SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ नमो नमो निम्मलदंसणस्स ૫.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યો નમઃ -ભાગ-૨૬ ૧૭ ૦ આ ભાગમાં અઢારમું આગમ કે જે ઉપાંગ સૂત્રોમાં સાતમું [છટ્ઠ ઉપાંગ છે, તેવા ‘જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ'' સૂત્રનો સમાવેશ કરાયેલ છે. પ્રાકૃતમાં તે ‘ બંધૂીવપતિ' નામે ઓળખાય છે. સંસ્કૃતમાં સંધૂÇીપ પ્રાપ્તિ નામ છે. વ્યવહારમાં આ નામે જ ઓળખાય છે. તેની શ્રી શાંતિચંદ્રગણિકૃત્ ટીકા હાલ ઉપલબ્ધ છે, તેમાં આ ઉપાંગનો ક્રમ છઠ્ઠો જણાવેલ છે, સાથે ઉપાંગના ક્રમ વિશે મતભેદ છે, તેવો પણ ઉલ્લેખ આ ટીકામાં થયેલો જ છે. આ ઉપાંગમાં ગણિતાનુયોગની મુખ્યતા ગણાવાય છે, પણ ભગવંત ઋષભદેવ અને ચક્રવર્તી ભરતના ચસ્ઝિદ્વારા કથાનુયોગ પણ કહેવાયેલો છે. યત્કિંચિત્ બાકીના બે અનુયોગનું વર્ણન પણ છે. છતાં આ આગમને “જૈનભૂગોળ''રૂપે વિશેષથી ઓળખાવી શકાય, ચક્રવર્તી વિષયક સઘન વર્ણન માટેનો આધારભૂત સ્રોત પણ આ જ ઉપાંગમાં છે, તે નોંધનીય છે. આ ઉપાંગની ચૂર્ણિ અને અન્યાન્ય વૃત્તિ રચાયાનો ઉલ્લેખ અવશ્ય મળે છે, પણ ઉપલબ્ધ ટીકા શ્રી શાંતિચંદ્ર ગણિતી છે, જેમાં શ્રી હીરવિજયજીકૃત્ વૃત્તિના ઘણાં અંશો પણ છે, તે જ અમારા આ સટીક અનુવાદનો આધાર છે. આ 26/2 સાત વક્ષસ્કારો [અધ્યયન વાળા આ આગમને અમે ત્રણ ભાગમાં ગોઠવેલ છે. પહેલાં ભાગમાં બે વક્ષસ્કાર, બીજામાં બે વક્ષસ્કાર અને ત્રીજામાં ત્રણ વક્ષસ્કાર ગોઠવેલ છે, જેમાં આ બીજા ભાગમાં વક્ષસ્કાર ત્રણ અને ચારનો અનુવાદ કર્યો છે. પદાર્થોના સંબંધથી ક્યાંક કંઈક ઉમેર્યું પણ છે. ન્યાય વ્યાકરણ આદિ કેટલીક વસ્તુને છોડી પણ દીધેલ છે. માટે જ અમે અનુવાદને “ટીકાનુસારી વિવેચન’ નામે ઓળખાવીએ છીએ. જંબુદ્વીપપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨ ૧૮ જંબૂદ્વીપપ્રજ્ઞપ્તિ-ઉપાંગસૂત્ર-૭/૨ અનુવાદ તથા ટીકાનુસારી વિવેચન ૧ વક્ષસ્કાર-૩ — * — * - * — વક્ષસ્કાર- ૧ અને ૨, ભાગ-૨૫માં સૂત્ર ૧ થી ૫૩ અંતર્ગત્ મુદ્રિત થયેલ છે. આ ભાગ-૨૬માં વક્ષસ્કાર ૩ અને ૪ નો સટીક અનુવાદ છે –] • સૂત્ર-૫૪ : ભગવન્ ! ભરતક્ષેત્રનું ભરતક્ષેત્ર નામ આ કારણથી છે? ગૌતમ ? ભરતક્ષેત્ર વૈતાઢ્ય પર્વતની દક્ષિણથી ૧૧૪-૧૧/૧૯ યોજન અબાધાથી, લવણસમુદ્રની ઉત્તરથી ૧૧૪-૧૧/૧૮ યોજન અબાધાથી, ગંગા મહાનદીથી પશ્ચિમે અને સિંધુ મહાનદીથી પૂર્વે દક્ષિણાઈ ભરતના મધ્યમ પ્રભાગના બહુ મધ્યદેશ ભાગમાં વિનીતા રાજધાની કહી છે. તે પૂર્વ-પશ્ચિમ લાંબી અને ઉત્તર-દક્ષિણ પહોળી છે. લંબાઈ ૧૨ યોજન, પહોળાઈ - યોજન છે. ધનપતિની બુદ્ધિથી નિર્મિત, સ્વર્ણમય પ્રાકાર યુક્ત, વિવિધમણીમય પંચક વર્ણી કપિશીર્ષક પરિમંડિત, સુંદર, અલકાપુરી જેવી, પ્રમુદિત-પ્રક્રિડિત, પ્રત્યક્ષ દેવલોકરૂપ, ઋદ્ધ-તિમિતસમૃદ્ધ, પ્રમુદિત જન જાનપદા યાવત્ પ્રતિરૂપ છે. • વિવેચન-૫૪ : સંપૂર્ણ ભરતક્ષેત્ર સ્વરૂપ કથન પછી ભગવન્ ! કયા હેતુથી એમ કહ્યું કે ભરતક્ષેત્રનું નામ ભરતક્ષેત્ર છે ? - X - ગૌતમ ! ભરત ક્ષેત્રમાં વૈતાઢ્ય પર્વતની દક્ષિણથી ૧૧૪-૧૧/૧૯ યોજનનું અપાંતરાલ કરીને તથા લવણસમુદ્રની ઉત્તરથીદક્ષિણ લવણસમુદ્રની ઉત્તરથી તેમજ છે. પૂર્વ-પશ્ચિમ સમુદ્રની ગંગા-સિંધુ વડે વ્યવહિતપણાથી તેની વિવક્ષા કરેલ નથી. ગંગામહાનદીની પશ્ચિમમાં અને સિંધુ મહાનદીની પૂર્વમાં દક્ષિણાર્ધ્વભરતના મધ્ય ત્રીજા ભાગના બહુમધ્ય દેશ ભાગમાં અહીં - આટલા ક્ષેત્રમાં વિનીતા-અયોધ્યા નામે રાજધાની-રાજનિવાસ નગરી મેં તથા બીજા તીર્થંકરોએ કહેલી છે. સાધિક ૧૧૪ યોજન ઉત્પત્તિમાં આ રીતે છે – ભરતક્ષેત્ર ૫૨૬ યોજન અને ૬/૧૯ ભાગરૂપ વિસ્તૃત છે. એમાંથી ૫૦-યોજન વૈતાઢ્ય ગિરિનો વ્યાસ બાદ કરીએ, તો ૪૩૬-૬/૧૯ કળા આવે. દક્ષિણ અને ઉત્તર ભરત્તાદ્ધના વિભાજનથી તેનું અડધું કરતાં ૨૩૮-૩/૧૯ યોજન. આટલા દક્ષિણાદ્ધ ભરતના વ્યાસથી - ૪ - વિનીતાના વિસ્તારરૂપ ૯ યોજન બાદ કરતાં ૨૨૯-૩/૧૯ યોજન થાય. તેના મધ્ય ભાગમાં
SR No.009017
Book TitleAgam Satik Part 26 Jamboodwippragnapti Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy