SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૫૯ જ્યારે ૧૮૨ માં મંડલે એકત્ર સાથે વિચારીએ, ત્યારે ૬૮/૬૧ ભાગ પ્રાપ્ત થાય. પછી તેને ફરી ઉમેરીએ, તેથી આવેલ ૮૩-૨૩/૬૦ । ૪૨/૬૧ આના વડે સર્વાશ્ચંતર અનંતર બીજા મંડલગત દૃષ્ટિપથ પ્રાપ્તતા પરિમાણ ૪૩,૧૭૯ + ૫૭/૬૦ | ૧૯/૬૧. એ રીતે એવા સ્વરૂપ સહિત કરાય ત્યારે ચોક્ત સર્વાન્વંતર મંડલમાં દૃષ્ટિપથપ્રાપ્તતા પરિમાણ થાય છે. તે ૪૭,૨૬૩ - ૨૧/૬૦ યોજન છે. એ પ્રમાણે દૃષ્ટિપથ પ્રાપ્તતામાં કેટલા મંડલોમાં સાતિરેક પંચ્યાશી-પંચ્યાશી યોજન આગળમાં ચોર્યાશી-ચોર્યાશી પર્યો થયોક્ત અધિક સહિત, ૮૩ યોજન વધારતાં-વધારતાં ત્યાં સુધી કહેવું જ્યાં સુધી સર્વાન્વંતર મંડલમાં સંક્રમીને ચાર ચરે છે. આ સચિંતર મડંલ સર્વબાહ્ય અનંતર મંડલથી પદ્માનુપૂર્વાથી ગણતા ૧૮૩મું છે. પ્રત્યેક મંડલ અહોરાત્ર ગણનાથી અહોરાત્ર પણ ૧૮૩મું, તેનાથી આ ઉત્તરાયણનો છેલ્લો દિવસ ઈત્યાદિ જણાવવા કહે છે – આ બીજા છ માસ. પૂર્વોક્ત યુક્તિથી અયન વિશેષ જાણવા. આ બીજા છ માસનું પર્યવસાન ૧૮૩માં અહોરાત્રપણાથી કહ્યું. આ આદિત્ય ચાર ઉપલક્ષિત સંવત્સર છે. આના વડે નક્ષત્રાદિ સંવત્સરનો નિષેધ કર્યો. ૮૯ ચરમ અયનના ચરમદિવસ૫ણાંથી આ આદિત્ય સંવત્સરનું પર્યવસાન છે. એ રીતે મુહૂર્તગતિ દ્વાર પૂર્ણ થયું. " x - હવે આઠમું દિવસ-રાત્રિ વૃદ્ધિ-હાનિદ્વાર કહે છે – • સૂત્ર-૨૫૯ : ભગવન્ ! જ્યારે સૂર્ય સત્યંતર મંડલમાં ઉપસંક્રમીને ચાર સરે છે, ત્યારે દિવસ કેટલો મોટો અને રાત્રિ કેટલી મોટી હોય ? ગૌતમ ! ત્યારે ઉત્તમ અવસ્થા પ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ હોય છે અને જઘન્યા બાર મુહૂર્તની રાત્રિ હોય છે. ત્યારે તે નિષ્ક્રમણ કરતો સૂર્ય નવા સંવત્સરમાં જતાં પહેલાં અહોરાત્રમાં અત્યંતર અનંતર મંડલને ઉપસંક્રમીને ગતિ કરે છે. ભગવન્ ! જ્યારે સૂર્ય અત્યંતર અનંતર મંડલને સંક્રમીને ગતિ કરે છે, ત્યારે કેટલો મોટો દિવસ અને કેટલી મોટી રાત્રિ થાય છે ? ગૌતમ ! ત્યારે ૨/૬૧ ભાગ મુહૂર્તથી ન્યૂન ૧૮ મુહૂર્તનો દિવસ થાય છે અને /૬૧ ભાગ મુહૂર્ત અધિક ૧૨-મુહૂર્ત રાત્રિ થાય છે. તે નિષ્ક્રમણ કરતો સૂર્ય બીજા અહોરમાં યાવત્ ગતિ કરે છે, ત્યારે દિવસ કેટલો મોટો હોય, રાત્રિ કેટલી મોટી હોય છે ? ગૌતમ ! ત્યારે / ભાગ મુહૂર્તથી ન્યૂન ૧૮-મુહૂર્તનો દિવસ અને /૧ ભાગ મુહૂર્ત અધિક ૧૨-મુહૂર્તની રાત્રિ થાય છે. એ પ્રમાણે આ ઉપાયથી નિષ્ક્રમણ કરતો સૂર્ય, તે અનંતર મંડલથી પછીના અનંતર મંડલમાં સંક્રમણ કરતો ?/૬૧ ભાગ - ૨/૬૧ ભાગ મુહૂર્વથી મંડલમાં દિવસક્ષેત્રને ઘટાડતો-ઘટાડતો અને રાત્રિ ક્ષેત્રની અભિવૃદ્ધિ કરતો કરતો સર્વ બાહ્ય મંડલને ઉપરસંક્રમણ કરીને ચાર ચરે છે ગતિ કરે છે. - જંબુદ્વીપપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ જ્યારે સૂર્ય સવયિંતર મંડલથી સર્વ બાહ્ય મંડલમાં ઉપસંક્રમી ગતિ કરે છે, ત્યારે સવયિંતર મંડલને છોડીને ૧૮૩ અહોરાત્રમાં ૩૬૬ સંખ્યામાં ૧/૧ મુહૂર્ત દિવસ ક્ષેત્રને ઘટાડીને અને તેટલાં જ મુહૂર્ત રાત્રિ ક્ષેત્રની અભિવૃદ્ધિ કરીને ગતિ કરે છે. ૯૦ ભગવન્ ! જ્યારે સૂર્ય સર્વબાહ્ય મંડલને ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે, ત્યારે દિવસ કેટલો મોટો થાય? રાત્રિ કેટલી મોટી થાય? ગૌતમ ! ત્યારે ઉત્તમ અવસ્થા પ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્ત રાત્રિ થાય છે અને જઘન્ય બાર મુહૂર્તનો દિવસ થાય છે. આ પહેલાં છ માસ છે. આ પહેલાં છ માસનું પવસાન છે. તે પ્રવેશ કરતો સૂર્ય બીજા છ માસમાં જતાં પહેલાં અહોરાત્રમાં બાહ્ય અનંતર મંડલમાં ઉપસંક્રમ કરીને ગતિ કરે છે. ભગવન્ ! જ્યારે સૂર્ય બાહ્ય અનંતર મંડલમાં ઉપસંક્રમીને ગતિ કરે છે, ત્યારે દિવસ કેટલો મોટો હોય છે, રાત્રિ કેટલી મોટી હોય છે ? ગૌતમ ! ૨/૬૧ ભાગ મુહૂર્ત નયૂન અઢાર મુહૂર્તની રાત્રિ હોય છે અને ૨/૬૧ મુહૂર્ત અધિક બાર મુહૂર્તનો દિવસ હોય છે. તે પ્રવેશ કરતો સૂર્ય બીજા અહોરાત્રમાં, બાહ્ય ત્રીજા મંડલમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે. ભગવન્ ! જ્યારે સૂર્ય, બાહ્ય ત્રીજા મંડલમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે, ત્યારે દિવસ કેટલો મોટો, રાત્રિ કેટલી મોટી હોય? ગૌતમ ! ત્યારે કેં/૬૧ મુહૂર્ત ન્યૂન અઢાર મુહૂર્તની રાત્રિ હોય છે અને */ મુહૂર્ત અધિક ભાર મુહૂર્તનો દિવસ થાય છે. એ પ્રમાણે આ ઉપાયથી પવેશ કરતો સૂર્ય તેની પછીના મંડલ થકી, તેની પછીના મંડલમાં સંક્રમણ કરતો-કરતો બબ્બે એકસઠાંશ ભાગ [/૬] મુહૂર્તથી એક એક મંડલમાં રાત્રિક્ષેત્રને ઘટાડતાં-ઘટાડતાં અને દિવસોત્રની અભિવૃદ્ધિ કરતાં-કરતાં સત્યિંતર મંડલમાં ઉપસંક્રમણ કરીને ચાર ચેર છે – ગતિ કરે છે. ભગવન્ ! જ્યારે સૂર્ય સર્વબાહ્ય મંડલથી સર્વાંતર મંડલમાં ઉપસંક્રમણ કરીને ચાર સરે છે, ત્યારે સર્વ બાહ્યમંડલને છોડીને ૧૮૩ હોરાત્રમાં ૩૬૬ સંખ્યામાં ૧/૬૧ મુહૂર્ત રાત્રિ ક્ષેત્રની હાનિ કરતાં અને દિવસ ક્ષેત્રની અભિવૃદ્ધિ કરતાં ગતિ કરે છે. આ બીજા છ માસ છે. આ બીજા છ માસનું પર્યાવસાન છે. આ આદિત્ય સંવત્સર કહ્યો. આ આદિત્ય સંવત્સરનું પર્યંતસાન કહેલ છે.
SR No.009018
Book TitleAgam Satik Part 27 Jamboodwippragnapti Sutra Gujarati Anuwad 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy