SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૫/૨૪૦ જાણવી, તે પદ્માદિ એ પાલતાદિ પદોનો અર્થ પૂર્વવત્. તે જે રીતે વાયુ વડે ચાલતા નાચે છે, તે અભિનય. ૫૫ હવે બાવીશમો :- દ્રુત નાટ્ય. શીઘ્ર ગીત અને વાધના શબ્દોનો એક સાથે પ્રપાતથી પાદતલ શબ્દનો પણ સમકાલે નિપાત. હવે તેવીશમો :- વિલંબિતનાટ્ય. ગીત શબ્દમાં સ્વરધોલના પ્રકારથી વિશ્રાંતની માફક વાધશબ્દમાં પણ ચનિતાલરૂપે વગાડાતાં તે રીતે પાદ સંચારથી નર્તન તે વિલંબિત. હવે ચોવીશમો :- દ્રુતવિલંબિત નાટ્ય, તેમાં ઉક્ત બંને પ્રકારે નર્તન કરવું તે અભિનય. -- હવે પચીશમો :- અંચિત નાટ્ય-પુષ્પાદિ અલંકાર વડે પૂજિત, તે અભિનયપૂર્વક નાટ્ય પણ અંચિત કહેવાય - ૪ - હવે છવીશમો :- િિભતનાટ્ય - મૃદુપદ સંચાર રૂપ - ૪ - ૪ - હવે સત્તાવીશમો :- અંચિતરિભિત, ઉક્ત બંને અભિનય. -- હવે અઠ્ઠાવીશમો :- આરભટનાટ્ય, ઉત્સાહ સહિત સુભટ અર્થાત્ મહાભટોના સ્કંધના આસ્ફાલન હૃદયોલ્લણનાદિ - ૪ - હવે ઓગણત્રીશમો :- ભસોલનાટ્ય, પંક્તિય ન્યાયથી શ્રૃંગારરસ, આના દ્વારા શ્રૃંગારરસનો સાત્ત્વિક ભાવ સૂચવેલ છે. - x + X - હવે ત્રીશમો :- આરભટ ભસોલ નાટ્ય, ઉક્ત બંને અભિનય. હવે એકત્રીશમો ઃ- ઉત્પાતનિપાતપ્રવૃત્ત સંકુચિત-પ્રસારિત, રેચક-રેચિત, ભ્રાંતસંભ્રાંત નામે નાટ્ય. તેમાં હાથ-પગ આદિ અભિનય ગતિથી ઉંચે કે નીચે ક્ષેપણ તે ઉત્પાતનિપાત. એ રીતે હાથ-પગનું સંકોચન-પ્રસારણને સંકુચિત-પ્રસારિત. ભ્રમકિા વડે નિષ્પન્ન તે રેચકરેચિત. ભમપ્રાપ્ત અને સાશ્ચર્ય થવું તે ભ્રાંત સંભ્રાંત. હવે બત્રીશમો - ચરમચરમ. તે સૂર્યાભદેવે વર્લમાન સ્વામી આગળ ભગવંતના ચરમ પૂર્વમનુષ્યભવ, ચરમ દેવલોક ભવ, ચરમ ચ્યવન-ગર્ભસંહરણ-તીર્થંકર જન્માભિષેક-બાલભાવ-ચૌવન-કામભોગ-નિષ્ક્રમણ-તપશ્ચરણ-જ્ઞાનોત્પાદ-તીર્થપ્રવર્તનપરિનિર્વાણ અભિનયરૂપ ભાવિત છે. અહીં જે તીર્થંકરનો જન્મહોત્સવ કરે છે, તેનો ચરિત અભિનયરૂપ દર્શાવે છે. - X - ૪ - હવે અભિનયશૂન્ય પણ નાટક હોય છે, તે દર્શાવવાને કહે છે – કેટલાંક ઉત્પાત-આકાશમાં ઉછળવું, નિપાત-ત્યાંથી પડવું, ઉત્પાતપૂર્વક નિપાત, એ રીતે નિપાતોત્પાત, યાવત્ પદથી નિરિક - રંગભૂમિમાં જવું અને ત્યાંથી પાછું આવવું તે. - ૪ - આ પૂર્વોક્ત ચાર ભેદે જે બીશ નાટ્ય ભેદથી વિલક્ષણ છે, તે બધાં અભિનયશૂન્ય અને ગાત્રવિક્ષેપ માત્ર છે. વિવાહ-અભ્યુદયાદિમાં ઉપયોગી સામાન્યથી નર્વનને ભરતાદિ સંગીતમાં નૃત્ત કહેલ છે. હવે ઉક્ત જ નાટ્ય પ્રકારદ્વયથી સંગ્રહ કરવાને કહે છે – કેટલાંક તાંડવ ૫૬ જંબુદ્વીપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ નામે નાટક કરે છે. - x - તેથી તે આભટી વૃત્તિપ્રધાન નાટ્ય છે. હવે જે રીતે બાલસ્વામીની પાસે દેવો કુતૂહલને દર્શાવે છે, તે રીતે કહે છે – કેટલાંક દેવો પોતાને સ્થૂળ કરે છે. એ પ્રમાણે કેટલાંક બૂત્કાર કરે છે, બેસીને કૂલાઓ વડે ભૂમિ આદિને આઘાત કરે છે. મલ્લની જેમ બાહુ વડે પરસ્પર યુદ્ધ કરતાં સિંહનાદ કરે છે. કેટલાંક આ ત્રણેને અનુક્રમે કરે છે. કેટલાંક ઘોડાની જેમ હણહણે છે. કેટલાંક હાથીની જેમ ગુલગુલ એવી ગર્જના કરે છે. કેટલાંક સ્થની જેમ ધનધન એવો ચીત્કાર કરે છે. કેટલાંક હણહણાટ આદિ ત્રણે કરે છે. કેટલાંક મુખની આગળ થપાટો મારે છે, કેટલાંક મુખની પાછળ થપાટો મારે છે. કેટલાંક મલ્લની માફક ત્રિપદીને છેદે છે – પગ વડે ભૂમિ આસ્ફોટન કરે છે. હાથ વડે ભૂમિ ઉપર આઘાત કરે છે. કેટલાંક મોટા મોટા શબ્દોથી અવાજ કરે છે. એ રીતે ઉક્ત પ્રકારે સંયોગો પણ - બે ત્રણ પદ મેલક પણ કહેવા. તેનો શો અર્થ છે ? કેટલાંક ઉંચે કુદવું આદિ બે ક્રિયા સાથે કરે છે તે કેટલાંક ત્રણ, ચાર, પાંચ કે છ ક્રિયા કરે છે. કેટલાંક હા-હા એમ હક્કાર કરે છે, કેટલાંક ચક્ક્ એવા શબ્દો કરે છે. નીચે ઉતરે છે, ઉંચે જાય છે, તીર્ઘા પડે છે. જ્વાલારૂપ થાય છે, મંદ અંગાર રૂપતા સ્વીકારે છે, દીપ્ત અંગારતા સ્વીકારે છે, ગર્જારવ કરે છે, વિજળી ચમકાવે છે, વર્ષા વરસાવે છે. અહીં પણ સંયોગો કહેવા. કેટલાંક દેવો વાયુની જેમ ભમરી ખાય છે, એ પ્રમાણે દેવો પ્રમોદભાર જનિત કોલાહલ કરે છે, કેટલાંક દુહૃદુહુ એમ અનુકરણ શબ્દો કરે છે, કેટલાંક હોઠ લંબાવવા-મોટું વાંકુ-ચુકુ કરવું - નેત્રના સ્ફાટન આદિ ભયાનક ભૂતાદિ રૂપો વિકુર્વીને નાચે છે. એ પ્રમાણે બધું વિજયદેવ અનુસાર કહેવું. ક્યાં સુધી કહેવું ? ચોતરફથી કંઈક દોડે છે, પ્રકર્ષથી દોડે છે. સુધી કહેવું યાવત્ શબ્દથી કેટલાંક વસ્ત્રો ઉડાડે છે, કેટલાંક હાથમાં મંગલઘટ લઈને કે ભંગાર લઈને એ પ્રમો આ આલાવાથી દર્પણ, થાળા, પાત્રી, વાતકરક, રત્ન કરંક, પુષ્પગંગેરી આદિ ધૂપકડછાં સુધી પણ લેવા. કેટલાંક શબ્દોની વ્યાખ્યા • શ્વેત્નોક્ષેપ - ધ્વજને ઉછાળવો, વંદનકળશ - માંગલ્યઘટ - ૪ - ૪ - ઈત્યાદિ. બાકી સ્વાભાવિક સિદ્ધ છે. કેમકે પૂર્વોક્ત અભિષેક અધિકારમાં ઈન્દ્રસૂત્ર સમાન આલાવો છે. હવે અભિષેક નિગમનપૂર્વક આશીર્વાદસૂત્ર• સૂત્ર-૨૪૧ થી ૨૪૩ : [૨૪૧] ત્યારે તે અચ્યુતેન્દ્ર સપરિવાર, તીર્થંકરભગવંતને તે મહાનમહાત્વ અભિષેકનો અભિષેક કરે છે. અભિષેક કરીને બે હાથ જોડી માવર્તી મસ્તકે અંજલિ કરીને જય અને વિજય વડે વધારે છે. વધાવીને તેવી ઈષ્ટ વાણીથી યાવત્ જય-જય શબ્દ
SR No.009018
Book TitleAgam Satik Part 27 Jamboodwippragnapti Sutra Gujarati Anuwad 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy