SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ 3/93 ઋતુમાં વિકસિત થનારા પુષ્પોની માળા તેમાં લાગેલી હતી. તેના ઉપર ઉન્નત્ત શ્વેત ધજા ફરકતી હતી. તેનો ઘોષ ગંભીર હતો, શત્રુના હૃદયને કંપાવી દે તેવો હતો. લોક વિદ્યુત, યશસ્વી રાજા ભરત પ્રાતઃકાળે પૌષધ પારી, તે હત ચાતુર્થ અશ્વારથ ઉપર આરૂઢ થયો. x - બાકી પૂર્વવત્. ૪૯ [રાજા ભરત] દક્ષિણાભિમુખ વરદામતીર્થથી લવણ સમુદ્રને અવગાહે છે યાવત્ શ્રેષ્ઠ રથના કૂપર ભીના થયા યાવત્ પ્રીતિદાન. વિશેષ એ કે વરદામ તીથકુમારે દિવ્ય ચૂડામણી, હૃદય અને ગળના અલંકાર, શ્રોસુિતક, કટક, મુટિત ભેંટ કર્યા. યાવત્ દક્ષિણનો અંતઃપાલ ચાવત્ અષ્ટાલિકા મહામહિમા કરે છે કરીને આજ્ઞા પાછી સોંપી. ત્યારપછી તે દિવ્ય ચક્રરત્ન વરદામતીથકુમાર દેવતા અષ્ટાલિકા મહામહિમા નિવૃત્ત થતાં આયુધગૃહ શાળાથી નીકળે છે, નીકળીને આકાશે ચાલતા યાવત્ અંબરતલને પૂતિ કરતાં ઉત્તર-પશ્ચિમ દિશામાં પ્રભાસ તીિિભમુખ પ્રયાણ કર્યું. ત્યારે ભરત રાજાએ તે દિવ્ય ચક્રરત્નને યાવત્ ઉત્તર-પશ્ચિમ દિશામાં પૂર્વવત્ યાવત્ પશ્ચિમ દિશાભિમુખ પ્રભાસ તીથથી લાવણસમુદ્રમાં ઉતર્યા. ઉતરીને યાવત્ તે શ્રેષ્ઠ રથના કૂપર ભીના થયા યાવત્ પ્રીતિદાન. વિશેષ એ કે પ્રભાસાતીથકુમારે માળા, મુગટ, મોતીજાલ, હેમજાલ, કટક, મુતિ, આભરણ, નામાંકિત બાણ અને પ્રભાસ તીર્થોદક ગ્રહણ કર્યું. કરીને યાવત્ પશ્ચિમથી પ્રભાસતીર્થની મર્યાદામાં હું દેવાનુપિયનો દેશવાસી છું યાવત્ પશ્ચિમ દિશાનો અંતપાલ છું, તેમ કહ્યું, બાકી પૂર્વવત્ યાવત્ અષ્ટાલિકા મહોત્સવ નિવાઁ. • વિવેચન-૭૩ : જઈને ઈત્યાદિ પૂર્વવત્. તે પ્રસિદ્ધ તે પ્રસિદ્ધ ભરતચક્રી શ્રેષ્ઠ મહારથે આરૂઢ થયો એમ સંબંધ છે. કેવા પ્રકારે ? ધરણિતલે જતો, શીઘ્રગામી. કેવો શ્રેષ્ઠ પુરુષ ? સર્વત્ર જય સંભાવનાથી જનિત પ્રમોદરસ પુલકિતપણે વિસ્તીર્ણ અર્થાત્ પ્રકૃલિત હૃદય. હવે ફરી શને વિશેષથી કહે છે - બહુ લક્ષણ પ્રશસ્ત, ક્ષુદ્ર હિમવત્ ગિરિ-વાતરહિત જે દરીનો મધ્યભાગ, તેમાં સંવર્છિત ચિત્રા-વિવિધા તિનિશા-થદ્રુમ, તે જ દલિક જેના છે તે. - ૪ - જાંબૂનદ સુવર્ણમય સુઘટિત કૂરિ-યુગંધર જેમાં છે તે. કનકમા લઘુદંડરૂપ આરાવાળો. પુલક વરેન્દ્રનીલ સાસક રત્ન વિશેષ. પ્રવાલ અને સ્ફટિક રત્ન, લેપ્ટ-વિજાતિરત્ન, મણિ-ચંદ્રકાંતાદિ, વિદ્રુમ-પ્રવાલ વિશેષ. - x - તેના વડે વિભૂષિત, પ્રતિદિશામાં બારબારના સદ્ભાવથી ૪૮-આરાઓ જેમાં છે તે. - ૪ - લાલ સુવર્ણમય પટ્ટક વડે લોકમાં “મહલૂ” રૂપે પ્રસિદ્ધ છે. સંગૃહિત-દઢીકૃત્ તથા ઉચિત અર્થાત્ અતિલઘુ કે અતિ મોટા નહીં તેવા, તુંબો જેના છે તે... ...પ્રકર્ષથી ધૃષ્ટ, પ્રકર્ષથી બદ્ધ, એવા નિર્મિત નવી પટ્ટિકા જેમાં છે તે તેવા પ્રકારે જે ચક્રપરિધિરૂપ, જે લોકમાં પૂંડી નામે પ્રસિદ્ધ છે, તેથી સુનિષ્પન્ન કાર્ય નિર્વાહકવથી જેના છે તે. - - * - - અતિમનોજ્ઞ નવા લોઢાના ચર્મરજ્જુ, તેનું કાર્ય જેમાં છે તે. અર્થાત્ 26/4 જંબુદ્વીપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨ તે રથમાં જે અવયવો છે તે લોહચર્મ વડે બદ્ધ છે. હરિ-વાસુદેવ, તેના ચક્રરત્ન રાદેશ, કર્કેતન, ઈન્દ્રનીલ, શણ્યક રૂપ ત્રણ રત્નમય, સમ્યક્ નિવેશિત અર્થાત્ સુંદર સંસ્થાન કરેલ. આવો બદ્ધ જાલકટક જેમાં છે તે. અહીં આવો ભાવ છે – થગુપ્તજાલક - સચ્છિદ્ર રચના વિશિષ્ટ અવયવ વિશેષ. તેની ઘણાં શોભા હોય છે. તથા પ્રશસ્ત વિસ્તીર્ણ અવક્ર ધૂરી જેમાં છે તે. નગરની જેમ ચોતરફથી ગુપ્ત. રથ, પ્રાયઃ ચોતરફથી લોહાદિમય આવૃત્તિ થાય છે, નગરના દૃષ્ટાંતના કથનો આ અર્થ છે – જેમ નગરના ગોપુભાગ પરિત્યાગથી ચોતરફથી વપ્રગુપ્ત હોય છે. તથા આ પણ આરોહ સ્થાન સારથી સ્થાન છોડીને ગુપ્ત. શોભમાન કાંતિક જે તપનીય-રક્ત સુવર્ણમય ચોલ્કે, તેના વડે યુક્ત. - X + X - અહીં આ સૂત્રાદર્શમાં ‘તપનીય જાલકલિત' એ પાઠ અશુદ્ધ સંભવે છે. કેમકે આવશ્યક ચૂર્ણિમાં આ જ પાઠ દર્શાવેલ છે. કંકટક-સન્નાહ, તેમાં સ્થાપિત છે. - x - જે રીતે શોભે તેમાં સન્નાહ સ્થાપિત છે. તથા પ્રહરણો વડે ભરેલ છે. આ જ વ્યક્તિતથી કહે છે – ખેટક, કણક-બાણ વિશેષ, ધનૂષિ, મંડલાણ-તરવાર, વરશક્તિત્રિશૂળ, કુંત-ભાલો, તોમર - બાણ વિશેષ, સેંકડો બાણો જેમાં છે, તેવા પ્રકારે બત્રીશ ભસકા છે, તેના વડે પરિમંડિત, કનકરત્ન ચિત્ર, અશ્વ વડે જોડેલ એમ કહેવું. બીજું શું વિશિષ્ટ છે તે કહે છે – હલીમુખ, બલાક-બક, ગજદંતચંદ્ર, મૌક્તિક-મોતી, તણ સોલિઅ-મલ્લિકાપુષ્પ, કુંદ-શ્વેતપુષ્પ વિશેષ, કુટજપુષ્પ - વરસિંદુવાર નિર્ગુડીપુષ્પ, કંદલવૃક્ષ વિશેષ પુષ્પ, શ્રેષ્ઠ ફીણનો સમૂહ હાર-મોતીનો સમૂહ, કાશ-તૃણ વિશેષ, પ્રકાશ-ઉજ્જ્વળતા, તેની જેવા શ્વેત, અમર-દેવ, ચિત્ત, પવન-વાયુ તેના વેગને જીતાનાર - તે અમરમનપવન જચી. તેથી જ અતિશીઘ્રગામી છે. તે ચાર સંખ્યક છે. તથા ચામર અને કનક વડે ભૂષિત અંગ જેનું છે તે. - X - Чо હવે ફરી સ્થને વિશેષથી કહે છે – છત્ર, ધ્વજ, ઘંટ, પતાકા સહિત પૂર્વવત્. સુકૃત્-સારી રીતે નિર્મિત, સંધિ યોજન જેમાં છે તે. સુસમાહિત-સમ્યક્ યથોચિત સ્થાને નિવેશિત જે સંગ્રામવાધ વિશેષ, તેના વીરોમાં વીરસ ઉત્પાદકત્વથી તુલ્ય ગંભીર ઘોષ-ધ્વની જેમાં છે તે - x - સુચક્ર વનેમિમંડલ-પ્રધાન ચક્રધારા આવૃત્ત, શોભતું ધૂર્વીકૂર્બર જેનું છે તે. શ્રેષ્ઠ વજ્ર વડે બદ્ધ તુંબ જેના છે તે. શ્રેષ્ઠ સુવર્ણથી ભૂષિત, વરાચાર્ય-પ્રધાન શિલ્પી વડે નિર્મિત, શ્રેષ્ઠ અશ્વોથી યુક્ત, શ્રેષ્ઠ સારથી વડે સારી રીતે સંપ્રગૃહિત. અહીં ચક્રાદિનું પુનર્વચન રથ અવયવોમાં પ્રધાનતા જણાવવાને માટે છે. દૂરૂઢ અને આરૂઢ એ સમાનાર્થક બે પદોનું ગ્રહણ સુખે આરૂઢ થયો તેમ જણાવવા માટે છે. - X + X + X - રચના આરોહકને જણાવવા કહે છે – પ્રવરરત્ન પરિમંડિત સુવર્ણની ઘંટડી જાલ વડે શોભિત, અયોધ્ય-હારે નહીં તેવો. સૌદામિની-વિધુત્, તપ્ત સુવર્ણ લાલરંગનું હોય છે, તપ્ત શબ્દથી વિશેષિત પંકજ-કમળ, તે પણ સામાન્યથી લાલ વર્ણી હોય છે. જ્વલિત જ્વલન-દીપ્ત અગ્નિ. - ૪ - પોપટની ચાંચ જેવી રક્તતા જેની છે તે. ચણોઠીનો
SR No.009017
Book TitleAgam Satik Part 26 Jamboodwippragnapti Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy