SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપોદ્ઘાત નિ ૪૫૩ ૧૯ ૨૦૦ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ અહીં આ કથા છે – એક જ દેવદુષ્ય વડે દીક્ષા લે છે. • x• પિતાનો મિત્ર ધિગુજાતિય આવ્યો. તે દાન અવસરે ક્યાંક ગયેલો હતો. આવ્યો ત્યારે પત્નીએ તતડાવ્યો. સ્વામીએ આવો પરિત્યાગ કર્યો. હવે તમે વનમાં જાઓ અને તેમની પાસે માંગો તો કદાચ કંઈક પણ મળશે. તે બ્રાહ્મણે કહ્યું - ભગવંત! તમે મને કંઈ આપેલ નથી, તો હજી પણ કંઈક આપો. ત્યારે સ્વામીએ તે દેવદૂષ્યનું અડધું આપ્યું. કેમકે બાકીનો પરિત્યાગ ન કર્યો. પછી તંતુવાર પાસે આવ્યો. આની દશી બાંધી આપ. વણકરે પૂછ્યું કે આ ક્યાંથી, પ્રાપ્ત થયું ? બ્રાહ્મણે જણાવ્યું કે- ભગવંતે આપ્યું છે. વણકરે કહ્યું - તેનું બાકીનું અડધું લઈ આવ. જ્યારે ભગવંતના ખંભેથી પડે ત્યારે લાવજે, હું તને વણી આપીશ. તે વખતે તેના લાખ મૂલ્ય ઉપજશે, તે આપણે બંને અડધા-અડધા લઈ લઈશું. બાકી આગળ કહીશું. તે ભગવંતને ચારિત્ર સ્વીકારના બીજા જ સમયે મન:પર્યવ જ્ઞાન ઉત્પન્ન થયું. બધાં જ તીર્થકરને આ ક્રમ છે – • ભાગ-૧૧૦ : તીર્થકરો જ્યાં સુધી ગૃહવાસમાં હોય છે, ત્યાં સુધી ત્રણ જ્ઞાનથી યુકત હોય છે, ચાઅિ સ્વીકારે પછી છાસ્થ રહે ત્યાં સુધી તેઓ ચાર જ્ઞાનવાળા રહે છે. - વિવેચન-૧૧૦ : ત્રણ જ્ઞાન - મતિ, શ્રત, અવધિ. તીર્થંકર - તીર્થ સ્વાના આચાર વાળા. શું સર્વકાળ ? ના, જ્યાં સુધી ગૃહવાસમાં રહે ત્યાં સુધી. •x - છાસ્થાવસ્થા સુધી ચાર જ્ઞાનવાળા રહે છે. એ પ્રમાણે આ ભગવંતે પણ યાત્રિ સ્વીકારીને મન:પર્યવ જ્ઞાન પ્રાપ્ત કર્યું. જ્ઞાતખંડથી સ્વજનોને પૂછીને કમરગામે ગયા. • ભાષ્ય-૧૧૧ - કુંડ૫થી બહાર જ્ઞાતખંડ ઉધાનમાં, સર્વે જ્ઞાતકોને પૂછીને મુહૂર્ત પ્રમાણ દિવસ બાકી રહો ત્યારે ભગવત પહોંચ્યા. • વિવેચન-૧૧૧ - કંડપુરથી બહાર ઈત્યાદિ. તેમાં જ્ઞાતક-સ્વજન, બઘાં - જેઓ નીકટ હતા તે. ત્યાંથી કમગામ જવાને માટે નીકળ્યા. તેમાં બે માર્ગ હતા. એક જળમાર્ગ, બીજો સ્થળમાર્ગ. ભગવંત સ્થળ માર્ગે ગયા. મુહર્ત શેપ દિવસ રહેતા તેઓ. કમરિગ્રામ પહોંચ્યા. ત્યાં પ્રતિમા યાને સ્થિત થયા. એટલામાં - ત્યાં એક ગોવાળ તે દિવસે બે બળદોનું વહન કરતો ગામ નજીક આવ્યો, ત્યારે વિચારે છે કે આ બંને ગામની નજીક ચરે છે, તેટલામાં હું ગાયને દોહીને આવું. તે પણ ઘેર કામ પતાવીને આવ્યો. બંને બળદો પણ ચરતા-ચરતા અટવીમાં પ્રવેશી ગયા. તે ગોવાળે આવીને ભગવંતને પૂછ્યું કે - આ બંને બળદ ક્યાં ગયા ? ત્યારે ભગવંત મૌન જ રહ્યા. ગોવાળને થયું કે આ જામતા નથી. ત્યારે બળદોને શોધવા લાગ્યો. આખી રાત્રિ તપાસ કરી. તે બંને બળદો પણ ઘણે લાંબે ભટકીને ગામની નજીક આવી ગયા અને માણસને જોઈને ખુશ થઈ ત્યાં ઉભા રહ્યા. ત્યારે ગોવાળે આવીને બળદને જોયા. ત્યારે ક્રોધિત થઈ તે ગોવાળ દોરડું લઈને ભગવંતને મારવા દોડ્યો. આણે જ બળદને છૂપાવ્યા હતા, જેથી સવારે લઈ જઈ શકે. તે વખતે દેવરાજ શક વિચારે છે : ભગવંત, આજે પહેલાં દિવસે શું કરે છે ? જોઉં. જ્યાં જોયું ત્યાં ગોવાળને માસ્વા દોડતો જોયો. ત્યારે તેને ખંભિત કરી દીધો. પછી આવીને તેની તર્જના કરી - હે દુરાત્મા ! તું જાણતો નથી કે સિદ્ધાર્થ રાજાનો પુત્ર છે અને દીક્ષા લીધી છે. આ અવસરે ભગવંતની માસીનો પુત્ર સિદ્ધાર્થ, કે જે બાલતપ કર્મ વડે મરીને વ્યંતર થયેલો, તે આવ્યો. ત્યારે શકએ કહ્યું- ભગવત્ ! આપનું શ્રામાણ્ય ઉપસર્ગની બહુલતાવાળું છે. હું બાર વર્ષ આપની વૈયાવચ્ચ કરીશ ત્યારે ભગવંતે તેને ઉત્તર આપ્યો - હે દેવેન્દ્ર ! એવું થયું નથી, થતું નથી કે થશે પણ નહીં કે અરહંતો કોઈ દેવેન્દ્ર કે અસુરેન્દ્રની નિશ્રા કરીને કેવળજ્ઞાન ઉત્પન્ન કરે. અથવા સિદ્ધિ ગતિમાં જાય અરહંતો પોતાના જ ઉત્થાન, બળ, વીર્ય, પુરક્ષકાર પરાક્રમથી કેવળજ્ઞાનને ઉત્પન્ન કરે છે . પામે છે. ત્યારે શક્રેન્દ્રએ સિદ્ધાર્થ વ્યંતરસ્તે કહ્યું કે – આ તારા સ્વજન છે. વળી આ મારી આજ્ઞા છે - જો ભગવંતને કોઈ મારણાંતિક ઉપસર્ગ કરે, તો તારે તેને રોકવો. સિદ્ધાર્થે તે વાત સ્વીકારી, શક પાછો ગયો. તે દિવસે ભગવંતને છનું પારણું હતું. પછી ભગવત્ વિહાર કરતાં કોલ્લામ સંનિવેશમાં ગયા, ત્યાં ભિક્ષાર્થે પ્રવેશ કર્યો. બહલ બ્રાહ્મણના ઘેર ગયા. ત્યાં કોલ્લાક સંનિવેશમાં બહુલ બ્રાહ્મણે ખાંડ-ઘીથી સંયુક્ત પરમાન્ન-ખીર વડે પ્રતિલાભિત કર્યા. ત્યાં પંચ દિવ્ય પ્રગટ થયા. આ જ કથનનો ઉપસંહાર કરતાં કહે છે – • નિયુક્તિ-૪૬૧ - ગોવાળના નિમિતે આવેલો દેવેન્દ્ર શક ભગવંત પાસે રહેવા વિનંતી કરે છે. કોલ્લાનમાં બહુલને ત્યાં છÉનું પારણું, ખીર વહોરાવી. વસુધારા-ધનની વૃષ્ટિ થઈ. • વિવેચન-૪૬૧ - મારવાને માટે ઉઘત થયેલ ગોવાળના નિમિતે, અવધિજ્ઞાનને પ્રયુક્તલ એવો
SR No.009022
Book TitleAgam Satik Part 31 Aavashyak Sutra Gujarati Anuwad 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aavashyak
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy