SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ ૧૫૨ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ ૨/૪૨ શ્રેષ્ઠ ધર્મ ચક્રવત ઉત્પન્ન થયા. ત્યારે તે ઋષભ કૌશલિક અહંત ૨૦-લાખ પૂર્વ કુમારવાસ મધ્યે રહા. રહીને ૬૩-લાખ પૂર્વ મહારાજાપણે રહ્યા. ૬૩-લાખ પૂર્વ મહારાજાપણે વસતા લેખ આદિ ગણિત પ્રધાન, પક્ષીઓની બોલી સુધીની ર+કળાઓ, ૬૪-મહિલા ગુણો, ૧૦૦ શિવાકર્મ એ ત્રણેનો પ્રજાના હિતને માટે ઉપદેશ આપ્યો. ત્યારપછી ૧oo yોને રાજરૂપે અભિસંચિત કર્યા, કરીને ૮૩-લાખ પૂર્વ ગૃહસ્થનાસમાં રહ્યા. રહીને જે તે ગ્રીષ્મનો પહેલો મસ, પહેલો પક્ષ, તે ચૈત્રવદની નોમના દિવસે પાછલા ભાગે હિરણ્યનો ત્યાગ કરી, સુવર્ણનો ત્યાગ કરી, કોશકોઠાગારનો ત્યાગ કરી, વિપુલ ધન-સુવર્ણ-મન-મણિ-મૌકિતક-શંખ-શિલાપ્રવાલ-કતરન-સારરૂપ દ્રવ્યનો પરિત્યાગ કરીને, તેમાંથી મમત્વ ત્યજીને, દાયકોને દઈને, પરિભાગ કરીને, સુદર્શના નામે શિબિકામાં દેવ-મનુષ્ય-અસુરની પાર્ષદા વડે સારી રીતે અનુગમન કરાતાં [તથા] - - - .. શાંખિક, ચકી, નાંગલિક, મુખ માંગલિક, પુણ-માનવ, વર્તમાનક, આખ્યાયક, મંખ, ઘટિકાગણ વડે અનુસરતા, ઈટ-કાંત-પ્રિય-મનોજ્ઞ-મણામઉદાર-કલ્યાણ-શિવ-ધન્ય-મંગલ-સશીક-હૃદયંગમ-હૃદય પહાદનીય, કાન અને મનને સુખકર-અપુનરુક્ત-અર્થશતિક વાણી વડે અનવરત અભિનંદાતા, અભિdવાતા એમ કહે છે - હે નંદા તમારો જય થાઓ, હે ભદ્રા તમારો જય થાઓ. ધર્મ વડે પરીષહો અને ઉપયોગી અભિત રહો, ભય અને મૈરવમાં શાંતિમ રહો, તમને ધર્મમાં અવિદન થાઓ. એમ કહી અભિનંદન અને અભિસ્તવન કરે છે. ત્યારે તે ઋષભ કૌશલિક અરહંત હજારો નયનમાળા વડે જવાતા જેવાતા ચાવવું નીકળે છે, તે ઉવવાઈ સૂત્ર મુજબ બધું કહેવું યાવત્ આકાશને ઘણાં શબ્દોથી આકુળ કરતાં વિનીતા રાજધાનીની વચ્ચોવચ્ચેથી નીકળે છે. ત્યારે રાજમાર્ગ આસિક્ત, સમાર્જિત, સુરભિજળથી સિંચિત, પુષ્પોપચારયુકત કરાયેલો છે, જે સિદ્ધાર્થ વન સુધી તે રીતે છે. ઘોડાહાથી-રથ-પદidી આદિ વડે કરેલા માર્ગથી મંદ-મંદ ઉદ્ધત ધૂળને કરતાં જ્યાં સિદ્ધાર્થ વન ઉધાન છે, જ્યાં આશોક શ્રેષ્ઠ વૃક્ષ છે, ત્યાં પહોંચે છે. પહોંચીને શ્રેષ્ઠ અશોકવૃક્ષ નીચે શીબિકાને સ્થાપે છે, સ્થાપીને તે શિબિકામાંથી ઉતરે છે, ઉતરીને સ્વયં જ આભરણ-અલંકાર ઉતારે છે, ઉતારીને સ્વયં જ ચાર મુકી લોચ કરે છે, કરીને, જળ રહિત છ૪ ભકત વડે આષાઢા નક્ષત્રમાં ચંદ્રનો યોગ થતાં ઉગ્ર, ભોગ, રાજન્ય અને ક્ષત્રિય પુરુષો સાથે, પોતે એક દેવદૂષ્ય ધારણ કરી મુંડ થઈને ઘર છોડીને અનગારિક પ્રવજ્યાને પ્રાપ્ત કરી. • વિવેચન-૪૩ : નાભિ કુલકરની મરુદેવી નામની પત્નીની કુક્ષિમાં આ સમયમાં બાષભસંયમનો ભાર વહન કરવામાં ઋષભ સમાન અથવા વૃષભ એવા સંસ્કાચી વૃષભ, વૃષ વડે શોભે છે તે વૃષભ. એ પ્રમાણે બધાં પણ અહા ઋષભ કે વૃષભ છે. ઉમાં વૃષભ લાંછનત્વથી કે માતાએ જોયેલ ચૌદ સ્વપ્નોમાં પહેલું વૃષભને જોવાથી ઋષભ કે વૃષભ નામ હતું. કોશલ-અયોધ્યામાં થવાથી કૌશલિક. કેમકે અયોધ્યા સ્થાપના sષભદેવના રાજ્ય સમયે કરાઈ, તેથી ભાવિનો ભૂતવતુ ઉપચાર કરતાં કૌશલિક કહ્યું. તેને ભરતક્ષેત્ર નામના કથન અવસરે જણાવેલ છે. અરહંત પાર્શ્વનાથ આદિની જેમ કેટલાંક અસ્વીકારેલ રાજધર્મવાળા પણ હોય, તેથી કયા ક્રમે અરહંત થયા તે કહે છે - પહેલા રાજા - આ અવસર્પિણીમાં નાભિકુલકરે આદેશ કરેલ યુગલ મનુષ્યો અને શક વડે પહેલા રાજા તરીકે અભિષિક્ત કર્યા. પહેલા જિન-પહેલાં સગાદીને જીતનારા અથવા પહેલાં મન:પર્યવજ્ઞાની, રાજ્યના ત્યાગ પછી દ્રવ્યથી અને ભાવથી સાધુપદમાં વર્તવાપણાથી. કેમકે આ અવસર્પિણીમાં આ જ ભગવંત પહેલાં થયા. સ્થાનાંગમાં જિનપણું - અવધિ, મન:પર્યવ, કેવલી ત્રણ ભેદે કહેલ છે. અવધિ જિનવની વ્યાખ્યા કરતાં સૂત્ર અક્રમબદ્ધ થશે. - x - પહેલા કેવલી - આધ સર્વજ્ઞ, કેવલીત્વ તીર્થકર નામ કમદયથી હતું, તેથી કહે છે - પહેલાં તીર્થકર - આધ ચાતુવર્ણ સંઘ સ્થાપક, તીર્થંકર નામકર્મના ઉદયથી કેવા થાય છે? પહેલાં ધર્મ પ્રધાન ચક્રવર્તી, જેમ ચક્રવર્તી બધે જ અપતિત વીર્યથી ચક્ર વડે વર્તે છે, તેમ તીર્થંકર પણ વર્તે છે. તે સમુત્પન્ન થયા. હવે ભગવંતે જે રીતે અવસ્થા સ્વીકારી, તે કહે છે - જન્મ કલ્યાણક પછી, ઋષભ અરહંત વીશ લાખ પૂર્વ કુમારપણે - રાજય અભિષેક ન કરાયેલ રાજપુત્રપણે તેમાં રહ્યા, કુમારપણે આશ્રય કર્યો. પછી ૬૩-લાખ પૂર્વ મહારાજાપણે - સામાન્ય વડે રહ્યા - વસ્યા, તેમાં વસતા કઈ રીતે પ્રજાને ઉપકાર કર્યો ? તે કહે છે – - ૬૩-લાખ પૂર્વ સુધી મહારાજારૂપે વસતા લિપિવિધાન આદિ ગણિત-કવિધા, ધર્મ-કર્મ વ્યવસ્થા કરી. • x • શકુનરુત-પક્ષિની બોલી, જેના અંતે છે તે, ૨ કળાકલન અર્થાત વિજ્ઞાન, પ્રાયઃ પુરુષોપયોગી આ ૭૨ કલા (શીખવી). ૬૪-ગુણો, કર્મોમાં--જીવન ઉપાયો મધમે ૧oo શિકા, ૧૦૦ વિજ્ઞાન, કુંભકાર શિલ આદિ. આ ત્રણે વસ્તુ લોકોપકાર માટે ઉપદેશી. -x - બધાં જ આદિ તીર્થકરોની આ જ ઉપદેશ વિધિ છે, તે જણાવવા માટે છે. જો કે કૃષિ-વાણિજ્યાદિ ઘણાંને જીવન-ઉપાય છે, તો પણ તે પછીના કાળે પ્રાદુર્ભાવ પામેલ, ભગવંતે તો સો શીલ્પોનો જ ઉપદેશ આપેલ, તેથી જ આચાર્યના ઉપદેશથી થયેલ તે શીભ અને અનાચાર્યના ઉપદેશથી થયેલ તે કર્મ એમ શીલ અને કર્મમાં ભેદ મનાય છે.
SR No.009016
Book TitleAgam Satik Part 25 Jamboodwippragnapti Sutra Gujarati Anuwad 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy