SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ૩/૧૨૩ ૧૧૩ • સૂત્ર-૧૨૩ : ભરત રાજાના ચકરન, દંડરન, અસિરા, છબરન આ ચાર એકેન્દ્રિય રનો આયુધગૃહશાળામાં ઉત્પન્ન થયા. ચર્મરન, મણિરન, કાકણિરન અને નવ મહાનિધિઓ એ બધાં શ્રીગૃહમાં ઉત્પન્ન થયા. સેનાપતિરન, ગૃહપતિપન, વર્ધકીરન, પુરોહિતરન આ ચાર મનુષ્ય નો વિનીતા રાજધાનીમાં ઉત્પન્ન થયા. અક્ષરન અને હસ્તિન, એ બંને પંચેન્દ્રિયરનો વૈતાગિરિની તળેટીમાં ઉત્પન્ન થયા. સુભદ્રા રન ઉત્તરની વિધાધર શ્રેણીમાં ઉત્પન્ન થઈ. • વિવેચન-૧૨૩ : ભરતરાજાના ચકાદિ ચાર એકેન્દ્રિયરનો આયુધશાળામાં ઉત્પન્ન-પ્રાપ્ત થયા. એમ ઉત્તરસૂઝમાં પણ જાણવું. ચર્મરત્નાદિ અને નવ મહાનિધિઓ શ્રીગૃહમાં પ્રાપ્ત થયા. આ નિધિઓ શાશ્વતભાવરૂપ કઈ રીતે ઉત્પન્ન થાય છે, તે શંકા તિરસ્ત થઈ. અહીં ઋષભયસ્ત્રિનો સાક્ષીપાઠ આપી પૂછે છે કે તેમાં વિરોધ કેમ ન આવે ? ઉત્તરમાં કહે છે - રાજાનું અહીં-તહીં રહેલ કોશદ્રવ્યને કોશ જ કહે છે, એવા લૌકિકવ્યવહારથી દોષ નથી. વૃિત્તિનું શેષ કથન સૂત્રાર્થ મુજબ છે, માટે નોંધેલા નથી. હવે ચકી વિશે કહે છે • સૂત્ર-૧૨૪ - ત્યારે તે ભરત રાજા ચૌદ રત્નો, નવ મહાનિધિઓ, ૧૬,૦૦૦ દેવો, ૩૨,૦૦૦ રાજ, ૩૨,૦૦૦ ઋતુકલ્યાણિકાઓ, ૩૨,૦૦૦ જનપદ કલ્યાણિકાઓ, ૩૨,૦eo મીબદ્ધ નાટકો, ૩૬o સોઈયાઓ, ૧૮-શ્રેણિ પ્રશ્રેણિ, ૮૪,ooo aો, ૮૪,ooo હાથીઓ, ૮૪,૦૦૦ હો, ૯૬ કરોડ પાયદળ, ૨,ooo yવટ, ,૦૦૦ જનપદ, ૯૬ કરોડ ગામ, ૯,ooo દ્રોણમુખ, ૪૮,ooo øણ, ૨૪,ooo કટ, ર૪,ooo મર્ડબ, ૨૦,૦૦૦ કર, ૧૬,૦૦૦ ખેડ, ૧૪,000 સંબાધ, ૫૬-અંતરોદક, ૪૯ કુરાજ્યો, વિનીતા રાજધાનીની એક તફ લધુ હિમવંત, ત્રણ તરફ સાગરની મર્યાદામાં પરિપૂર્ણ ભરત ક્ષેત્રના બીજા ઘણાં રાજ, ઈશ્વર, તલવર યાવતું સાવિાહ આદિનું આધિપત્ય, પૌરોપત્ય, ભતૃત્વ, સ્વામીત્વ, મહતરક્તવ, આશ્ચર્ય સેનાપત્ય કરતા, પલન કરતાં - સિમ્યફ નિર્વાહ કરતો રાજ્ય કરે છે.] [તે રાજ ભરd] અપહત નિહિત કંટક, ઉદ્ધત મલિત સર્વે બુને નિર્જિત ભરતાધિપ નરેન્દ્ર શ્રેષ્ઠચંદનથી ચર્ચિત શરીરી, શ્રેષ્ઠ હારથી રચિત વક્ષ:, શ્રેષ્ઠ મુગટથી વિભૂષિત, શ્રેષ્ઠ વસ્ત્ર-ભૂષણ ધાક, સર્વ ઋતુક સુરભિ કુસુમના શ્રેષ્ઠ માળાથી શોભિત મસ્તકવાળા, શ્રેષ્ઠ નાટક-નૃત્યના વૃંદ સાથે સપરિવૃત્ત, સવષધિત્સવનસવ સમિતિ સમગ્ર સંપૂર્ણ મનોરથ, હd અમિ માનમથન, પૂર્વકૃત્વ તપના પ્રભાવથી નિવિષ્ટ સંચિત ફળ રૂપ માનુષી સુખને ભોગવતો તે ભરત નામે હતો. • વિવેચન-૧૨૪ : છ ખંડ ભરતણોગને સાધ્યા પછી, તે ભરતરાજા ચૌદરત્નાદિથી લઈને સાર્થવાહ 2િ6/8] ૧૧૪ જંબૂદ્વીપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર આદિ સુધીનાનું આધિપત્યાદિ કરતાં અને પાલન કરતાં માનુષ્ય સુખોને ભોગવે છે. બધું પૂર્વવતુ. વિશેષ એ - ૫૬ અંતરોદક-પાણીની અંદરના સંનિવેશ વિશેષ, પણ પ૬-અંતદ્વપ નહીં, કેમકે તેનું આધિપત્ય અસંભવ છે. ૪૯-કુરાજ્ય-ભિલ્લાદિના રાજ્યો. કેવી રીતે સુખપૂર્વક ભોગવે છે, તે કહે છે - ઉપહત-વિનાશિત, વિહત-અપહત બધી સમૃદ્ધિમાં, કંટક-ગોત્રજવૈરી, ઉદ્ભૂતદેશથી બહાર કાઢેલ, મતિ-માનતાનિને પ્રાપ્ત, સર્વ મુ-ગોબજવૈરી. આ બધું કઈ રીતે થાય છે, તે કહે છે – નિર્જિત-ભગ્ન બલ સર્વશબુમાં, ઉક્ત બે પ્રકારના વૈરીમાં અહીં સર્વશગુમાં. • x - કેવો ભરત? ભરતાધિપ નરેન્દ્ર, ચંદન વડે મંડિત કરાયેલ શરીરવાળો, શ્રેષ્ઠ હારથી જોનારના નયનને સુખકારી વક્ષઃવાળો, શ્રેષ્ઠ મુગટ પહેરેલો, શ્રેષ્ઠ વસ્ત્રઆભુષણ ઘારી, બધી ઋતુના સુગંધી પુષ્પોની માળા વડે શોભિત મસ્તકવાળો, શ્રેષ્ઠ પામાદિ સમુદાયરૂપ નાટબદ્ધ પાત્રો, પ્રધાન સ્ત્રીના વૃંદ સાથે સંપરિવૃત, પુનર્નવાદિ બધી ઔષધિ, કäતનાદિ બધો રસ્તો, બધી સમિતિ-અત્યંતરાદિ પર્વદા વડે સંપૂર્ણ. તેથી જ સંપૂર્ણ મનોરથ. ઠત - પુરુષાદિ ભ્રષ્ટપણાથી જીવતા મરેલા. શગુના માના મથનથી કેવું સુખ ભોગવે છે, તે કહે છે – પૂર્વકૃત તપના પ્રભાવના નિકાચિતપણે સંચિતના ધુવ ફળવથી, કેવો ભરત ? આ ક્ષેત્રમાં પ્રથમ ભરતાધિપત્વથી પ્રસિદ્ધ નામ જેનું છે કે, વિશેષ્યપદ છે – “ત્યારે તે ભરતરાજા". • x - હવે આ નરદેવના ધર્મદિવત્વની પ્રાપ્તિનું મૂળ કહે છે – • સૂl-૧૨૫ - ત્યારે તે ભરતરાજ અન્ય કોઈ દિવસે જ્યાં નાનગૃહ છે, ત્યાં આવે છે, આવીને યાવતુ ચંદ્ર સર્દેશ પ્રિયદર્શન નરપતિ નાનગૃહથી નીકળે છે, નીકળીને જ્યાં આદગૃહ છે, જ્યાં સીંહાસન છે, ત્યાં આવે છે, આવીને શ્રેષ્ઠ સીંહાસન ઉપર પૂવભિમુખ બેઠો, બેસીને આદર્શગૃહમાં પોતાના પ્રતિબિંબને તો-જોતો રહે છે. ત્યારે તે ભરતરાજ શુભપરિણામથી, પ્રશસ્ત આધ્યવસાયથી, વિશુદ્ધ થતી જતી લેયાથી, ઈહા-અપોહ-માણા-ગવેષણા કરતા તેના આવરણ કર્મોના હાયથી કમરજના નિવારક અપૂર્વરણમાં પ્રવેશતા અનંત અનુત્તર નિવ્યઘિાત નિરાવરણ સંપૂર્ણ પતિપૂર્ણ શ્રેષ્ઠ કેવલ-જ્ઞાન-દનિ ઉત્પન્ન થયા. ત્યારે તે ભરd કેવલી જાતે જ આભરણ અલંકાર ઉતારે છે, ઉતારીને સ્વય જ પંચમુષ્ટિક લોચ કરે છે, કરીને આદગૃહથી નીકળે છે. નીકળીને અંતઃપુરની હીક મોટી નીકળે છે, નીકળીને ૧e,ooo રાજાઓ સાથે સંરિવરીને વિનીતા રાજધાનીની ઠીક મધ્યેથી નીકળે છે, નીકલીને પ્રદેશમાં સુખસુખે વિચરે છે. વિચરીને જ્યાં અષ્ટાપદ પર્વત છે, ત્યાં આવે છે, આવીને અષ્ટાપદ પર્વત ઉપર ધીમે ધીમે ચડે છે. ચડીને મેઘઘન-સર્દેશ દેવ સાક્ષાત પૃથ્વીશિલાકનું પ્રતિલેખન કરે
SR No.009017
Book TitleAgam Satik Part 26 Jamboodwippragnapti Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy