SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ 3/૩૬ ૫૩ ત્યારે તે જનપદ, નગર, પટ્ટણના સ્વામી, અનેક આકરપતિ મંડલપતિ, પણપતિ બધાં આભરણ, ભૂષણ, રન, બહુમૂલ્ય, વસ્ત્ર, અન્યાન્ય શ્રેષ્ઠ, રાચિત વસ્તુઓ હાથ જોડી, મસ્તકે અંજલિ કરી, ભેંટણારૂપે સેનાપતિ સુષણને ભેટ કરી. ફરી પાછા ફરતા તેમણે હાથ જોડ્યા, મસ્તકે લગાડીને નમ્યા. પછી કહ્યું - આપ અમારા અમી છો, દેવતાની માફક અમે આપના શરણાગત છીએ, આપના દેશવાસી છીએ. એ રીતે વિજયસુચક શબ્દ કહેતા, તે બધાંને સેનાપતિએ પૂર્વવતુ યથાયોગ્ય કાર્યમાં સ્થાપ્યા, નિયુક્ત કર્યા, સન્માન કર્યું અને વિદાય આપી. તેઓ પોતાના નગરો, પટ્ટણો આદિ સ્થાનોમાં પાછા ફર્યા. પોતાના રાજ પતિ વિનયશીલ, અનુપહત શાસન અને શન્ય યુક્ત સેનાપતિ સુષેણે બધાં ભેંટણા, આભરણ, ભૂષણ, રત્નો લઈને સિંધુ નદીને પાર કરી. તેઓ જ ભારત પાસે આવ્યા. પૂર્વવતુ રાજાને બધો વૃત્તાંત કહો. નિવેદન કરીને પ્રાપ્ત બધો ઉપહાર રાજાને અર્પિત કર્યો. રાજાએ તેને સત્કારી, સમાની, સહર્ષ વિદાય આપી. તે પોતાના મંડપવાસે આવ્યો. ત્યારપછી સુષેણ સેનાપતિએ સ્નાન કર્યું, લલિકર્મ કર્યું, કૌતુક-મંગલપ્રાયશ્ચિત્ત કરાઈ, જમ્યા પછી મુખશુદ્ધિ આદિ કરી ચાવ4 સરસ ગોશીષ ચંદનથી ગાત્ર-શરીરનું લિંપન કર્યું. પછી ઉપરના શ્રેષ્ઠ પ્રાસાદમાં ગયો. ત્યાં મૃદંગ વાગી રહ્યા હતા, જમીશબદ્ધ નાટકો શ્રેષ્ઠ તરુણીથી સંપયુક્ત હતા. તેમના નૃત્યગીત-ઉપલાલિત્ય, મહા આહત નૃત્ય-ગીત-વાજિંત્ર-તંત્રી-તાલ-ગુટિd-ધન મૃદંગ, પટુ પ્રવાહીના રવ વડે ઈષ્ટ શબ્દ-સ્પર્શ-રસ-રૂપ-ગંધરૂપ પંચવિધ માનુષી કામભોગો ભોગવતો રહ્યો. • વિવેચન-૩૬ : સૂગ નિગદ સિદ્ધ છે. વિશેષ એ કે – સુષેણ નામે સેનાપતિ રન છે. શું કહ્યું ? દેવાનુપિય ! તું જા સિંધુ મહાનદીના પશ્ચિમ દિશાવર્ત નિકૂટ-કોણવર્તી ભરતક્ષેત્ર ખંડરૂપ, આના વડે પૂર્વ દિશાવર્તી ભરત ક્ષેત્રખંડનો નિષેધ કર્યો છે. આ કયા વિભાજકશી વિભક્ત છે. તે કહે છે – પૂર્વ અને દક્ષિણમાં સિંધુ નદી, પશ્ચિમમાં સાગર, ઉત્તરમાં ગિરિ વૈતાઢ્ય, આના વડે કરેલા વિભાગરૂપપણે સહિત. આના વડે બીજ પાશ્ચાત્ય નિકુટથી ભેદ દર્શાવ્યો છે. તેમાં પણ સમ-સમ ભૂભાગવર્તી અને વિષમ-દુર્ગભૂમિકા અને નિકુટ-અવાંતર ક્ષેત્રખંડરૂપ. વેદિ - સાઘવું, અમારી આજ્ઞા પ્રવર્તન વડે અમને વશ કરવા. આ કથનથી પ્રથમ સિંધુ નિકુટ સાધવામાં થોડા પણ ભૂભાગના સાધનમાં ગજનિમીલિકા ન કરવી [2] તેમ જણાવે છે. એ પ્રમાણે અખંડ છ ખંડનું રાજાપણાની પ્રાપ્તિ છે. મોમવેત્તા - સાધીને અગ્ર પ્રધાન રન - સ્વ સ્વ જાતિની ઉત્કૃષ્ટ વસ્તુ લે છે. મારી આ આજ્ઞા પાછી સોંપો. ત્યારપછી સુષેણે જે કર્યું, તે કહે છે – ભરતની આજ્ઞા પછી સુષેણે સ્વામીના આજ્ઞા વચનને વિનયથી સાંભળ્યા. - x - ૪ - સુષેણ કેવો છે ? સેના - હસ્તિ આદિના સ્કંધરૂપ બળના નેતા - સ્વતંત્રપણે પ્રવર્તક, ભરતક્ષેત્રમાં વિશ્રુતયશવાળો, જંબૂલીપજ્ઞપ્તિઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/૨ અતુચ્છ સૈન્યના ક્રમથી ભરતકી સંબંધી પરાક્રમ જેનાથી છે તે. * * * * * મહાભા-ઉદાત્ત સ્વભાવ, ઓજસ્વી-આભ વડે વયિિધક, તેજથી-શારીરિક લક્ષણ વડે • સવાદિથી યુક્ત. પારસી-આરબી પ્રમુખ ભાષામાં પંડિત. તે-તે દેશના પ્લેચ્છોને સામ-દાનાદિ વાક્યો વડે બોધ પમાડવામાં સમર્થ. તેથી જ વિવિધ ગ્રામ્યતાદિ ગુણયુત બોલવાના આયાર વાળો. ભરતક્ષેત્રમાં નિકુટ, ગંભીર સ્થાન, દુર્ગમ સ્થાન, દુ:ખે પ્રવેશી શકાય તેવા સ્થાનો-ભૂભાગોનો જાણકાર, તેમાં તેના રહેનારાની જેમ પ્રચાર ચતુર. તેથી યોગ્યતા મુજબ તેમના શાસનમાં નિયુકત. અર્થ શાસ્ત્ર-નીતિશાસ્ત્રાદિમાં કુશળ, સૈન્યમાં મુખ્ય, તેને ભરત રાજાએ એ પ્રમાણે કહેતા હર્ષિત-સંતુષ્ટ થયો ઈત્યાદિ પૂર્વવતું. પછી તે શું કરે છે ? તે પાઠસિદ્ધ છે. સુષેણ, શરીરના આરોપણથી સદ્ધ, કપના બંધનથી બદ્ધ, લોકવવાદિ વર્મ, - x • એવા કવચવાળો. ઉત્પીડિત-ગાઢ ગુણારોપણથી દઢીકૃત. શરાસન પટ્ટિકા-ધનુદંડ, ગ્રીવાભરણ કે ગીવા ત્રાણ પહેરેલો, બદ્ધ-ગ્રંચિદાનથી આવિદ્ધ, મસ્તક વેટનથી પરિહિત, વીરાંતિવીર સૂચક વસ્ત્ર વિશેષયુક્ત, આયુધ અને પ્રહરણ ગ્રહણ કરેલો - આ બંનેમાં ક્ષેય અને અફોધ્યકૃત ભેદ જાણવો, તેમાં -બાણાદિ, અોપ્ય-ખગાદિ. - ૪ - પછીનું સૂત્ર પૂર્વ વ્યાખ્યાત છે. વિશેષ એ- સુષેણ ચર્મ રનને સ્પર્શે છે. અહીં પ્રસ્તાવથી ચર્મરનનું વર્ણન કહે છે - x • તે વિસ્તૃતનામક છે, આવા સ્વરૂપે 'ન' - સ્વામી, ચકવર્તીરૂપ જેને છે તે. જેના હસ્તસ્પર્શથી ઈછા વડે કે વિસ્તૃણ કરે છે, તે સ્વામી. શ્રીવત્સ સમાનરૂપ જેનું છે તે. [શંકા] શ્રીવસ આકારત્વમાં ચારે પણ છેડા સમ અને વિષમ હોય છે અને તે કિરાતે કરેલ વૃષ્ટિ-ઉપદ્રવ નિવારણ માટે તીર્ણ વિસ્તારવા વડે વૃતાકારથી કમરન સાથે કઈ રીતે સંઘટના થાય ? (સમાધાન] સ્વતઃ શ્રીવત્સાકાર પણ હજાર દેવના અધિષ્ઠિતપણાથી યથા અવસર ચિંતિતાકાર થાય છે, તેથી તેમાં દોષ નથી. મોતી, તારક, અર્ધચંદ્ર એ બધાંના આલેખ્ય-ચિત્રો જેમાં છે તે, અયલ-અકંપ, બંને સદેશાર્થક છે. શબ્દના અતિશયથી અતિ દેઢ પરિણામ સૂચવે છે. ચકી સકલ સૈન્યાકાંતત્વમાં પણ જરાપણ કંપતા નથી. અભેધ-દુર્ભેદ કવચ સમાન, અર્થાત્ વજ ખંજર સમાન દુર્લૅધ, નદી કે સાગરને પાર કરવાના યંગરૂપ-ઉપાયભૂત, દિવ-દેવકૃત પ્રાતિહાર્ય ચર્મરત્નચર્મમાં પ્રધાન, પવન-પાણી વડે અનુપઘાતિ. જેમાં શણધાન્ય ૧૭સંખ્યામાં છે, તે સર્વધાન્યો વવાય છે, એક જ દિવસમાં તે લણાય છે. સંપ્રદાય આ પ્રમાણે છે - ગૃહપતિને આ ચર્મરનમાં સૂર્યોદયે ધાન્ય વાવે છે, અસત સમયે લણી લે છે. આ ૧૭ ધાન્યો - શાલિ, જવ, ઘઉં, કોદરા, રાલય, તલ, મગ, અડદ, ચોળા, ચણા, તુવેર, મસૂર, કુલસ્થા, ગોધુમ, નિપાવ, અતસી, શણ છે. • x • બીજો ચોવીશ ધાન્ય પણ કહ્યા છે. લોકમાં પણ ઘણાં ક્ષદ્ર ધાન્યો છે. ફરી ચર્મરત્નના બીજા ગુણો કહે છે – જલદ વૃષ્ટિ જાણીને ચકવર્તી વડેલ સ્પર્શેલ દિવ્ય ચર્મરન બાર યોજના તીર્ણ વધે છે. તેમાં ઉત્તર ભારત મધ્યમંડવર્તી
SR No.009017
Book TitleAgam Satik Part 26 Jamboodwippragnapti Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy