SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ૩/૧૨૨ વખત પણ વૈક્રિય સમુદ્ઘતિથી યાવત્ સમવહત થાય છે, થઈને બહુમરમણીય ભૂમિ ભાગ વિપુર્વે છે. વિકુર્તીને જેમ કોઈ આલિંગપુષ્કર સમાન હોય. તે બહુમ રમણીય ભૂમિભાગના બહુમધ્યદેશ ભાગમાં અહીં એક મોટો અભિષેક મંડપ વિકુવે છે, જે અનેકશત સ્તંભ સંનિવિષ્ટ છે યાવત્ ગંધવભૂત છે. પ્રેક્ષાગૃહ મંડપ વર્ણન પણ કરવું. ૧૦૫ તે અભિષેક મંડપના બહુમધ્યદેશ ભાગમાં અહીં એક મોટી અભિષેકપીઠ વિકુર્વે છે. તે સ્વચ્છ અને શ્લÆ હતી. તે અભિષેકપીઠની ત્રણે દિશામાં ત્રિસોપન પ્રતિરૂપક વિક્ર્તે છે. તે ત્રિસોપાન પ્રતિરૂપકનું આ આવા સ્વરૂપનો વર્ણીવાસ યાવત્ તોરણ કહે છે. તે અભિષેક પીઠના બહુસમ રમણીય ભૂમિભાગ કહેલા છે. તે બહુસમ રમણીય ભૂમિભાગના બહુમધ્યદેશ ભાગમાં અહીં એક મોટું સીંહાસન વિકુર્વે છે. તે સીંહાસનનું આવા પ્રકારે વર્ણન દામ વર્ણન સમાપ્ત થાય ત્યાં સુધી કહેવું. ત્યારપછી તે દેવોએ અભિષેક મંડપને વિક્લ્યો, વિકુર્તીને જ્યાં ભરત રાજા હતો યાવત્ આજ્ઞા પાછી સોંપી. ત્યારપછી તે ભરત રાજાએ આભિયોગિક દેવોની પાસે આ કથન સાંભળીસમજી, હર્ષિત-સંતુષ્ટ થઈ પૌષધશાળાથી નીકળ્યો, નીકળીને કૌટુંબિક પુરુષોને બોલાવીને આ પ્રમાણે કહ્યું – ઓ દેવાનુપિયો ! જલ્દીથી આભિષેક્સ હસ્તિરત્નને સજાવો, સજાવીને અશ્વ, હાથી યાવત્ સજ્જ કરાવો, પછી મારી આ આજ્ઞાને પાછી સોંપો યાવત્ સોપે છે. ત્યારપછી તે ભરતરાજા નાનગૃહમાં પ્રવેશ્યો યાવત્ જનગિરિના ફૂટ સદેશ ગજપતિ ઉપર તે નરપતિ આરૂઢ થયો. ત્યારે તે ભરતરાજા આભિષેકય હસ્તિરત્ન ઉપર આરૂઢ થતાં આ આઠ-આઠ મંગલકો જે આલાવો વિનીતામાં પ્રવેશતા કહ્યો, તે જ નિષ્ક્રમણ કરતા યાવત્ પતિબુધ્યમાન વિનીતા રાજધાનીની મધ્યેથી નીકળે છે. નીકળીને જ્યાં વિનીતા રાજધાનીની ઉત્તર-પૂર્વીય દિશાભાગમાં અભિષેક મંડપ છે, ત્યાં આવે છે. આવીને અભિષેક મંડપના દ્વારે આભિષેક્સ હસ્તિરત્નને ઉભો રાખે છે. ઉભો રાખીને આભિષેક્સ હસ્તિરત્નથી ઉતરે છે. ત્યારપછી સ્ત્રીરત્ન, ૩૨,૦૦૦ ઋતુ કલ્યાણિકા, ૩૨,૦૦૦ જનપદ કલ્યાણિકા, ૩૨,૦૦૦ બીશબદ્ધ નાટકો સાથે સંપરિવરીને અભિષેક મંડપમાં પ્રવેશે છે, પ્રવેશીને જ્યાં અભિષેકપીઠ છે, ત્યાં આવે છે, આવીને અભિષેકપીઠને અનુપદક્ષિણા કરતાં-કરતાં પૂર્વદિશાના ત્રિસોપાનપતિરૂપકને આરોહે છે, આરોહીને જ્યાં સીંહાસન છે, ત્યાં આવે છે. આવીને પૂર્વાભિમુખ બેઠો. ત્યારે તે ભરત રાજાના ૩૨,૦૦૦ રાજા જ્યાં અભિષેક મંડપ હતો, ત્યાં આવે છે. આવીને અભિષેક મંડપમાં પ્રવેશે છે. પ્રવેશીને તે અભિષેક પીઠની અનુપદક્ષિણા કરતા-કરતા ઉત્તરના ત્રિસોપાનપતિરૂપકથી જ્યાં ભરત રાજા છે, ત્યાં આવે છે, આવીને બે હાથ જોડી યાવત્ મસ્તકે અંજલિ કરીને ભરત રાજાને જંબુદ્વીપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨ જય-વિજયથી વધાવે છે, વધાવીને ભરત રાજાની બહુ નીકટ નહીં, તેમ બહુ દૂર નહીં એ રીતે સુશ્રૂષા કરતા યાવત્ પપાસના કરે છે. ત્યારે તે ભરતરાજાના સેનાપતિરત્ન યાવત્ સાર્થવાહાદિ તે રીતે જ આવ્યા, વિશેષ એ કે – દક્ષિણના ત્રિસોપાન પ્રતિરૂપકથી આવ્યા. ૧૦૬ ત્યારે તે ભરત રાજાએ આભિયોગિક દેવોને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું – ઓ દેવાનુપિયો ! જલ્દી મારા મહાઈ, મહાઈ, મહાહ, મહારાજાભિષેકની સામગ્રી ઉપસ્થાપિત કરો. ત્યારે તે આભિયોગિક દેવો ભરતરાજાએ આમ કહેતા હર્ષિત, સંતુષ્ટ ચિત્તવાળા થઈ યાવત્ ઉત્તરપૂર્વ દિશાભાગમાં ગયા, જઈને વૈક્રિય સમુદ્દાત કરે છે. એ પ્રમાણે જેમ વિજયદેવમાં કહ્યું તેમ અહીં પણ ચાવત્ પંડકવનમાં ભેગા થઈ મળે છે, ભેગા મળીને જ્યાં દાક્ષિણા ભરતક્ષેત્ર છે, જ્યાં વિનીતા રાજધાની છે, ત્યાં આવે છે, આવીને વિનીતા રાજધાનીને અનુપદક્ષિણા કરતાકરતા જ્યાં અભિષેક મંડપ છે, જ્યાં ભરતરાજા છે, ત્યાં આવે છે, આવીને તે મહાર્થ, મહાઈ, મહાહ મહારાજા-અભિષેક યોગ્ય સામગ્રી ઉપસ્થાપિત કરે છે. ત્યારે તે ભરત રાજાના ૩૨,૦૦૦ રાજાઓએ શોભન તિથિ-કરણ-દિવસનક્ષત્ર-મુહૂર્ત-ઉત્તર ભાદ્રપદા નક્ષત્ર તથા વિજય નામક મુહૂર્તમાં સ્વાભાવિક તથા ઉત્તરવૈક્રિયદ્વારા નિષ્પાદિત શ્રેષ્ઠ કમલો ઉપર પ્રતિષ્ઠાપિત, સુરભિત, ઉત્તમ જળથી પરિપૂર્ણ ૧૦૦૮ કળશોથી રાજા ભરતનો ઘણાં આનંદોત્સવની સાથે અભિષેક કર્યો. અભિષેકનું વર્ણન વિજયદેવની માફક છે. તે રાજાઓમાં પ્રત્યેકે યાવત્ અંજલિ કરી તેવી ઈષ્ટ વાણીથી જેમ પ્રવેશતા કહ્યું યાવત્ વિચરે છે, એમ કહીં જય-જય શબ્દનો પ્રયોજે છે - જયઘોષ કરે છે. ત્યારે તે ભરતરાજાના સેનાપતિરત્ન ચાવત્ પુરોહિતરત્ન, ૩૬૦ રસોઈયા, અઢાર શ્રેણિ-પ્રશ્રેણિઓ, બીજા પણ ઘણાં યાવત્ સાર્થવાહ વગેરે એ પ્રમાણે જ અભિષેક કરે છે. તે શ્રેષ્ઠ કમળ પ્રતિષ્ઠાન વડે પૂર્વવત્ યાવત્ અભિસ્તવના કરે છે, ૧૬,૦૦૦ દેવો પણ એ પ્રમાણે જ વિશેષ એ કે – પદ્મ સુકુમાલ યાત્ મુગટ પહેર્યો. ત્યારપછી દર્દ-મલય-સૌગંધિક ગંધ ગાત્રો પર છાંટ્યા, દિવ્ય એવી પુષ્પમાળા પહેરી. વિશેષ શું કહીએ ? ગ્રંથિમ, વેષ્ટિમ યાવત્ વિભૂષિત કરે છે. ત્યારે તે ભરત રાજા મહા મોટા રાજાભિષેકથી અભિસિંચિત થઈને કૌટુંબિકપુરુષોને બોલાવીને આ પ્રમાણે કહ્યું – ઓ દેવાનુપિયો ! જલ્દીથી શ્રેષ્ઠ હાથીના સ્કંધ ઉપર બેસીને વિનીતા રાજધાનીના શ્રૃંગાટક, ત્રિક, ચતુષ્ક, સત્વર ચાવત્ મોટા માર્ગ-માર્ગોમાં મોટામોટા શબ્દોથી ઉદ્ઘોષણા કરતાં કરતાં ઉત્સુક, ઉત્તર, ઉત્ક્રય, અદેય, અમેય, અભટપ્રવેશ, અદંડ-કુદંડિમ યાવત્ નગરના જાનપદો સહિત બાર વર્ષના પ્રમોદ ઘોષણા કરવો, કરાવીને મારી આ આજ્ઞા મને પાછી સોંપો.
SR No.009017
Book TitleAgam Satik Part 26 Jamboodwippragnapti Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy