SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૫/૨૩૬ થી ૨૩૮ ૧૬,૦૦૦ આત્મરક્ષક દેવો, ૧૦૦૦ યોજન વિમાનની લંબાઈ-પહોળાઈ, મહેન્દ્રધ્વજ ૧૨૫ યોજન, દક્ષિણ દાશિવર્તીની ઘંટા મંજુસ્વરા છે, ઉત્તરદિશાવર્તીની મંજુઘોષા છે, પદાતિ સૈન્યાધિપતિ અને વિમાનકારી બંને આભિયોગિકદેવ છે. અર્થાત્ સ્વામી વડે આદેશ કરાયેલ આભિયોગિક દેવજ ઘંટાવાદન આદિ કર્મ અને વિમાનવિકુર્વણા કરવામાં પ્રવર્તે છે પણ તેમાં નિર્દિષ્ટ નામ નથી. *ક વ્યાખ્યાથી વિશેષ પ્રતિપાદનાર્થે સૂત્રમાં ન કહેવાયેલ છતાં આ પણ જાણવું – બધાં આન્વંતરિક પર્મદાના દેવો ૮૦૦૦, મધ્યમાના દેવો ૧૦,૦૦૦ અને બાહ્યાના - ૧૨,૦૦૦ જાણવા. તે આ પ્રમાણએ - - તે કાળે તે સમયે કાલ નામે પિશાચેન્દ્ર, પિશાયરાજના ૪૦૦૦ સામાનિકો, સપરિવાર ચાર અગ્રમહિષી, ત્રણ પર્યાદા, સાત સૈન્યો, સાત સૈન્યાધિપતિઓ, ૧૬,૦૦૦ આત્મરક્ષકદેવો છે ઈત્યાદિ. વ્યંતરની માફક જ્યોતિકોને પણ જાણવા. તેમાં સામાનિકાદિ સંખ્યામાં કંઈ વિશેષ નથી. ઘંટામાં આ વિશેષતા છે – ચંદ્ગોની સુસ્વરા, સૂર્યોની સુસ્વરનિર્દોષા. બધાંનું મેરુ પર્વત સમવસરણ જાણવું. ચાવત્ પર્યાપાસના કરે છે યાવત્ શબ્દથી - પૂર્વે જણાવેલ છે, તે જાણવું. તેનો ઉલ્લેખ આ રીતે – તે કાળે તે સમયે જ્યોતિકેન્દ્ર જ્યોતિપ્રાજ ચંદ્રના ૪૦૦૦ સામાનિકો, ચાર અગ્રમહિઓ, ત્રણ પર્ષદા, સાત સૈન્ય, સાત સૈન્યાધિપતિઓ, ૧૬,૦૦૦ આત્મરક્ષક દેવો, એ પ્રમાણે વાણવ્યંતર સમાન જાણવા, એ પ્રમાણે સૂર્યો પણ જાણવા. [શંકા] અહીં ચંદ્રો અને સૂર્યો એવું બહુવચન શા માટે મૂક્યું ? પ્રસ્તુત કર્મમાં એક જ સૂર્ય અને ચંદ્ર અધિકૃતપણાથી છે, અન્યથા ઈન્દ્રોની ૬૪ની સંખ્યામાં વ્યાઘાત ન થાય ? [સમાધાન જિનકલ્યાણકાદિમાં દશ કલ્પેન્દ્રો, વીસ ભવનવાસીન્દ્રો, બત્રીશ વ્યંતરેન્દ્રો, એ બધાં એક-એક વ્યક્તિગત છે, પણ ચંદ્ર અને સૂર્ય જાતિની અપેક્ષાથી છે. તેથી ચંદ્રો અને સૂર્યો અસંખ્યાત પણ સમાઈ શકે છે. કેમકે ભુવન ભટ્ટારકના દર્શનની કામના કોને ન હોય ? આ વાત શાંતિનાથ ચરિત્રમાં મુનિદેવસુરીજીએ પણ કહેલ છે કે – જ્યોતિષ્કનાયક ચંદ્ર-સૂર્ય સંખ્યાતીત હતા. હવે એમના પ્રસ્તુત કર્મની વક્તવ્યતા કહે છે – • સૂત્ર-૨૩૯ : ત્યારે તે દેવેન્દ્ર દેવરાજ અય્યતુ મહાદેવાધિપતિ, પોતાના આભિયોગિક દેવોને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહ્યું – દેવાનુપિયો! તીર્થંકરના અભિષેકને માટે મહાર્થ, મહાઈ, મહાર્ટ, વિપુલ સામગ્રી ઉપસ્થાપિત કરો - લાવો. ત્યારે તે આભિયોગિક દેવો હર્ષિત, સંતુષ્ટ થઈ યાવત્ આજ્ઞા સ્વીકારીને ઉત્તર-પૂર્વ દિશાભાગમાં જાય છે, જઈને વૈક્રિય સમુદ્ઘાતથી યાવત્ સમવહત થઈને ૧૦૦૮ સુવર્ણ કળશો, એ પ્રમાણે [એક હજાર આઠ-એક હજાર આઠ] રૂપાના, મણિના, સોનારૂપાના, સોના મણિના, રૂપામણિના, સોનારૂપા અને મણીના [મણીના] ૧૦૦૮ માટીના, ૧૦૦૮ ચંદનના કળશો [વિકુર્તે છે. જંબુદ્વીપપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ તદુપરાંત...... શૃંગાર, દર્પણ, થાળા, પાત્રી, સુપ્રતિષ્ઠક, ચિત્રરત્નકરેંડક, વાતકરગ, પુષ્પાંગેરી એ પ્રમાણે જેમ સૂભિ કહ્યું તેમ સર્વ ગંગેરી, સર્વે પટલક વિશેષિત કહેવા. સીંહાસન, છત્ર, ચામર, વેલામુક યાવત્ સરસવસમુક, તાલવૃંત યાવત્ ૧૦૦૮ કડછાને વિપુર્વે છે. વિકુર્તીને સ્વાભાવિક અને વિષુર્વિત કળશો યાવત્ ધૂપકડછાં લઈને..... જ્યાં ક્ષીરોદક સમુદ્ર છે, ત્યાં આવીને, ક્ષીરોદક ગ્રહણ કરે છે. કરીને જે ત્યાંના ઉત્પલ, પા યાવત્ સહસત્રો છે, તેને ગ્રહણ કરે છે. એ પ્રમાણે પુષ્કરોદથી યાવત્ ભરત-ઐરાવતના માગધાદિ તીર્થોના જળ અને માટીને ગ્રહણ કરે છે. પછી એ પ્રમાણે ગંગાદિ મહાનદીઓ યાવત્ લઘુહિમવંતના સર્વે તુવર, સર્વે પુષ્પ, સર્વ ગંધ, સર્વે માળા યાવત્ સર્વોષધિ અને સિદ્ધાર્થક ગ્રહણ કરે છે. ત્યારપછી પદ્મદ્રહથી દ્રહનું જળ, ઉત્પલાદિ. એ પ્રમાણે સર્વે કુળ પર્વતોમાંથી, વૃત્તવૈતાઢ્યોમાંથી, સર્વે મહાદ્રહોમાંથી, સર્વે મહાદ્રહોમાંથી, સર્વે ચક્રવર્તી વિજયોમાંથી, વક્ષસ્કાર પર્વતોમાંથી, તનદીથી, [જળ, માટી આદિ લે છે] Clell - ઉત્તરકુમાં યાવત્ સુદર્શન ભદ્રશાલવનમાં સર્વે તુવર યાવત્ સિદ્ધાર્થકને ગ્રહણ કરે છે. એ પ્રમાણે નંદનવનથી સર્વે તુવર યાવત્ સિદ્ધાર્થક અને સાસ ગોશીષચંદન, દિવ્ય પુષ્પમાળા ગ્રહણ કરે છે. એ પ્રમાણે સૌમનસવન અને પંડકવનમાંથી સર્વે તુવર યાવત્ સૌમનસમાળા, દર્દરમલય અને સુગંધ ગ્રહણ કરે છે. ત્યારપછી બધાં એક સ્થાને એકઠા થાય છે, થઈને જ્યાં સ્વામી-ઈન્દ્ર છે, ત્યાં આવે છે, આવીને મહાર્થ યાવત્ તીર્થંકરના (જન્મની) અભિષેક સામગ્રી ઉપસ્થાપિત કરે છે. • વિવેચન-૨૩૯ : ત્યારે તે અચ્યુત, જે પૂર્વે કહેલ દેવેન્દ્ર દેવરાજ, મહાત્ દેવ-અધિપતિ મહેન્દ્ર, ચોસઠે ઈન્દ્રોમાં પણ લબ્ધપ્રતિષ્ઠ છે. તેથી પ્રથમ અભિષેક કહ્યો. આભિયોગ્ય દેવોને - બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહ્યું – જે કહેલું તે કહે છે ઓ દેવાનુપ્રિયો ! જલ્દીથી મહાર્યાદિ તીર્થંકરાભિષેક હાજર કરો. અહીં મહાઽદિપદો પૂર્વે ભરતરાજાના અધિકારે કહેલા છે. વાક્ય યોજના સુલભ છે. હવે તેમણે જે કર્યુ, તે કહે છે – ત્યારપછી તે આભિયોગિક દેવો હર્ષિત, સંતુષ્ટ થઈ ચાવત્ આજ્ઞા સ્વીકારીને ઈશાન દિશાભાગમાં જાય છે, જઈને વૈક્રિયામુદ્ઘાતથી સમવહત થઈને ૧૦૦૮ સુવર્ણ કળશોને વિપુર્વે છે. એ પ્રમાણે પ્રત્યેક ૧૦૦૮ રૂપાના ઈત્યાદિ કળશો સૂત્રાર્થવત્ જાણવા. તેમાં વંદનકળશ એટલે માંગલ્ય ઘડા. - X - વાતક એટલે બહારથી ચિત્રિત મધ્યે જળશૂન્ય કરક - X
SR No.009018
Book TitleAgam Satik Part 27 Jamboodwippragnapti Sutra Gujarati Anuwad 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy