SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૫/૨૪૧ થી ૨૪૩ મંગલ આલેખન પછીનું કૃત કહે છે - અહીં પુષ્પોપચાર કરે છે ત્યાંથી આરંભી કડછાના ગ્રહણ પર્યન્ત સૂત્ર ચકરનના પૂજાધિકારમાં લખેલ છે, તે જાણવું. પછી પ્રયત્નપૂર્વક જિનવરેન્દ્રને ધૂપ દે છે. અંગપૂજાયેં મારા વડે ભગવંતના દર્શનનો માર્ગ રુંધાયેલ છે, તેથી હું બીજાના દર્શનામૃતપાનમાં વિજ્ઞકારી ન થાઉં, એમ વિચારી સાત-આઠ ડગલાં પાછળ ખસીને, મસ્તકે અંજલિ કરી, યથા સ્થાને ઉદાતાદિ સ્વરે ઉચ્ચારપૂર્વક ૧૦૮ સંખ્યક, વિશુદ્ધ પાઠ પૂર્વક મહા કાવ્યો વડે અથવા મહાસોિ વડે, પુનરુક્તિ સહ, ચમત્કારી અર્ચયુક્ત સંસ્તવના-સ્તુતિ કરે છે. સ્તુતિ કરીને ડાબો ઘૂંટણ ઉંચો કરે છે, કરીને જમણો ઘૂંટણ પરણિતલે રાખે છે. પછી બે હાથ જોડી, મસ્તકે અંજલિ કરી આ પ્રમાણે કહ્યું - નમસ્કાર થાઓ. આપને હે સિદ્ધ અને બુદ્ધ ઇત્યાદિ. તેમાં યુદ્ધ - જ્ઞાતતવ, નીર - કમરજરહિત, છHT - તપસ્વી, સમાહિત-અનાકલ ચિત, સમાપ્ત-કૃતકૃત્યત્વથી અથવા સમ્યક પ્રકારે આત! કેમકે અવિસંવાદી વચનપણું છે. સમયોગી ! કુશળ મનો-વા કાયયોગીપણાથી, * નિસંગ-નિર્લેપ, માનમૂરણ-માનમર્દન, જે ઉત્કૃષ્ટ શીલબ્રહ્મચર્ય, તેના સાગર કેમકે અનંતાનંત જ્ઞાનાત્મક છે. પ્રમેય - અશરીરી જીવ સ્વરૂપ છવાસ્થો વડે પરિછેદવાને અશક્ય અથવા ભગવંતના ગુણોના અનંતત્વથી ગણવા અશક્ય હોવાથી, ભવ-મુક્તિગમન યોગ્ય કેમકે ભવસિદ્ધિ નીકટ છે. ધર્મરૂપ પ્રધાન ભાવચકવથી ચારે ગતિનો અંત કરનાર ચક્ર વડે વર્તવાનો આચાર હોવાથી તેમનું સંબોધન છે - ધર્મવર ચાતુરંત ચક્રવર્તી ! જગતુપૂજ્ય અહ ! આપને નમસ્કાર થાઓ. એમ સ્તુતિ કરી વંદનાદિ કર્યા. અહીં જે વિશેષણ વકની આદિમાં સપડતુ તે એમ કહ્યું. ફરી પણ ના તે એમ કહ્યું, તે પુનરુક્તિ નથી, પણ લાઘવતાને માટે છે. • x - x - આમાંના ભવ્યપદ સિવાયના બધાં વિશેષણો ભાવિનો ભૂતવત્ ઉપચાર છે. અન્યથા અભિષેક સમયે જિનેશ્વરોને આ વિશેષણો અસંભવ છે. હવે બાકીના ઈન્દ્રોની વતવ્યતાના લાઘવને માટે કહે છે - ઉક્ત વિધિથી જેમ અચ્યતેન્દ્રનું અભિષેક કૃત્ય કહ્યું, તે પ્રમાણે - પ્રાણતેન્દ્ર યાવતુ ઈશાનેન્દ્રનું પણ કહેવું. કેમકે શક અભિષેકમાં બધાંમાં છેલ્લે હોય છે. એ પ્રમાણે ભવનપતિ, વ્યંતર, જ્યોતિકો ચંદ્રો અને સૂર્યો સુધીના બધાં પોત-પોતાના પરિવાર સાથે પ્રત્યેક પ્રત્યેક [જિનેશ્વરનો અભિષેક કરે છે. હવે બાકી રહેલ શકનો અભિષેક અવસર - ત્રેસઠ ઈન્દ્રો વડે અભિષેક કરાયા પછી દેવેન્દ્ર દેવરાજ ઈશાન, પોતાના જેવા પાંચ રૂપોને વિદુર્વે છે. તેમાં એક રૂપે તીર્થકર ભગવંતને હાથનું સંપુટ કરીને ગ્રહણ કરે છે, કરીને શ્રેષ્ઠ સિંહાસને બેઠો ઈત્યાદિ સૂકાર્યવત્ જાણવું. હવે શક શું કરે છે, તે કહે છે – ઈશાનેન્દ્રએ ભગવંતને કર-સંપુટમાં ગ્રહણ કર્યા પછી, તે દેવેન્દ્ર દેવરાજ શક આભિયોગિક દેવોને બોલાવે છે, બોલાવીને ચાટ્યુનેન્દ્રની માફક અભિષેક સામગ્રીની આજ્ઞા આપે છે. આભિયોગિક દેવો પણ જંબૂલીપજ્ઞપ્તિઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/૩ અચ્યતેન્દ્રના આભિયોગિક દેવો પણ અય્યતેન્દ્રના આભિયોગ્ય દેવોની માફક અભિષેક વસ્તુ લાગે છે, હવે શક શું કરે છે ? અભિષેક સામગ્રી આવ્યા પછી શકેન્દ્રએ ભગવંતની ચારે દિશામાં એકૈક - ચાર શ્વેત વૃષભો વિકુવ્ય. શેતવને દૃઢ કરવા કહે છે - શંખના ચૂર્ણ જેવા, અતિનિર્મળ, બદ્ધ દહીંવતુગાયના દૂધના ફીણ જેવા, ચાંદીના ઢેર જેવો પ્રકાશ જેનો છે તેવા પ્રાસાદયાદિ હતા. ત્યારપછી તે ચારે વૃષભના આઠ સીંગડામાંથી જળધારા નીકળે છે, આઠે ધારા ઉંચે ઉછળે છે, ઉછળીને એકસાથે મળે છે, મળીને તીર્થકરના મસ્તકે પડે છે. પછી તે શકેન્દ્ર, ૮૪,૦૦૦ સામાનિકો, તેનીશ પ્રાયઅિંશકો આદિથી પરીવરીને સ્વાભાવિક અને વૈક્રિય કળશો વડે મહતું તીર્થકર અભિષેકથી અભિસિંચિત કરે છે. - X - X - હવે કૃતકૃત્ય શક ભગવંતના જન્મ નગરે જવા નીકળ્યો - • સૂત્ર-૨૪૪ - ત્યારપછી તે દેવેન્દ્ર દેવરાજ શો પાંચ શક [રો] વિકુવ્ય-વિકુવને એક શકે તીર્થકર ભગવંતને બે હાથના સંપુટ વડે ગ્રહણ કર્યા, એક શકે પાછળ છમ ધારણ કર્યું. બે શકો બંને બાજુ ચામર ઝેિ છે. એક શક હાથમાં વજ લઈ આગળ ચાલે છે. ત્યારપછી તે શક ૮૪,ooo સામાનિકોથી યાવતુ બીજ ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ અને વૈમાનિક દેવો અને દેવીઓથી સપરિવરીને સર્વ ઋહિણી યાવતુ નાદિતના રવ સાથે તેની ઉત્કૃષ્ટી ગતિથી જ્યાં તીર્થકર ભગવંતનું જન્મનગર છે, જ્યાં જન્મભવન છે, જ્યાં તીકરમાય છે ત્યાં આવે છે. આવીને તીર્થકર ભગવંતને માતાની પાસે સ્થાપે છે, સ્થાપીને તીરના પ્રતિરૂપકને પ્રતિસંહરે છે. પ્રતિસંહરીને આવવાપિની નિદ્રા સંહરે છે. ત્યારપછી એક મોટા સોમયગલને અને કુંડલયુગલને તીર્થક્ય ભગવંતના ઉશીર્ષકની પાસે સ્થાપે છે. સ્થાપીને એક મહાન શ્રીદામખંડ, જે તપનીય સુવર્ણના વંશક અને સુવર્ણના પતસ્કથી મંડિત છે, વિવિધમણિ-કન, વિવિધ હાઅધહારથી ઉપશોભિત છે. તેને ભગવંતની ઉપ-ઉલ્લોકમાં લટકાવે છે. ત્યારે તીર્થકર ભગવંત તેને અનિમેષ દૃષ્ટિએ જોતા-જોતા સુખે સુખે અભિરમણ કરતાં રહે છે. ત્યારપછી તે દેવેન્દ્ર દેવર શક વૈશ્રમણ દેવને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહ્યું - ઓ દેવાનુપિયો ! જલ્દીથી બન્નીશ કરોડ હિરણય, બગીશ કરોડ સુવર્ણ, બગીશ નંદા, બીશ ભદ્રા જે સભગ, સુભગ આકાચૌવન-લાવણય યુકત હોય, તેને તીર્થકર ભગવંતના જન્મ ભવનમાં સંહરણ કરો. કરીને મારી આ આજ્ઞા પાછી સોંપો. ત્યારે તે વૈશ્રમણ દેવો, શક છે આમ કહેવાતા ચાવતું વિનયથી વચનને
SR No.009018
Book TitleAgam Satik Part 27 Jamboodwippragnapti Sutra Gujarati Anuwad 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy