલ છે, તે કરે છે. • નિયુક્તિ-૧૩૩૪-વિવેચન : જેમ લોકમાં ગ્રામાદિ દંડક વડે આઘોષિત ઘણાં જ શ્રતો વડે અને અન્ય અશ્રતો વડે પ્રામાદિ સ્થિત ન કરતાં દંડ થાય છે. ઘણાં અશ્રુનો વડે ગંડાનો દંડ થાય છે. તે પ્રમાણે અહીં પણ ઉપસંહાર કરવો જોઈએ. પછી દંડઘર નીકળતાં કાળગ્રહી ઉભો થાય છે. તે આવો હોય - • નિર્યુક્તિ-૧૩૦૫ + વિવેચન : પ્રિયધર્મ, દેઢધર્મ, સંવિગ્ન, પાપભીરુ, ખેદજ્ઞ અને અભીરુ એવો સાધુ કાળ પ્રતિલેખના કરે. અહીં પિયધર્મ અને દેટધર્મની ચૌભંગી જાણવી. તેમાં આ પહેલો ભંગ છે. તે નિત્ય સંસારના ભયથી ઉદ્વિગ્ન હોય, સંવિપ્ન હોય. વન - પાપ, તેનો ભીર . જે રીતે તે ન થાય તે રીતે પ્રયત્નશીલ રહે તે પાપભીરુ કહેવાય. અહીં કાલવિધિ જ્ઞાયક ખેદજ્ઞ, સત્વવાળો, અભીરુ, આવો સાધુ કાળ પ્રતિચક અને પ્રતિજાગક થાય. અર્થાત્ કાળગ્રાહી - કાળગ્રહણ લેનારો થાય. એ પ્રમાણે ગાથાર્ય છે. તે વેળાને પ્રતિયરતો આવા પ્રકારે કાળને તુલના કરે છે.
SR No.009025
Book TitleAgam Satik Part 34 Aavashyak Sutra Gujarati Anuwad 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aavashyak
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy