SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ |૨૭૬ - ગૌતમ ! જ્યારે-જ્યારે પોત-પોતાના પ્રતિનિયત મંડલને ઉ૫સંક્રમિત થઈને ચાર ચરે છે, તે-તે પોતાના મંડલ સંબંધી પરિધિથી ૧૮૩૫ યોજન જાય છે. તે મંડલને ૧,૦૯,૮૦૦ વડે છેદીને. અહીં પણ પ્રથમથી મંડલકાળ નિરૂપણીય છે. પછી તેના-તેના અનુસાર મુહૂર્તગતિ પરિમાણ ભાવના છે. તેમાં મંડલ કાળ પ્રમાણ વિચારણામાં આ ઐરાશિક – જો ૧૮૩૫ વડે સલયુગવર્તી અર્ધમંડલ વડે બીજા અઠ્ઠાવીશ નક્ષત્રની અપેક્ષાથી અર્થાત્ પૂર્ણ મંડલ વડે ૧૮૩૦ અહોરાત્ર પ્રાપ્ત થાય છે, તો બે અર્ધમંડલો વડે અર્થાત્ એક પરિપૂર્ણ મંડલ વડે શું પ્રાપ્ત થાય છે ? ત્રણ રાશિની સ્થાપના – ૧૮૩૫/૧૮૩૦/૨. અહીં અંત્યરાશિ-૨-વડે, મધ્યરાશિને ગુણતા - ૧૮૩૦ ૪ ૨ = ૩૬૬૦ થાય. તેને આધ રાશિ ૧૮૩૫ વડે ભાગ દેતા ૧૩૬૬૦ - ૧૮૩૫થી ૧-અહોરાત્ર આવશે અને શેષ રહેશે-૧૮૨૫. તેથી મુહૂર્ત લાવવાને માટે આ સંખ્યાને ૩૦ વડે ગુણતા આવશે - ૫૪,૭૫૦. તેને ૧૮૩૫ ભાગથી ભાંગતા પ્રાપ્ત થશે-૨૯. શેષ છેધ-છેદ+રાશિ રહેશે - ૧૫૩૫ - ૧૮૩૫. ઉક્ત રાશિને પ-વડે અપવર્તના કરતાં ઉપરની રાશિ રહેશે - ૩૦૭ અને ૧૨૫ ભાગ થશે. તેથી ૧૨૯ - છૈદકરાશિ રહેશે - ૩૬૭. અર્થાત્ - ૩૦૭/૩૬૭ તેથી આવેલ-૧-અહોરાત્ર અને એક અહોરાત્રના ૨૯-મુહૂર્તો અને એક મુહૂર્તના ૩૦/૩ ૩૬૭ 309/389. હવે આના અનુસાર મુહૂર્તગતિ પરિમાણ વિચારીએ, તેમાં અહોરાત્રમાં ૩૦મુહૂર્તો, તેમાં ઉપરના ૨૯ મુહૂર્તો ઉમેરીએ, તેથી થશે ૫૯-મુહૂર્તો, પછી તેને સવર્ણનાર્થે ૩૬૦ વડે ગુણવામાં આવે, ગુણીને ઉપસ્તિન ૩૦૭ ઉમેરીએ, તેનાથી ૨૧,૯૬૦ આવશે. પછી ખૈરાશિક – જો મુહૂર્તગત ૩૬૭ ભાગોને ૨૧,૯૬૦ ભાગો વડે ૧,૦૯,૮૦૦ મંડલ ભાગો પ્રાપ્ત થાય, તો ૧-મુહૂર્તથી કેટલાં પ્રાપ્ત થાય ? અહીં ત્રિરાશિ સ્થાપના - ૨૧,૯૬૦/૧,૦૯,૮૦૦/૧. અહીં આધરાશિ મુહૂર્તગત ૩૬૭ ભાગરૂપ છે, તેથી અંત્ય રાશિ વડે ૩૬૭ થશે. કેમકે ૩૬૭ X ૧ = ૩૬૭. તેને મધ્યરાશિરૂપ ૧,૦૯,૮૦૦ વડે ગુણતાં ૧,૦૯,૮૦૦ x ૩૬૭ = ૪,૦૨,૯૬,૬૦૦ આવશે. તેને આધ રાશિ-૨૧,૯૬૦ વડે ભાંગતા પ્રાપ્ત સંખ્યા થશે - ૧૮૩૫. આટલા ભાગથી નક્ષત્ર પ્રતિમુહૂર્તમાં જાય છે. આ ભાગાત્મક ગતિ વિચારણા ચંદ્રાદિ ત્રણના યથોત્તર ગતિ શીઘ્રત્વમાં પ્રયોજન છે. તે આ રીતે – બધાં કરતાં નક્ષત્રો શીઘ્રગતિ છે. મંડલના ઉક્ત ભાગીકૃત્ ૧૮૩૫ ભાગોના એકૈક મુહૂર્તમાં આક્રમણથી કહ્યું. તેનાથી મંદગતિક સૂર્યો છે. એકૈક મુહૂર્તમાં ૧૮૩૦ ભાગ પ્રમાણ આક્રમણથી કહેલ છે. જંબુદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ તેના કરતાં ચંદ્રો મંદગતિક છે. કેમકે એકૈક મુહૂર્તમાં ૭૬૮ ભાગ પ્રમાણ આક્રમણથી કહેલ છે. ૧૨૬ ગ્રહો તો વક્રાનુવકાદિ ગતિ ભાવથી અનિયત ગતિક છે, તેથી તેમની મંડલાદિ વિચારણા નથી કે ગતિ પ્રરૂપણા પણ નથી. તારાઓ પણ અવસ્થિત મંડલકપણે હોવાથી ચંદ્રાદિ સાથે યોગ અભાવ અને ચિંતનથી મંડલાદિ પ્રરૂપણા કરી નથી. હવે સૂર્યના ઉગવાને અને અસ્તને આશ્રીને ઘણાં મિથ્યાઅભિનિવિષ્ટ બુદ્ધિક વિપ્રતિપન્ન છે, તેથી વિપ્રતિપતિને દૂર કરવાને માટે પ્રશ્ન કરતાં કહે છે – • સૂત્ર-૨૭૭ : - ભગવન્ ! જંબૂદ્વીપ દ્વીપમાં સૂર્યો (૧) ઉત્તરપૂર્વમાં ઉદિત થઈને પશ્ચિમદક્ષિણમાં અસ્ત થાય છે ? (૨) પશ્ચિમદક્ષિણમાં ઉદિત થઈને દક્ષિણ પશ્ચિમમાં તે બંને સૂર્યો અસ્ત પામે છે ? (૩) દક્ષિણ પશ્ચિમમાં ઉદિત થઈને તે બંને સૂર્વે પશ્ચિમ-ઉત્તરમાં જઈને અસ્ત પામે છે? (૪) પશ્ચિમ-ઉત્તરમાં ઉદિત થઈને, તે બંને સૂર્યો ઉત્તર પૂર્વમાં જઈને અસ્ત પામે છે ? હા, ગૌતમ ! જેમ [ભગવતીજી સૂત્રના પાંચમાં શતકના પહેલા ઉદ્દેશામાં યાવત્ ત્યાં ઉત્સર્પિણી નથી, અવસ્થિત તે કાળમાં કહેલ છે. હે આયુષ્યમાન શ્રમણ ! જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ ઉપાંગ અંતર્ગત્ પ્રસ્તુત સૂર્ય-પ્રજ્ઞપ્તિ [સૂર્ય સંબંધી વર્ણન] વસ્તુ અહીં સંક્ષેપથી સમાપ્ત થાય છે. ભગવન્ ! જંબુદ્વીપ દ્વીપમાં ચંદ્રમાં ઉત્તરપૂર્વમાં ઉદિત થઈ, પૂર્વ-દક્ષિણમાં અસ્ત પામે છે ? ઈત્યાદિ વક્તવ્યતા સૂર્યની વક્તવ્યતા મુજબ, જેમ [ભગવતીજી સૂત્રના] દશમાં ઉદ્દેશામાં “ચાવત્ અવસ્થિત છે, તે કાળમાં કહેલ છે” – સુધી જાણવું. હે આયુષ્યમાન શ્રમણ ! આ બૂદ્વીપ પ્રાપ્તિમાં [ચંદ્ર વર્ણન] સંક્ષેપથી સમાપ્ત થાય છે. • વિવેચન-૨૭૭ : ભગવન્ ! જંબુદ્વીપ દ્વીપમાં બે સૂર્યો - બંને જંબુદ્વીપમાં જ છે, તેવો ભાવ છે. [અહીં ચાર પ્રશ્નો મૂકેલ છે.] ઉત્તર-પૂર્વ. ઉત્તરના નીકટત્વથી પ્રાચીન-પૂર્વ. પૂર્વના પ્રત્યાસન્નત્વથી ઉદીચીનપ્રાચીન અર્થાત્ ઉત્તર-પૂર્વ. દિઅંતરના ક્ષેત્ર દિક્ અપેક્ષાથી ઉત્તરપૂર્વમાં અર્થાત્ ઈશાન ખૂણામાં. ઉદ્ગત્ય - પૂર્વવિદેહ અપેક્ષાથી ઉદયને પ્રાપ્ત, પછી પૂર્વ-દક્ષિણ દિતરમાં પૂર્વ-દક્ષિણ અર્થાત્ અગ્નિખૂણામાં મળત: ક્રમથી અસ્તને પામે છે, અર્થ થશે.
SR No.009018
Book TitleAgam Satik Part 27 Jamboodwippragnapti Sutra Gujarati Anuwad 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy