SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ૪/૧૨૯ ૧૫ ચામર યુગલ, ઉત્પલ, પન્ન યાવત્ શતસહસો છે, તે સર્વે રનમય, સ્વચ્છ ચાવત તિરૂપ છે. તે ગંગાપપાતકુંડના બહુમધ્યદેશભાગમાં અહીં એક મહાન ગંગાદ્વીપ નામે હીપ કહેલ છે. તે આઠ યોજન લાંબો-પહોળો, સાતિરેક પચીશ યોજન પરિધિથી, બે કોશ જળથી ઉંચા, સવરનમય, સ્વચ્છ, Gણ છે. તે એક પછાવરવેદિકા અને એક વનખંડથી ચોતરફથી સંપરિક્ષિત છે. તેનું વર્ણન કરવું. ગંગાદ્વીપ હીપની ઉપર બહુસમરમણીય ભૂમિભાગ છે. તે બહુમધ્યદેશબાગમાં અહીં ગંગાદેવીનું એક મોટું ભવન કહેલ છે. તે એક કોશ લાંબ, અધકોશ પોળ દેશોન કોશ ઉર્ષ ઉચ્ચત્વથી, અનેકtત સ્તંભ સંનિવિષ્ટ ચાવતું બહુમધ્યદેશ ભાગમાં મણિપીઠિકામાં શયનીય છે. તે કયા હેતુથી યાવતું શાશ્વત નામ કહેલ છે. તે ગંગા પ્રપાતકુંડના દક્ષિણી તોરણથી ગંગા મહાનદી નીકળી ઉત્તરાર્ધ ભરતક્ષેત્રમાં જતી-જતી છooo નદીઓ તેમાં મળે છે. તેનાથી આપૂર્ણ થઈ ખંડપાતગુફાની નીચેથી વૈતાદ્ય પર્વતને ચીરતી દક્ષિણાદ્ધ ભરતહોમમાં જતીજતી દક્ષિણાદ્ધ ભરત ક્ષેત્રના બહુમuદેશ ભાગમાં જઈને પૂવઈભિમુખ વળીને ૧૪,ooo નદીઓના કુલ પરિવારયુક્ત થઈને જગતીને ચીરતી પૂર્વ લવણ સમુદ્રમાં મળે છે. ગંગા મહાનદીનો પ્રવાહ છ યોજના અને એક કોણ પહોળો, અધકોશ ઉંડો છે. ત્યારપછી માત્રામાં વધતી-વધતી સમુદ્ર મુખ પાસે ૬ યોજન પહોળી છે, ઉંડાઈ સવા યોજન હોય છે. તે બંને તરફ બે પાવર વેદિકા અને બે વનખંડો દ્વારા સંપરિવૃત્ત છે. વેદિકા અને વનખંડનું વર્ણન પૂર્વવત્ છે. એ પ્રમાણે સિંધમાં પણ જાણવું યાવતુ પદ્ધહના પશ્ચિમી તોરણથી સિંધુ આવના કૂટથી વળીને દક્ષિણાભિમુખ થઈને સિંધુuપાતકુંડ, સિંધુદ્વીપ આદિ પૂર્વવત્ ચાવ તિમિત્ર ગુફાની નીચેથી વૈતાદ્ય પર્વતને ચીરીને પશ્ચિમાભિમુખથી વળીને ૧૪,ooo નદી સાથે મળીને જગતીને ચીરી પશ્ચિમી લવણસમુદ્રમાં યાવત મળે છે. બાકી બધું ગંગા નદી સમાન જાણવું. તે પાદ્રહના ઉત્તરના તોરણથી રોહિતાંશા મહાનદી નીકળી ૨૭૬ યોજન, યોજનના ૬/૧૯ ભાગ વહીને ઉત્તરાભિમુખ પર્વતમાં જઈને મોટા ઘટમુખથી નીકળતા મુક્તાવલિહાર સંસ્થિત, સાતિરેક ૧oo યોજન અપાતળી પડે છે. રોહિતાંશા મહાનદી જ્યાંથી પડે છે, અહીં એક મોટી િિહૂકા કહી છે. તે જિહિકા એક યોજન લાંબી, ૧યોજન પહોળી, એક કોશ નડાઈ, વિવૃત્ત મગરમુખ સંસ્થાન સંસ્થિત, સર્વ વજમય, રવચ્છ છે. - રોહિતાંશા મહાનદી જ્યાં પડે છે, ત્યાં એક મોટો રોહિતાંશા પ્રપાત કુંડ નામે કુંડ કહેલ છે. તે ૧૨૦ યોજન લાંબો-પહોળો અને ૧૮૩ એજનમાં કંઈક જૂન પરિધિ છે. ૧ યોજન ઊંડો, સ્વચ્છ છે. તોરણ સુધી કુંડનું વર્ણન પૂર્વવતું છે. તે રોહિતાંશા અપાતકુંડના બહુમદવદેશ ભાગમાં અહીં એક મોટો રોહિતાંશ ૧૨૬ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/ર નામે દ્વીપ કહેલ છે. તે ૧૬ યોજન લાંબો-પહોળો છે, સાતિરેક ૫૦-ગોજન પરિધિથી છે. જળતી બે કોશ ઉંચો, સર્વરનમય, સ્વચ્છ, Gણ છે. બાકી પૂર્વવત્ યાવત્ ભવનાદિ પૂર્વવત કહેવા. - તે રોહિતાંશપાતકુંડના ઉત્તરના તોરણથી રોહિતાંશા મહાનદી નીકળતી હૈમવત ક્ષેત્રમાં વહેતી-વહેતી ૧૪,૦૦૦ નદીઓથી પૂર્ણ થતી-થતી શબ્દાતી વૃત્ત વૈતાદ્ય પર્વતની અર્ધયોજન દૂર રહીને પશ્ચિમ તરફ વળીને હૈમવત ક્ષેત્રને બે ભાગમાં વિભાગ કરતી-કરતી કુલ ૨૮,ooo નદીઓ સાથે મળીને, જગતની નીચેથી ચીરતી પશ્ચિમી લવણ સમુદ્રમાં મળે છે. રોહિતાંશાનદી જ્યાંથી વહે છે, ત્યાં ૧ ચૌજન પહોળી, એક કોશ ઉડી છે. ત્યારપછી માત્રામાં વધતી-વધતી મુખના મૂળમાં ૧રપ યોજન પહોળી, ચા યોજન ઉંડી, બંને બાજુ બે પાવર વેદિકા અને બે વનખંડથી સંપરિવરેલ છે. • વિવેચન-૧૨૯ : તે પાદ્રહના પૂર્વના તોરણથી ગંગા નામે મહાનદી - પોતાના પરિવારરૂપ ૧૪,૦૦૦ નદીને સાથે લઈને સ્વતંત્રપણે સમુદ્રગામીત્વથી પ્રકૃષ્ણા નદી છે. એ પ્રમાણે સિધુ આદિમાં પણ જાણવું. પ્રબૂઢ-નીકળીને, પર્વત ઉપર ૫oo યોજન છે. પર્વતે જઈને ગંગાવ નામક કુટ સમીપે, ગંગાવર્તન કૂટની નીચે વળીને. પ૨૩-૧૯ યોજન દક્ષિણાભિમુખી પર્વત જઈને, મોટો એવો જે ઘટ, તેના મુખની જેમ નિગમ જેવો છે તે. અર્થાત જેમ ઘટમુખથી જળ પ્રવાહ નીકળતા “ખુ-ખુ” એમ શબ્દ કરતાં, વળીને વહે છે. તેમ આ પણ વહે છે. મોતીનો જે હાર, તે આકારે રહેલ. સાતિરેક સો યોજન લઇ હિમવંતના શીખરથી આરંભીને ૧૦ યોજન ઉંડો પ્રપાતકુંડ સુધી ધારા પડવાથી આનું પ્રમાણ સાતિરેક સો યોજન થાય છે. પ્રપતિ-પ્રપાતકુંડને પામે છે. દક્ષિણાભિમુખ જતાં પર૩mોજન આદિ આ રીતે - હિમવંત ગિરિના વ્યાસથી ૧૦૫ર યોજન, ૧૨-કળારૂપ, ગંગા પ્રવાહ વ્યાસ ૬-યોજન, ૧-કોશ માપથી શોધિત કરતાં ૧૦૪૬ ક્રોશ પાદોન ક્લાપંચક, પછી ૧૨-કળાથી શોઘતા સાત સપાદકલા ગંગાપ્રવાહ પર્વતના મધ્યભાગથી પડાદ્રહથી નીકળે છે તેથી આ દક્ષિણાભિમુખ ગંગા પ્રવાહથી - x • ગરિવ્યાસ ૧૦૪૬ યોજન, સપાદ કળા રૂપને અડધાં કરતાં ચોક્ત પ૨૩ યોજન થાય. હવે જિહિકા - ગંગા નદી જે સ્થાનેથી પડે છે, ત્યાં એક મોટી જિલ્લિકા કહી છે. તે અધયોજન લાંબી, છ યોજન અને એક કોશ પહોળી છે. ગંગાના મૂળ વ્યાસના માપવાથી અર્ધકોશ જાડાઈથી પ્રસારિત જળચર વિશેષ મુખ છે, તે સંસ્થાને રહેલ છે. તે સર્વથા વ્રજમયી છે, ઈત્યાદિ. હવે પ્રપાતકુંડ સ્વરૂપ - ગંગાનદી જ્યાં પડે છે ત્યાં એક મોટો ગંગા પ્રપાતકુંડ છે. ૬0 યોજન લાંબો-પહોળો છે ઈત્યાદિ - * * * * કંઈક અધિક ૧૯o યોજના પરિધિથી છે. જો કે સ્વોપજ્ઞ ક્ષેત્ર વિચાર અને તેની વૃત્તિમાં મતભેદ છે, તેથી પ્રસ્તુત સૂરનો ગંભીરાર્થ બહુશ્રુતોએ વિચારવો - x• અથવા પ્રસ્તુત સૂટ પડાવવેદિકા સહિત
SR No.009017
Book TitleAgam Satik Part 26 Jamboodwippragnapti Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy