SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપોદ્ઘાત નિ ૪૬૮ શ્રાવિકાએ કહ્યું – તું બીજે ક્યાંય ભમીશ નહીં. તું જેટલું ગોરસ લાવીશ, તે બધું હું લઈ લઈશ. એ પ્રમાણે તે બંનેની સંગતિ-મૈત્રી થઈ. ૨૧૧ શ્રાવિકા તેણીને ગંધયુટિકા આદિ આપતી. આભીરી પણ તેને કૂચિક આદિ કે દૂધ, દહીં આપતી હતી. એ પ્રમાણે તેમને દૃઢ મૈત્રી થઈ. કોઈ દિવસે આભીરીના ગોપનો વિવાહ નક્કી થયો. ત્યારે તેણીએ શ્રાવકશ્રાવિકા બંનેને નિમંત્ર્યા. તેઓએ કહ્યું કે અમે કામમાં હોવાથી આવી શકીશું નહીં. પણ જો તમારે ઉપયોગમાં હોય તો ભોજન માટે વાસણ, કડાયા, વસ્ત્રો, આભરણો, ધૂપ, પુષ્પ, ગંધ, માળાઆદિ વ-વહુ માટે જે જોઈએ તે લઈ જજો. પણ તે પ્રમાણે આપ્યું. તેના વડે આભીરીને ત્યાં ઘણી શોભા વધી. લોકોએ પણ પ્રસંસા કરી, તે આભીર-આભીરીએ ખુશ થઈને બે-ત્રણ વર્ષના બળદો, જે હષ્ટશરીરી હતા તેને લાવીને ભેટ આપ્યા. તેના કંબલ અને શંબલ નામ પાડ્યા, શ્રાવક-શ્રાવિકા તો લેવા ઈચ્છતા ન હતા, પણ આભીર દંપતિ ધરાર બળદોને બાંધીને ગયા. ત્યારે તે શ્રાવકે વિચાર્યુ – જો આને છોડી મૂકશું, તો લોકો તેનું વહન કરશે. તેના કરતાં ભલે અહીં જ રહેતા. પ્રાસુક ચારો ખરીદીને આપતા હતા. એ પ્રમાણે તેનું પોષણ કરતા હતા. તે શ્રાવક આઠમ, ચૌદશાદિ દિવસે ઉપવાસ કરતાં અને પુસ્તક વાંચન કરતા હતા. બંને બળદ પણ તે સાંભળીને ભદ્રિક થઈ ગયા. જે દિવસે શ્રાવક ન જમતા, તે દિવસે તે બંને પણ જમતા ન હતા. તે શ્રાવકને એવો ભાવ જન્મ્યો કે – આ બંને બળદ ભવ્ય અને ઉપશાંત જીવો છે તેના પ્રત્યે અભ્યધિક સ્નેહ થયો. તે બંને બળદ રૂપવંત - સોહામણા લાગતા હતા. તે શ્રાવકને એક મિત્ર હતો. ત્યાં ભંડીરમણ યાત્રા નીકળવાની હતી. આ બે બળદ જેવા બીજા કોઈ જ બળદો ત્યાં ન હતા. ત્યારે તે મિત્રએ શ્રાવકને પૂછ્યા વિના જ તે બંને બળદને લઈ જઈને તે ભંડી યાત્રામાં જોડી દીધા − [ગાડા આદિમાં લગાડ્યા] ત્યાં બીજા-બીજાઓ વડે પણ સારી રીતે દોડ કરાવાઈ, ત્યારે તે બંને બળદોને સાંધા ભાંગી ગયા. તે મિત્ર બંને બળદને લાવીને ચુપચાપ ત્યાં બાંધીને પાછો ચાલ્યો ગયો. ત્યારપછી તે બંને બળદો ચરતા ન હતા, પાણી પીતા ન હતા. જ્યારે સર્વથા ભોજન-પાણીની ઈચ્છા ન કરી ત્યારે તે શ્રાવકે તે બંને બળદને ભોજનના પ્રત્યાખ્યાન કરાવી દીધા. પછી નવકાર સંભળાવ્યા. તે બંને કાળ કરી નાગકુમાર દેવમાં ઉત્પન્ન થયેલા. આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ બંને દેવો હજી અવધિજ્ઞાનનો પ્રયોગ કરીને જુએ છે, તેટલામાં તીર્થંકર ભગવંતને ઉપસર્ગ કરાતો જોયો. ૨૧૨ ત્યારે તે બંનેએ વિચાર્યુ કે, બીજા કાર્યોથી સર્યુ, પહેલાં તો ભગવંતને આ ઉપસર્ગમાંથી મુક્ત કરાવીએ. બંને દેવ નીચે આવ્યા. એક દેવ નાવને ગ્રહણ કરી, બીજો દેવ સુષ્ટ્ર સાથે યુદ્ધે ચડ્યો. આ દેવ મહાઋદ્ધિવાળો હતો. જ્યારે સુદૃષ્ટ્ર તો ચ્યવનકાળ હતો, વળી આ દેવ હમણાં જ ઉત્પન્ન થયેલો. તે દેવ કંબલ-શંબલ દેવ વડે પરાજય પામ્યો. ત્યારે તે બંને નાગકુમારદેવોએ તીર્થંકર ભગવંતના સત્વ અને રૂપની સ્તુતિ કરી, લોકોએ પણ તેમ કર્યુ. પછી સ્વામી ગંગા નદી પાર ઉતર્યા. ત્યારે દેવો વડે ત્યાં સુગંધી ગંધોદકની અને પુષ્પની વૃષ્ટિ કરાઈ કંબલ-શંબલ બંને દેવો પણ પાછા નાગકુમારભવને ગયા. આ જ કથાનો ઉપસંહાર કરતા કહે છે – • નિયુક્તિ-૪૬૯ થી ૪૭૧ : સુરભિપુર, સિદ્ધયાત્ર, ગંગાનદી, કૌશિક, વિદ્વાન્ ક્ષેમલિક, નાગકુમાર સુર્દષ્ટ, સિંહ, બલ-શંબલ અને નિમહિમા, મથુરામાં જિનદાસ, આભીર, વિવાહ, બળદ, ઉપવાસ, ભંડીરયાત્રા, મિત્ર, અપત્ય, ભકત, નાગલોકમાં, આગમન. વીરવર ભગવંત, નાવમાં આરૂઢ, ઉપરાર્ગ કર્યો, મિથ્યાદષ્ટિ, ભગવંતને વિક્ષેપ, કંબલ-શંબલ, નાવ પાર ઉતારવી. [આ ત્રણ નિયુક્તિમાં આટલા શબ્દો નોધાયેલા છે. • વિવેચન-૪૬૯ થી ૪૭૧ : વૃત્તિકારે પણ શબ્દોની નોંધ કરીને જણાવી દીધું છે કે અક્ષર ગમનિકા સ્વ બુદ્ધિએ કરી લેવી. અમે ગાથાર્થમાં શબ્દો નોંધેલ જ છે અને કંબલ-શંબલની કથા ઉપરની નિયુક્તિના વિવેચનમાં કહેલ છે.] ત્યારપછી ભગવંત નદી કિનારે ઈપિથિકી પ્રતિક્રમે છે ત્યાંથી આગળ ચાલતા ભગવંતના પગલાં નદીની રેતીમાં પડે છે ત્યારે પુષ્પ નામે સામુદ્રિક ભગવંતના પગના લક્ષણો કાદવમાં જામેલા જોઈને તે લક્ષણો ઉપરથી વિચારે છે કે - આ કોઈ ચક્રવર્તી એકલા જઈ રહ્યા છે, હું તેની પાછળ જઈને અનુસરું. તેનાથી મને આવા ભોગો પ્રાપ્ત થશે. તેથી હું તેની કુમારપણામાં જ સેવના કરું. ભગવંત પણ સ્થૂણા સંનિવેશના બહારના ભાગમાં પ્રતિમા ધ્યાને સ્થિત રહ્યા. ત્યાં જઈને ભગવંતને જોઈને તે પુષ્પ સામુદ્રિક વિચારે છે કે – અહો! હું ઘાસના પૂળા જ ભણ્યો. આવા લક્ષણોથી યુક્ત છે. આના વડે સાધુપણું તો ભાવિત થતું નથી. આ તરફ દેવેન્દ્ર દેવરાજ શક્રએ અવધિજ્ઞાન વડે જોયું કે – હાલ ભગવંત
SR No.009022
Book TitleAgam Satik Part 31 Aavashyak Sutra Gujarati Anuwad 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aavashyak
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy