SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ૨/૪૩ વ્યસનના નિવર્તનથી, નકના અતિથીપણાની નિવારકતાથી અને આલોક તથા પરલોકના સુખસાધકપણાથી પ્રશસ્ત જ છે, મહાપુરુષોની પ્રવૃત્તિ, બધે જ પરાર્યત્વ વ્યાપ્ત અને ઘણાં ગુણ-અલ્પદોષ કાર્ય-કારણની વિચારણા પૂર્વકના હોય છે. યુગની આદિમાં જગની વ્યવસ્થા પ્રથમ રાજા વડે જ થવી તે આચાર છે. ૧૫૭ સ્થાનાંગનાં પાંચમા અધ્યયનમાં પણ કહ્યું છે – ધર્મમાં વિચરનારને પાંચ નિશ્રાસ્થાન કહેલાં છે – છક્કાય, ગણ, રાજા, ગાથાપતિ અને શરીર. તેની વૃત્તિમાં - રાજાની નિશ્રાને આશ્રીને, રાજા એટલે નરપતિ, તેનું ધર્મસહાયકત્વ દુષ્ટોથી સાધુના રક્ષણ વડે કહ્યું છે એ પ્રમાણે પરમ કરુણાવાળા ચિત્તથી પરમ ધર્મ પ્રવર્તક ત્રણ જ્ઞાનયુક્ત ભગવંતનું રાજધર્મ પ્રવર્તકપણું કંઈ પણ અનૌચિત્ય મનમાં ન ચિંતવવવું. - ૪ - તેનો વિસ્તાર જિનભવન પંચાશક સૂત્રની વૃત્તિના ચતના દ્વારમાં વ્યક્તરૂપે દર્શાવેલ છે, તે જાણી લેવું. - X - અહીં ત્રીજા આરાને અંતે રાજ્ય સ્થિતિના ઉત્પાદમાં ધર્મસ્થતિ ઉત્પાદ છે, પાંચમાં આરાને અંતે – “શ્રુત, સૂરિ, સંઘ અને ધર્મ પૂર્વાહમાં વિચ્છેદ પામશે - × - '' એ વચનથી ધર્મસ્થિતિ વિચ્છેદમાં, રાજ્યસ્થિતિનો પણ વિચ્છેદ થશે, એ રીતે રાજ્યસ્થિતિનો ધર્મ સ્થિતિ હેતુપણે છે તેમ જાણવું. ત્યારપછી ભગવંતે શું કર્યુ ? કલાદિનો ઉપદેશ કરી ભત, બાહુબલિ વગેરે સો પુત્રોને કોશલા, તક્ષશિલાદિ સો રાજ્યમાં સ્થાપે છે. અહીં શંક આદિ પ્રભંજન સુધીના ભરતના ૯૮ ભાઈના નામો પ્રસિદ્ધ હોવાથી લખેલ નથી. દેશના નામો ઘણાં પ્રસિદ્ધ છે. હવે ભગવંતનું દીક્ષા કલ્યાણક કહે છે – ૮૩ લાખ પૂર્વ રાજ્યમાં રહી - ગૃહવાસમાં વસે છે અર્થાત્ ગૃહસ્થ પર્યાય રહે છે. [અહીં હીર-વૃત્તિમાં કહે છે – ૮૩ લાખ પૂર્વ મહારાજાપણે વાસ કરે છે, તેમાં વસે છે, જો કે તેમ નથી, કેમકે ૨૦લાખ પૂર્વ કુમારવાસ મધ્યે રહે છે અને ૬૩-લાખ પૂર્વ મહારાજાવાસ મધ્યે વસે છે. અહીં ભાવિનો ભૂતવત્ ઉપચાર એ ન્યાયથી રાજ્યને યોગ્ય કુમાર રાવત્ કુમારાવસ્થા પણ મહારાજાવસ્થાની જેમ વિવક્ષાથી સર્વ અવસ્થાને તેમ કહી છે. પૂર્વોક્ત વ્યાધિપ્રતિકાર ન્યાયથી તીર્થંકરોનું ગૃહવાસમાં પ્રવર્તન છે, તે સામાન્યથી યથોક્ત જ છે, તેમાં દોષ નથી અથવા “મહાન્ અરાગ જેમાં છે તેવો વાસ” એમ યોજવું. તે ભગવંતની અપેક્ષા વડે એ પ્રમાણે જ છે. આના વડે ૬૩-લાખ મહારાજ મધ્યે વસે છે, તે પૂર્વ વચનનો વિરોધ નથી વસ્યા પછી – જે આ ગ્રીષ્મનો પહેલો માસ, ગ્રીષ્મકાળ માસ મધ્યે પહેલો માસ, પહેલો પક્ષ તે ચૈત્ર કૃષ્ણ પક્ષ, તેની નવમી તિથિ-આઠમો દિવસ, તેમાં - આના વડે ‘રીત્રવદ આઠમ' વાક્ય સાથે આગમમાં વિરોધ આવતો નથી અથવા વાચનાંતરથી નવમો પક્ષ નવમી દિવસ, દિવસના-આઠમા દિવસના મધ્યદિનના ઉત્તરકાળમાં, જો કે દિવસ શબ્દ અહોરાત્રના અર્થમાં અન્યત્ર પ્રસિદ્ધ છે, તો પણ અહીં દિવસ - x - સૂર્યના - જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ ચારનું વિશિષ્ટ કાળ વિશેષ ગ્રહણ કરવું. અન્યથા “દિવસના છેલ્લા ભાગે” એવો અર્થ થશે નહીં. ૧૫૮ હિરણ્ય - ન ઘડેલ સુવર્ણ કે રજત, સુવર્ણ-ઘડેલું સોનું, કોશ-ભાંડાગાર, કોષ્ઠાગાર - ધાન્યનું આશ્રયગૃહ, બલ-ચાતુરંગ સેના, વાહન-વેસરાદિ, ધનગાય આદિ, કનક-સુવર્ણ, મૌક્તિક-આકાશાદિથી ઉત્પન્ન શુક્તિ, શંખદક્ષિણાવર્ત્ત, શિલા-રાજપટ્ટાદિરૂપ, પ્રવાલ-વિદ્રુમ, રક્તરત્ન-પદ્મરાગ, ઈત્યાદિ સ્વરૂપનું જે સારરૂપ દ્રવ્ય, તેને છોડીને-મમત્વનો ત્યાગ કરીને, વિચ્છઈ - ફરી મમત્વ ન કરવા વડે, કઈ રીતે મમત્વ ત્યાગ? આ અસ્થિર હોવાથી જુગુપ્સા યોગ્ય છે એમ કહીને, નિશ્રાને ત્યજીને, કઈ રીતે? ગોત્રિકોને દઈને, ધનનો વિભાગ કરીને આપવા વડે, કેમકે ત્યારે અનાથ, માર્ગમાં યાચના કરનારા આદિનો અભાવ હતો, તેથી ગોગિક લીધાં, તેઓએ પણ મમત્વ રહિતતાથી ભગવંતની પ્રેરણાથી શેષ માત્ર સ્વીકાર્યું. [અહીં આવશ્યકપૂર્ણિના સાક્ષીપાઠ સાથે હીરવૃત્તિમાં કહે છે – જે ગોત્રિકોને દાન, તે શેષા માત્ર જ છે, યાચના નથી. જે ઈચ્છિત યાચના કરનારને દાન, તે યાચકોને જ છે, બીજાને નથી. અહીં શંકા કરે છે કે – તીર્થંકર આગળ માંગવામાં બાધા શું છે? - x - યાચના વિના નિર્વાહકરણ સમર્થ ગૃહસ્થોને મહાપુરુષો પાસે યાચના કરવી અનુચિત છે, તેથી જ શ્રી મહાવીરદાન અધિકારમાં “દાતાર વડે દાન” એ પદ યાચકના ગ્રહણને માટે અધિક કહ્યું છે ઈત્યાદિ - X + X + X -] આ જગત્ ગુરુનો આચાર છે કે જે ઈચ્છા મર્યાદાથી દાન આપે છે, અને તેમની ઈચ્છાપૂર્તિ કરે છે. અહીં ઈચ્છા સંબંધી આશંકા - ૪ - નો ઉત્તર આપતા કહે છે – પ્રભુના પ્રભાવથી અપરિમિત ઈચ્છાનો તેમને અસંભવ છે. સુદર્શના શિબિકામાં બેઠા, ભગવંત કેવા વિશિષ્ટ લાગે છે? સ્વર્ગ-મૃત્યુ-પાતાલ લોક નિવાસી જન સહિતથી સમુદાય વડે સમ્યક્ અનુગમન કરાતા, આવા પ્રભુના આગળના ભાગે શાંખિકાદિ અભિનંદન અને અભિસ્તવન કરતાં આગળ પ્રમાણે કહે છે. તેમાં શાંખિકો - હાથમાં ચંદનગર્ભ શંખવાળા માંગલ્ય કરનારા કે શંખ વગાડનારા, ચાક્રિક-ચક્ર ભમાડનારા, લાંગલિક-ગળામાં લટકાવેલ સુવર્ણાદિમય હળધારી ભટ્ટ વિશેષ, મુખમંગલિક-મીઠું બોલનાર, વર્ષમાનકા-ખંભે મનુષ્યને બેસાડનારા, આખ્યાયક-શુભાશુભકથા કહેનારા, લંખ-વાંસડા ઉપર ખેલનારા, મંખહાયમાં ચિત્ર ફલકવાળા, ઘાંટિક-ઘંટા વાદક - ૪ - ૪ - ૪ - પાંચમાં અંગસૂત્રમાં જમાલિ ચસ્ત્રિમાં નિષ્ક્રમણ મહોત્સવ વર્ણનમાં શાંખિકાદિનું વર્ણન છે. ઉપરોક્ત વિવક્ષિતોની વાણી દ્વારા અભિનંદાતા અને અભિસ્તવાતા એમ જોડવું. વિવક્ષિતપણાને કહે છે –
SR No.009016
Book TitleAgam Satik Part 25 Jamboodwippragnapti Sutra Gujarati Anuwad 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy