SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપોદ્દાત નિ ૪૧૯,૪૨૦ કહા. હવે ચકવર્તી અને વાસુદેવનું અંતર બતાવવા કહે છે - • નિયુક્તિ -૪૨૧ - બે ચકવતી, પછી પાંચ વાસુદેવ, પછી પાંચ ચકી. પછી વાસુદેવ, ચક્રવર્તી, વાસુદેવ, ચકવત, વાસુદેવ, પછી બે ચક્રવર્તી, પછી વાસુદેવ અને પછી ચક્રવર્તી એ ક્રમે થયા. • વિવેચન-૪૨૧ - પહેલા કહેવાયેલા લક્ષણ કાળમાં બે ચવર્તી થયા, પછી બિપૃષ્ઠ આદિ પાંચ વાસુદેવ થયા, ફરી મઘવા આદિ પાંચ ચક્રવર્તી થયા. પછી પુરપુંડરીક વાસુદેવ, પછી સુભૂમ નામે ચકી, પછી દત્ત નામે વાસુદેવ, ફરી પડાનાભ ચકી, પછી નારાયણ વાસુદેવ, પછી હરિપેણ અને જય નામે બે ચક્રવર્તી, પછી કૃષ્ણ વાસુદેવ, છેલ્લે બ્રહ્મદત્ત નામે ચક્રવર્તી થયો. -- આનુષંગિક કહી હવે ફરી મૂળ કથન કરે છે – • ભાષ્ય-૪૪+વિવેચન : એટલામાં નરવરેન્દ્ર ભરતે પૂછ્યું કે હે તાત ! આ આટલી પર્ષદામાં ભરતોગમાં થનાર બીજા કોઈ તીર્થકરનો જીવ છે ? • નિયુક્તિ -૪૨૨ થી ૪૨૪ : આધ પરિવ્રાજક, ભગવંત ઋષભનો પત્ર, સ્વાધ્યાય અને ધ્યાન યુક્ત છે, એકાંતમાં તે મહાત્મા ધ્યાન ધરે છે... ત્યારે નરેન્દ્ર ભરતે પૂછતાં જિનેન્દ્ર ઋષભ કહે છે કે આ - ધર્મવર ચક્રવતી છેલ્લા “ધીર' નામે તીર થશે... આ મરીચિ વાસુદેવોમાં પહેલો ત્રિપૃષ્ઠ નામે વાસુદેવ અને પોતાનપુર અધિપતિ થશે. વિદેહ ક્ષેત્રમાં મૂકા નગરીમાં પિયમિત્ર નામે ચક્રવર્તી થશે. • વિવેચન-૪૨૨ થી ૪ર૪ - ગાથાર્થ કહ્યો, તે સિવાય વિશેષ આ - પરિવ્રાજકd પ્રવર્તાવાથી આદિ - પહેલો. નતા - પત્ર. સ્વાધ્યાય એ જ ધ્યાન તે સ્વાધ્યાયયાત * * * * * પોતાનાધિપતિ-પોતા નામે નગરીનો અધિપતિ - ૪ - • નિયુક્તિ-૪૫ થી ૪૩૨ : ભગવંતને તે વચન સાંભળીને ભરત રાજ ઉભા થયેલાં રૂંવાટાવાળા શરીરયુક્ત થયો, પિતા-ઋષભને વંદન કરીને મરીચિને વંદન કરવા ગયો. તે વિનયપૂર્વક ત્યાં જઈ મરીચિને ત્રણવાર પ્રદક્ષિણા કરીને વાંદે છે, આવા મધુર, વચનો વડે સ્તવના કરતાં કહે છે – જેટલાં સારા લાભો છે, તે તમે પ્રાપ્ત કર્યા છે, તમો ધર્મચક્રવર્તી અથતિ ‘વીર' નામે છેલ્લા અ4િ ચોવીશમાં તીક્ર થશો ઈત્યાદિ ગાથા-૪ર૪ મુજબ બધું કહેવું. હું તારા આ જન્મને કે પરિતાજકપણાંને વંદન કરતો નથી, પરંતુ તમે છેલ્લા તીર થશો, તેથી તંદન કરું છું. એ પ્રમાણે સ્તવના કરી, ત્રણ પ્રદક્ષિણા કરી, પિતા-ઋષભદેવને પૂછીને વિનીતાનગરીમાં ગયો. ભરતરાજાના વચનોને સાંભળીને ત્રિપદીને ત્રણવાર પછાડીને, ઉત્પન્ન ૧૮૦ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ થયેલાં હાવાળો મરીચિ આમ બોલે છે – હું પહેલો વાસુદેવ થઈશ, મહાવિદેહમાં મૂકા નગરીમાં ચકવ થઈશ અને છેલ્લો તીર્થકર થઈશ, મારે આટલું તો બહુ થયું. વાસુદેવોમાં હું પહેલો, મારા પિતા પહેલાં ચક્રવર્તી અને મારા દાદા પહેલાં તી , ખરેખર ! મારું કુળ ઘણું ઉત્તમ છે. • વિવેચન-૪૫ થી ૪૩૨ - ગાથાર્થ બધો કહેલ હોવાથી, હવે માત્ર વિશેષવૃતિ જ નોંધેલ છે – તર્વવન • તીર્થકરના મુખથી નીકળેલ વચન. પિતા-તીર્થકર, મરીચિને અભિનંદનાર્થે ગયો. વિના - કરવા યોગ્ય, તિવણુ - ત્રણ વખત, યંત્ર - વાણી, ના[ - અમ્યુદય પ્રાપ્તિરૂપ - Yકાર અર્થે છે. રાવતુર્વરમ્ - ચોવીશમાં. એકાંત સભ્ય દર્શનાતુરંજિત હૃદયથી ભાવિ તીર્થકરની ભક્તિ માટે, તેના વંદનાર્થે ઉધત થયો - x •x - *' - નિપાતાર્થે અવયવ છે, પિતt - પિતા ઋષભદેવને, વિનીતા - અયોધ્યા, પ્રિપદી - રંગ મધ્યે ગયેલા મલ્લની જેમ, faā - ત્રણ વખત. પૃચ્છાદ્વાર કહ્યું, હવે નિર્વાણ દ્વારને કહે છે - નિયુક્તિ -૪૩૩,૪૩૪ - હવે ભવનું મથન કરનાર ઋષભદેવ ભગવંત અર્જુન એક લાખ પૂર્વ સાધુપણામાં વિચરીને, અનુક્રમે અષ્ટાપદ પર્વત પહોંચ્યા. ત્યાં ચૌદ ભકત અથતિ છે ઉપવાસથી ૧૦,૦૦૦ સાધુઓ સાથે અનુત્તર એવા નિવણિ-મોક્ષ સુખને પામ્યા. • વિવેચન-૪૩૩,૪૩૪ - - x - ભાવાર્ય સુગમ છે. વિશેષ એ કે - ચૌદ ભક્ત એટલે છ ઉપવાસ. ભગવંતને અષ્ટાપદ પર્વતે મોક્ષે ગયા સાંભળીને ભરત દુ:ખથી સંતપ્ત માનસથી, પગે ચાલીને અષ્ટાપદે ગયો. દેવો પણ ભગવંતને મોક્ષે ગયેલા જાણીને અષ્ટાપદ પર્વત દિવ્ય વિમામાં આરૂઢ થઈને આવ્યા. કહ્યું છે કે – ભગવંતનું મોક્ષગમન થતાં દેવો દેવાવાસથી સાવ અષ્ટાપદ પર્વતે આવવા ઉધત થયા. અવિરહિતપણે દેવો અને દેવી ત્યાં સંચરે છે. - x - હવે નિર્વાણ ગમન વિધિ કહે છે – • નિયુક્તિ -૪૩૫ - (૧) નિવણ, (૨) ચિતિકા ચના - જિનની, ઈક્વાકુની અને બાકી મુનિની, (૩) દાઢા, (૪) સૂપ અને જિનગૃહ, (૫) યાચક (૬) હિતાનિ શ€. • વિવેચન-૪૩૫ - મૂિર્ણિમાં પણ આ વર્ણન જોવું (૧) નિવણ-ભગવંત ૧૦,૦૦૦ મુનિ સાથે નિર્વાણ પામ્યા. -x-(૨) ચિતિકા રચના - ગોળ, ત્રિકોણ અને ચોરસ ત્રણ ચિતા ચી. એક પૂર્વમાં, બીજી દક્ષિણમાં, ત્રીજી પશ્ચિમમાં. પૂર્વમાં તીર્થકરની, દક્ષિણમાં ઈક્વાકુની, પશ્ચિમમાં બાકીનાની. પછી અગ્નિકમારોએ મુખમાંથી અગ્નિ ફેંકયો. - x • વાયુકુમાર પવન વહેવડાવ્યો, માંસ અને લોહી બળી ગયા પછી મેઘકુમાર દેવોએ સુગંધી ક્ષીરોદજળથી તેને શાંત કર્યો.
SR No.009022
Book TitleAgam Satik Part 31 Aavashyak Sutra Gujarati Anuwad 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aavashyak
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy