SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬ ૩/૯૦ થી ૯૫ છે. તેમ દર્શાવીને પોતાની દિનતા બતાવી છે. - x• x - શ્રેષ્ઠપ્રધાન રત્નો લઈને, અંજલિ કરીને, ચરણના મુગટ-મસ્તક રાખીને ભરત રાજાનું શરણું સ્વીકારો. ઉત્તમપુરુષો પ્રણિપતિત વત્સલ હોય છે. આપને ભરતરાજાથી કોઈ ભય નથી તેમ કહીને જે દિશામાંથી પ્રગટ થયેલા, તે જ દિશામાં પાછા ગયા. હવે ભગ્નેચ્છા સ્વેચ્છાએ જે કર્યું તે કહે છે – બધું પૂર્વવત્ વિશેષ એ કે - રત્નોનું ભેંટણું ધરે છે. પછી શું કહ્યું? તે કહે છે – હે વસધાર ! છ ખંડવર્તી દ્રવ્યના સ્વામી અથવા તેજોધર, ગુણધર-ગુણવાન, જયધર-વિહેપી વડે અધર્ષણીય, હી-લજ્જા, શ્રી લક્ષ્મી, ધૃતિ-સંતોષ, કીર્તિ-વર્ણવાદ આ બધાંના ધાક અનેક લક્ષણવંત, અમારું આ રાજ્ય દીર્ધકાળ પાલન કરો. અથતુ અમારા દેશના અધિપતિ થાઓ. | હે અશ્વપતિ ઈત્યાદિ ૩૨,૦૦૦ જનપો જે રાજા, તેના સ્વામી! ઘણું જીવોઘણું જીવો. હે પ્રથમ નરેશર હે શર્યધર, હે ૬૪,ooo નારીના પ્રાણવલ્લભ, રનોના અધિષ્ઠાતા માગધતીર્થાધિપાદિ લાખો દેવોના ઈશ્વર! ચૌદ રત્નેશ્વરી યશવી! પૂર્વપશ્ચિમ-દક્ષિણ સંબંધી સમુદ્ર, ગિરિ-લઘુ હિમવંત, તેની મર્યાદામાં છે તે. ઉક્ત ત્રણ દિશામાં સમદ્ર અને અધિક ઉત્તરમાં હિમવંત. ઉતરાદ્ધ-દક્ષિણાદ્ધ ભરત અર્થાત પરિપૂર્ણ ભરત, તમારા વડે જિતાયો છે. - x - તેથી નવ નિધિ અને સંપૂર્ણ ચૌદ રત્નોના સંપત્તિવાનું. તેથી અમે દેવાનુપિયના દેશમાં વસીએ છીએ અથ તમારી પ્રજારૂપ છે. ૩મો - આશ્ચર્યમાં, દેવાનુપિયની ઋદ્ધિ, ધુતિ, યશ, બળ, વીર્ય, પુકાર પરાક્રમ અર્થાત્ ઋદ્ધયાદિ આશ્ચર્યકારી છે. તે કેવી છે ? દિવ્ય-સર્વોત્કૃષ્ટ, દેવની જેવી ધતિ, એ રીતે દિવ્ય દેવાનુભાવને પ્રાપ્ત કરેલ છે, અભિ સન્મુખ આવેલ છે. બીજા પાસેથી સાંભળતા પણ આશ્ચર્ય થાય છે, જોતાં તો વિશેષ થાય તેથી કહે છે આપની ત્રાદ્ધિ-સંપત્તિ જોઈ, ચક્ષ વડે પ્રત્યક્ષ અનુભવી. -x - આપની યુતિ તેમજ યશ બલાદિ પણ જોયા ચાવતુ-ઋદ્ધિ, યશ, બળ, વીર્ય અભિસમ વાગત થયેલા જોયા. તેથી દેવાનુપ્રિય ! અમને ક્ષમા કરો. અમે બાળચેષ્ટા કરી છે, માટે અમને ક્ષમા કરો. આપ ક્ષમા કરવાને યોગ્ય છો - X - X • હવે ફરી આવું નહીં કરીએ. એ પ્રમાણે અંજલી જોડી, પગે પડી, ભરત રાજાનું શરણ સ્વીકારે છે. હવે પ્રસાદાભિમુખ ભરતનું કૃત્ય કહે છે - પછી તે ભરત રાજા તે આપાતકિરાતોના પ્રધાન શ્રેષ્ઠ રત્નોને સ્વીકારે છે. સ્વીકારીને તે આપાત કિરાતોને કહ્યું - તમે તમારા સ્થાને જાઓ, મારા બાહુની છાયામાં તમને સ્વીકારેલ છે, તમારી માથે મારો હાથ છે, નિર્ભય અને ઉદ્વેગરહિત થઈ સુખે સુખે તમે રહો. તમને હવે કોઈ ભય નથી, એમ કહી સકારી-સન્માનીને સ્વસ્થાને જવાની જા આપી. હવે કિરતોને સાધ્યા પછી નરેન્દ્રએ શું કર્યું ? તે કહે છે – પછી ભરતે સુષેણ સેનાપતિને બોલાવ્યો. બોલાવીને એમ કહ્યું - દેવાનુપ્રિય ! જા, પૂર્વસાધિત નિકટની અપેક્ષાથી બીજા, સીંધમહાનદીના પશ્ચિમ ભાગવર્તી નિકુટ, સાણ-પશ્ચિમી સમુદ્ર, ઉતરમાં લઘુહિમવંત, દક્ષિણમાં વૈતાઢ્યગિરિ, તેટલી મયદા જેવી છે તે. આના વડે વિભાગ કર્યો. જંબૂદ્વીપપ્રાપ્તિઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/૨ લાઘવતા માટે કહે છે – જેમ દક્ષિણ દિશાના સિંધુનિકૂટોને સાધ્યા, તે બધું કહેવું. - x - x • પછી શું થયું ? તે કહે છે – • સૂત્ર-૯૬ : ત્યારપછી દિવ્યચક્રન અન્ય કોઈ દિને આયુધગૃહ શાળાથી નીકળે છે, નીકળીને આકાશમાં સ્થિત થયું યાવત્ ઈશાનદિશામાં વધુ હિમવત પર્વતાભિમુખ તરફ ચાલ્યું. ત્યારે તે ભરતરાજ દિવ્ય ચક્રનને પાવતુ લઘુ હિમવત વર્ષધર પર્વતની કંઈક સમીપે બાર યોજન લાંબી ચાવતુ લઘુહિમવંતા ગિરિકુમાર દેવને આશ્રીને અક્રમભકત સ્વીકાર્યો. બધું માગધતીવિત્ કહેવું ચાવતું સમુદ્રના રવ જેવો નાદ કરતા-કરતા ઉત્તર દિશાભિમુખ જ્યાં લઘુહિમવંત વર્ષધરપત છે ત્યાં આવ્યા. આવીને લઘુહિમવંત વર્ષધર પર્વતને ત્રણ વખત શિથી સ્પર્શે છે, સ્પર્શને આશ્નોનો નિગ્રહ કર્યો કરીને પૂર્વવત્ યાવ4 કાન સુધી ભાણ ખેંચીને આ વચનો ત્યાં તે નરપતિએ ક@ા યાવતુ બધાં આપના દેશવાસી છીએ, એમ કહી ઉદd આકાશમાં પરિકર-નિકરિત મધ્યે બાણ છોડ્યું યાવતું ત્યારે તે બાણને ભરત રાજ વડે ઉd આકાશમાં છોડાતા જલ્દીથી કર યોજન જઈને લઘુહિમવત ગિરિકુમાર દેવની મર્યાદિામાં પડ્યું. ત્યારે તે લઘુહિમતકુમાર દેવે મયદામાં બાણને પડતું છે. જોઈને તે અસરકત, રટ, યાવતુ પતિદાનમાં સવૌષધિ, મારા, ગોશીષ ચંદન, કટક ચાવતું બ્રહનું જળ લીધું. લઈને તેની ઉત્કૃષ્ટી ચાવ4 ઉત્તર વધુ હિમવંતગિરિની મર્યાદામાં હું આપનો દેશવાસી છું યાવતુ હું આપનો ઉત્તરદિશાનો અંતાલ છું યાવ4 વિદાય આપી. • વિવેચન-૯૬ : ઉત્તરીય સિંધુ નિકુટ સાધના પછી તે દિવ્યચકર7 અન્યદા કોઈ દિને આયુધ ગૃહશાળાથી નીકળ્યું, નીકલીને આકાશમાં રહ્યું. ચાવત્ પદથી હજાર ચણા વડે સંપરિવૃત, દિવ્ય ત્રુટિત શબ્દના સંનિનાદથી આકાશને પુરતું એમ લેવું. ઈશાન ખૂણામાં લઘુહિમવંત પર્વતાભિમુખ ચાલ્યુ. છાવણી નાંખીને લઘુહિમવંતગિરિ મળે જવાને ઈશાનમાં જ ઋજુમાર્ગ છે. પછી નરેન્દ્રએ જે કર્યું તે કહે છે - ભરતે ચકરનને લઘુ હિમવ ગિરિ તરફ જતું જોઈને કૌટુંબિક પુરુષોને આજ્ઞા કરી કે હસ્તિરત્ન સજાવો, સેના સજાવો, સ્નાનવિધાન, હસ્તિ, આરોહણ, માર્ગમાં આવતા નગરાદિના સ્વામીને જીતવા, તેમનું ભેટશું સ્વીકારવું, ચકરનનું અનુગમન ઈત્યાદિ કર્યું -x-x • પછી લઘુ હિમવંતગિરિ પાસે બાર યોજન લાંબી, નવ યોજન વિસ્તીણદિ વિશેષણ વિશિષ્ટ છાવણી નાંખી. વધડી રનને બોલાવી પૌષધશાળા કરાવી. લઘુ હિમવંતગિરિકુમારને સાધવા નિમિત્તે પૌષધ પણ કરે છે. જ્યાં સુધી સૂર કહેવું ? સમુદ્રના સ્વરૂપ સમાન કરતાં-કરતાં, ‘તત્વ' શબ્દથી
SR No.009017
Book TitleAgam Satik Part 26 Jamboodwippragnapti Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy