SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ૨/૪૪ ૧૧ ૧૭૨ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ તે - તે કાળમાં -x • મન, વચન, કાયાના યોગો અથત ગણે કરણના વ્યાપાર ઈત્યાદિ. જીવોના સર્વભાવોને અથ જીવધમોંતે. અજીવોના પણ સર્વ ભાવોને અત્િ રૂપ આદિ ધમને. મોક્ષ માર્ગના-રત્નત્રયરૂપના વિશુદ્ધતક : પ્રકfકોટિ પ્રાપ્ત કર્મકાય હેતુક ભાવોને - જ્ઞાનાચારાદિ, તેને જાણતાં-જોતાં વિચરે છે. કઈ રીતે જાણતાં-જોતાં વિચરે છે ? અનંતર વર્ચમાણ ધર્મ, નિશે મોક્ષમાર્ગ છે. સિદ્ધિ સાધકપણાથી મને અર્થાત્ કહેનારને અને બીજાને - સાંભળનારને હિતકલ્યાણ અર્થાત્ પથ્થભોજન સમાન થાય છે. સુખ-અનુકૂળવેધ, પિપાસા - શીતળજળપાનવતું, નિઃટેય મોક્ષ, તેને કરનાર, ઉકત હિતાદિનો કારક છે. સર્વ દુઃખ વિમોક્ષણ - બધાં દુઃખને છોડાવનાર, પરમસુખ આત્યંતિક સુખને સમ્યક રીતે પ્રાપ્ત કરાવે છે. • X - X - X - હવે ઉત્પન્ન કેવળજ્ઞાનવાળા ભગવંત જે રીતે ધર્મને પ્રગટ કરે છે, તે કહે છે - તે ભગવંત શ્રમણ નિર્મન્થ અને નિર્ગુન્શીને પાંચ મહાવત - સર્વ પ્રાણાતિપાત વિરમણાદિ, સભાવના - ઈયસિમિતિ આદિ ભાવના યુકત તથા છ જીવનિકાય - પૃથ્વીકાયાદિથી ત્રસકાય પર્યા, એ પ્રમાણે ધર્મનો ઉપદેશ કરતાં વિચરે છે. ધર્મમાં જે પ્રકમથી છ ઇવનિકાયનું કથન કરાયું, તે “જીવ-પરિજ્ઞા” સિવાય વ્રતપાલનનો અસંભવ છે, તેમ જણાવવા માટે છે. (શંકા) શું ‘જીવ-પરિજ્ઞા'નો નિયમ પહેલા વ્રતમાં જ ન સંભવે ? કેમકે મૃષાવાદ વિરમણાદિ તો ભાષાવિભાગાદિ જ્ઞાનને અધીન છે, તેમાં આ નિયમ ન સંભવે (સમાધાન] બાકીના વ્રતો પણ પ્રાણાતિપાત-વિરમણ વ્રતના રક્ષકપણે નિયુક્ત છે જેમ મહાવતના વૃતિવૃક્ષ હોય છે. તેથી કહે છે – મૃષા ભાષા ન બોલતો જ અભ્યાખ્યાનાદિ વિરત છે. તે કુળવધૂ આદિને મારતો નથી. અદત્તાદાન ન લેતો ધનસ્વામીને અને સચિત જળ-ફળાદિને મારતો નથી. મૈથુનથી વિરત નવ લાખ પંચેન્દ્રિયોને મારતો નથી અને પરિગ્રહ વિરત શુકિત અને કસ્તુરી મૃગની હત્યા કરતો નથી. તેથી આ જ વાત કંઈક વક્ત રીતે કરે છે - પૃથ્વીકાયિક જીવોને જોતો વિચરે છે. લાઘવ અર્થે સૂગની પ્રવૃત્તિથી દેશના ગ્રહણથી પૂર્ણ આલાપક કહ્યો. તે આ રીતે- અકાયિક, તેઉકાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક અને પ્રકાયિકને. તથા પંચમહાવત ભાવના સહિત, ભાવનાનો લાવો આચારાંગ સૂત્રના બીજા શ્રુતસ્કંધમાં ભાવના નામક અધ્યયનથી જાણવો અહીં સૂત્રમાં જે ઉદ્દેશથી પાંચ મહાવતો ઈત્યાદિ કહ્યા, તેમાં પછી પૃવીકાયિક ઈત્યાદિ કેમ છે, તેવા શંકા ન કરવી. કેમકે પછી ઉદ્દિષ્ટ કરાયા છતાં છ જવનિકાયોની પ્રસ્તુત ઉપાંગમાં સ્વતા વક્તવ્યતાથી પહેલાં પ્રરૂપણામાં યુક્તિ ઉપપન્ન છે. • x - આચાર્યની વિચિત્ર સૂત્ર કૃતિ છે, એ ન્યાયથી અથવા સ્વયં જાણવું. (શંકા) ભગવંત વડે ગૃહિધર્મ અને સંવિઝ પાક્ષિક ધર્મ પણ મોક્ષના અંગરૂપે કહેવાયેલ છે તેમ નથી ? જે કહ્યું છે - સાવધયોગના પરિવર્જનથી યતિધર્મ સર્વોત્તમ છે, બીજો શ્રાવકધર્મ, ત્રીજો સંવિસ્તૃપક્ષ. તે અહીં તે બંને કેમ ન કહ્યા ? (સમાધાન) સર્વસાવધના વર્જનથી દેશનામાં યતિધર્મનું પ્રથમ કક્ષ હોવાથી અને મોક્ષપથપણાની અતિ નીકટતાથી શ્રમણસંઘની પ્રથમ વ્યવસ્થાપનીયતાથી પ્રાધાન્ય દર્શાવવા પહેલાં કહેલ છે. તેથી “વ્યાખ્યાથી વિશેષાર્થ જણાય છે” એ ન્યાયથી આવું પૂછતાં તે બંને ધર્મો ભગવંતે પ્રરૂપેલા છે, તેમ જાણવું. - x - ૪ - હવે અવંધ્ય શક્તિવયનગુણ પ્રતિબદ્ધ પ્રભુના પરિકરરૂપ સંઘની સંખ્યા કહે છે – ઋષભદેવના ઈત્યાદિ સુગમ છે. વિશેષ એ કે – જેના જેટલા ગણ હોય, તેના તેટલાં ગણધરો હોય. • x - એ વચનથી સૂત્રમાં ગણોનાં સાક્ષાત્ નિર્દેશ કરવાથી તેટલાં ગણધરો જાણવા. કેટલાંક જીર્ણ પ્રતોમાં ૮૪ ગણો અને ગણધરો હતા, તેવો પાઠ પણ દેખાય છે, તેથી ૮૪ ગણો અને ૮૪ ગણઘરો એમ જાણવું. ગણ એટલે એક વાચના અને આચારવાળો યતિ સમુદાય અને તેને ધારણા કરે તે ગણધર અર્થાત્ વાચનાદિ વડે જ્ઞાનાદિ સંપદાના સંપાદકવણી ગણના આધારરૂ૫. ભગવંત ઋષભને ઋષભસેન આદિ ૮૪,૦૦૦ શ્રમણો થયા. આ ઉત્કૃષ્ટ ભાગ છે. તેટલી ઉત્કૃષ્ટી સંપદા થઈ. • x - ભગવંત ઋષભને ઈત્યાદિ સૂત્ર પ્રાયઃ સુગમ છે. વિશેષ એ કે ચૌદપૂર્વીના સૂત્રમાં નિન - છાસ્થ, સવક્ષર સંનિપાતિ - અકારાદિ બધાં જ અક્ષરોનો સંનિપાત • બે આદિ સંયોગ અનંત હોવાથી અનંતા પણ જાણ પણે વિધમાન જેમાં છે તે. જિનતુલ્યવનો હેતુ કહે છે – જિનની જેમ અવિતથ - યથાર્થ વ્યાકુવન - ઉત્તર આપે છે કે કહે છે. કેમકે પ્રજ્ઞાપનામાં કેવલી અને શ્રત કેવલીની તુલ્યતા બતાવે છે - [આગમમાં શ્રત કેવલીને અસંખ્યભવ નિર્ણાયક કહ્યા છે. તે ચૌદપૂર્વીની ઉત્કૃષ્ટ સંખ્યાનો અહીં સૂત્રકારે નિર્દેશ કરેલો છે. - વૈક્રિયલબ્ધિવાળા ઈત્યાદિ સ્પષ્ટ છે. વિપુલમતિ એટલે મન:પર્યવજ્ઞાન વિશેષવાળા. ઈત્યાદિ - x - વાદી-વાદિલબ્ધિવાળા, બીજા વાદીના નિગ્રહમાં સમર્થ. ગતિ-દેવગતિરૂપ, કલ્યાણ- જેમાં પ્રાયઃ સાતાના ઉદય તેમને હોય છે. સ્થિતિ • દેવાયુરૂપ, જેમાં કલ્યાણ હોય છે. અપવીયાર - સુખના સ્વામીપણાથી. આથમિય ભદ્ર - જેમાં તેઓ આગામીભવે મોક્ષમાં જનાર હોય છે તે. અનુરોપપાતિક - પાંચ અનુતર લવ સપ્તમ દેવ વિશેષ ૨૨,૯૦૦ થયા. sષભદેવને ઈત્યાદિ સુગમ છે. વિશેષ એ કે - શ્રમણ અને શ્રમણી બંનેની સંખ્યાના મિલનથી અંતેવાસીઓની સંખ્યા પ્રાપ્ત થાય છે. તેથી સૂત્રમાં ભેગી સંખ્યા દશવિી.
SR No.009016
Book TitleAgam Satik Part 25 Jamboodwippragnapti Sutra Gujarati Anuwad 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy