SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપોદ્દાત નિ 484 * વિવેચન-૪૮૪ - વૃિત્તિકાશ્રીએ આ રીતે જ પદો આપ્યા છે. પદાર્થ કથા વડે -]. ત્યારપછી ભગવંત તંબાક નામના ગામે આવ્યા. ત્યાં નંદિપેણ નામે સ્થવિર, બહુશ્રુત, ઘણાં પરિવારવાળા, ભગવંત પાના સંતાનીય સાધુ (આચાર્ય હતા. તેઓ પણ જિનકાનું પરિકર્મ કરતા હતા. ભગવંત પણ બહાર પ્રતિમા ધ્યાને રહેલા હતા. ગોશાળો પૂર્વવત્ નંદિપેણ આચાર્યના શિષ્યો પાસે જાય છે, પૂછે છે અને ખિંસા [તિરસ્કારાદિ] કરે છે. તે આચાર્ય ભગવંત તે દિવસે ચાર રસ્તે પ્રતિમા વડે સ્થિર રહેલા હતા. પછીથી ત્યાંના કોટવાળના પુત્ર વડે આચાર્યને ચોર છે તેમ માનીને ભાલા વડે હસ્યા. બાકી મુનિચંદ્રસૂરિશ્વતુ જાણવું. ચાવતુ ગોશાળો તેમના શિષ્યોને જગાડીને આવ્યો. પછી ભગવંત કૂપિકા સંનિવેશ ગયા ત્યાં તે લોકોએ ભગવંતને (અને ગોશાળાને જાસુસ માનીને પકડ્યા, બાંધ્યા અને માર્યા. ત્યાં લોકો બોલવા લાગ્યા કે અહો ! દેવાર્ય રૂપ અને ચૌવનથી અપ્રતિમ છે, તેમને જાસુસ માનીને પકડેલા છે. ત્યાં વિજયા અને પ્રગભા બંને ભગવંત પાર્શ્વની અંતેવાસિની હતી, જેમણે પછીથી પરિવાજિકાપણું સ્વીકારેલ હતું. તેઓએ કો પાસે સાંભળેલું કે - તીર્થકરની દીક્ષા થઈ છે, તો આપણે જઈએ અને ત્યાં જોઈએ. કોણ જાણે ? કદાચ ભગવંત પણ હોય. ત્યાં જઈને ભગવંતને મુક્ત કરાવ્યા અને કહ્યું - હે દુરાત્માઓ ! શું તમે જાણતા નથી કે આ છેલ્લા તીર્થકર છે અને રાજા સિદ્ધાર્થના પુત્ર છે ? હવે તમને બંનેને શક ઉપાલંભ આપશે. ત્યારે તેઓએ ભગવંતને મુક્ત કરી દીધા અને તેમની ક્ષમાયાચના કરી. ‘પ્રત્યેક' એટલે પૃથક્ - પૃથક, સ્વામી અને ગોશાળો. તે બંને આગળ ચાલતા બે માર્ગો આવ્યા. ત્યારે ગોશાળો કહે છે કે - હું આપની સાથે આવીશ નહીં. કેમકે તમે, મને મારનારને રોકતા કે નિવારતા નથી. વળી આપની સાથે ઘણાં ઉપસર્ગો થાય છે અને બીજાએ પહેલાં મને મારે છે. તેથી હું એકલો જ વિચરીશ. ત્યિાં રહેલાં સિદ્ધાર્થ વ્યંતરે [ભગવંતને બદલે જવાબ આપ્યો કે તું જાણ. ત્યારે ભગવંત વિશાલામુખ તરફ ચાલ્યા. ગોશાળો ભગવંતને છોડીને બીજે ચાલ્યો. માર્ગમાં ભાંગેલ રતો આવ્યો. ત્યાં ચોરો વૃક્ષ વળગીને અવલોકતા હતા. તેમણે જોયા અને બોલ્યા કે કોઈ એક નગ્ન શ્રમણ આવે છે. તેઓ બોલ્યા કે- આ બીતો નથી, કંઈ હરણ કરવા યોગ્ય પણ નથી, તેથી 224 આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ તેને પીડવો નહીં ઈત્યાદિ * નિયુક્તિ-૪૮૫ - ચોટ વડે મામિાં ગોળો પકડાયો. મામા-મામો કરીને માર્યો. ભગવંત વૈશાલીમાં, કર્મકાર, ઘણ વડે દોડવું, દેવેન્દ્રનું આવવું. * વિવેચન-૪૮૫ - વૃિત્તિકારશ્રીએ આ રીતે પદો જ મૂક્યા છે, પદાર્થ કથાનુસાર જાણવો.] માર્ગમાં 500 ચોરો મળ્યા, ગોશાળાને માર્યો. “આ તો મામો છે . મામો” એમ કહીને ચીડવ્યો. ત્યારે ગોશાળો વિચારે છે કે- આના કરતા તો ભગવંત સાથે જ વિચરવું સારું. કેમકે ભગવંતને તો કોઈક પણ છોડાવશે. ત્યાં નિશે મુક્તિ થશે * કોઈક છોડાવશે. ત્યારે ભગવંતને શોધવાનું તેણે આરંભ કર્યો - શરું કરી દીધું. ભગવંત પણ વૈશાલી ગયા. ત્યાં કર્મકરશાળામાં અનુજ્ઞા લઈને પ્રતિમા દયાને રહ્યા. તે શાળા જન સાધારણની સ્વાધીન હતી. ત્યાં તેમને રહેવા માટેની અનુજ્ઞા પ્રાપ્ત થઈ હતી. કોઈ દિવસે ત્યાં કોઈ કર્મકર છ માસથી બિમાર હતો. તે સાજો થઈને આવ્યો. પ્રશસ્ત તિથિ અને કરણમાં આયુધો લઈને આવેલો, તેણે ભગવંતને જોવા તેથી અમંગલ થશે એમ માનીને ભગવંતને ઘણ લઈને મારવા દોડ્યો. તે વખતે દેવેન્દ્ર શકએ અવધિજ્ઞાનનો પ્રયોગ કર્યો. એટલામાં શક જુએ છે, તેટલામાં તે લુહાર ઘણી નજીક આવી ગયો. શકો તુરંત જે તેના ઉપર ઘણને સાબુ, લુહાર તુરંત જ મૃત્યુ પામ્ય. ત્યારપછી શક્ર ભગવંતને વાંદીને ગયો. * નિયુક્તિ-૪૮૬ : ગ્રામક, બિભેલકયા, તાપસી, ઉપશમ થતા સ્તુતિ, છ8 વડે શાલિશ, વિશુદ્ધયમાન વેશ્યાથી લોકાવધિ જ્ઞાન. * વિવેચન-૪૮૬ : ત્યારપછી ભગવંત ગ્રામીક નામના સંનિવેશે ગયા. ત્યાં બિભિતક નામના ઉધાનમાં બિભેલક નામે યક્ષ હતો. તેણે પ્રતિમા ધ્યાને રહેલા ભગવંતને મહિમા કર્યો પૂિજાદિ કિ.]. ત્યાંથી ભગવંત શાલિશી" નામના ગામે ગયા. ત્યાં ઉધાનમાં પ્રતિમા સ્થાને રહ્યા. ત્યારે માઘ મહિનો વર્તતો હતો. ત્યાં કટપૂતના નામે વ્યંતરી હતી. તેણીએ ભગવંતને જોયા. ભગવંતના તેજને સહન ન કરતી એવી તે પછી તાપસી રૂપ વિક્ર્વીને આવી. વલ્કલના વસ્ત્રો ધારણા કર્યા. જટામાં ભરેલા પાણી વડે ભગવંતના સમગ્ર શરીર ઉપર પાણીનો છંટકાવ કરે છે, પછી ત્યાં રહીને વાયુ વિકર્વે છે તે ઠંડા વાયુ અને ઠંડા પાણીથી બીજો કોઈ હોત તો ભાગી ગયો કે થીજી ગયો હોત.
SR No.009022
Book TitleAgam Satik Part 31 Aavashyak Sutra Gujarati Anuwad 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aavashyak
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy