SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ જંબૂદ્વીપપજ્ઞતિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ ૨/૩૯ ૧૪૩ પ્રાપ્ત ભરતક્ષેત્રનો કેવો આકાર-ભાવ-સ્વરૂપ હોય છે ? ગૌતમ બહુમરમણીય ભૂમિભાગ હોય છે. જેમ કોઈ આલિંગપુકર બધું સુષમસુષમામાં પૂર્વે વર્ણવ્યા મુજબ કહેવું. વિશેષ એ કે – ૪૦૦૦ ધનુષ ઉંચા, ૧૨૮-પૃષ્ઠ કરડક, છ8 ભકત-બે દિવસ પછી આહારેચ્છા, ૬૪ અહોરાત્ર અપત્ય સંરક્ષણ, બે પલ્યોપમ આયુ બાકી રહેતા પૂર્વવત. તે સમયમાં ચાર પ્રકારે મનુષ્યો હોય છે. તે રીતે - એકા, પઉરજંઘા, કુસુમા, સુસમણા. • વિવેચન-૩૯ : તે સુષમસુષમા નામના આરાના ચાર કોડાકોડી સાગરોપમ કાળ વીત્યા પછી અથવા ચાર કોડાકોડી સાગરોપમ વર્ડ કાલ પ્રમાણ ગણિત પછી, અહીં મિત આદિ શબ્દ અધ્યાહારથી યોજવા. એ સમય પછી સુષમા નામે કાળ લાગેલો-શરૂ થયેલો. સુષમા આરો ઉત્સર્પિણીમાં પણ થાય, તેથી કહે છે - અનંત ગુણ પરિહાનિથી ઘટતાં હાતિને પામે છે. સમયે સમયે હાનિ પામે છે. ધે કાળના નિત્ય દ્રવ્યત્વથી હાનિ પ્રાપ્ત ન થાય, અન્યથા અહોરાત્ર સર્વદા ત્રીશ મુહૂર્તનું જ છે, તે ન થાય, તેથી કહે છે – અનંતવર્ણ પર્યાયાદિથી • અહીં વર્ણ - શેત, પીત, રકત, નીલ અને કૃષ્ણ ભેદથી જાણવું. કપિશ આદિ તેના સંયોગથી જન્મેલ છે, તેથી શ્રેતાદિથીમાંના કોઈ પર્યવ-બુદ્ધિકત નિવિભાગ માગ એકગણ શ્વેતતાદિ સર્વ જીવ રાશિથી. અનંતગુણાધિક, તેથી અનંતા જે ગુણો - અનંતરોક્ત સ્વરૂપ ભાગ, તેની પરિહાનિ • અપચય, ઘટતાં-ઘટતાં સુષમા કાલ વિશેષ એમ યોજવું. આગળ પણ તેમ જાણવું. હવે જે રીતે આનું અનંતત્વ પ્રતિસમયે છે, તે રીતે અનંત ગુણહાનિ દશવિ છે – પહેલા સમયે કલા વૃક્ષના પુષ્પ-ફળાદિગત જે શ્વેત વર્ણ, તે ઉત્કૃષ્ટ છે, તેને કેવલિપજ્ઞાથી છેદતા જો નિર્વિભાગ ભાગ કરીએ, તો અનંતા થાય છે. તેની મધ્યેથી અનંતભાગાત્મક એક શશિ પહેલા આરાના બીજા સમયે બુટિત થાય છે, એ પ્રમાણે તૃતીયાદિ સમયમાં પણ કહેવું. ચાવતું પહેલાં આરાના અંત્ય સમય સુધી કહેવું. આ જ રીતિ અવસર્પિણીના છેલ્લા સમય સુધી ચાવતું જાણવી. તેથી જ અનંતગુણ પરિહાનિ, એ પ્રમાણે અહીં અનંતગુણોની પરિહાનિ એવો જ અર્થ કરવો. ગુણ શબ્દ ભાગ પર્યાય વચન અનુયોગ દ્વાર વૃત્તિકૃત્ એકગુણ કાળા પર્યવ વિચારમાં સુસ્પષ્ટ કહેલો છે. એ પ્રમાણે થતાં શ્વેતવર્ણના નીકટનો જ સર્વથા છેદ થાય. તેમ થતાં શ્વેત વસ્તુના અશ્વેતત્વ પ્રસંગ થાય અને તે જાતિપુષ્પાદિમાં પ્રત્યક્ષ વિરદ્ધ છે ? તેનું સમાધાન કરતાં કહે છે - આગમમાં અનંતકના અનંતભેદપણાથી હીયમાન ભાગોનું અનંતક અલા છે. તેનાથી મૂલાશિના ભાગનું અનંતક બૃહત્તર જાણવું. જેમ સિદ્ધપણું પામતાં ભવ્ય લોકોમાં તેમને અનંતકાળે પણ નિર્લેપન આગમમાં કહેલ નથી, તો સર્વજીવોચી અનંતગુણોના ઉત્કૃષ્ટ વર્ણગત ભાગોનું કઈ રીતે થાય ? જેમ તેઓ સંખ્યાતા જ સિદ્ધ થાય છે, તેમ આ પ્રતિસમયે અનંતા ઘટે છે, તેમ મહતું દટાંત વૈષમ્ય કહેવું. જેમ ત્યાં જે રીતે સિદ્ધ થતાં ભવ્યોની સંખ્યાતતા છે, તેમ સિદ્ધિકાળ અનંત, એ પ્રમાણે અહીં પણ જેમ પ્રતિસમય અનંતની આ હીયમાનતા તેમ હાનિકાળ અવસર્પિણી પ્રમાણ જ, પછી પરમ ઉત્સર્પિણી પ્રથમ સમયાદિમાં તે જ ક્રમથી વૃદ્ધિ પામે છે, એ બધું સમ્યક્ છે. એ પ્રમાણે પતિ આદિ વર્ષોમાં અને ગંધરસ-પર્શમાં યથાસંભવ આગમ અવિરોધથી વિચારવું. તથા અનંત સંહનનપર્યવો વડે, સંહનન-અસ્થિતિચય રચના વિશેષરૂપ, વજઋષભનારાજ • પમનારાય - નારાય - અર્ધ નારાય-કીલિકા અને સેવાd ભેદથી છ છે. તેમાં આ આરામાં પહેલું જ લેવું, ઋષભનારાય આદિનો અભાવ છે. બીજે યથા સંભવ તેનું ગ્રહણ કરવું, તેના પર્યાયો પણ તે રીતે જ ઘટે છે. સંહનન વડે જ શરીરમાં દેઢતા ઉત્પન્ન થાય છે, તે સર્વોત્કૃષ્ટ સુષમસુષમના આધ સમયમાં હોય છે. પછી પરમ અનંત-અનંત પર્યવ વડે સમયે-સમયે ઘટે છે. એમ જાણવું. તથા સંસ્થાન-આકૃતિરૂપ, સમચતુસ્સ-ચણોધ-સાદિ-કુજ-વામન-હુંડ એ છે ભેદથી છે. તે પહેલાં આરામાં સર્વોત્કૃષ્ટ હોય, ત્યારપછી તે પ્રમાણે ઘટે છે. તથા ઉચ્ચત્વ-શરીરનો ઉલ્લેધ, તે પહેલાં સમયમાં ત્રણ ગાઉ પ્રમાણ ઉત્કૃષ્ટ છે, ત્યારપછી તેના પ્રમાણ તારતમ્યરૂપ પર્યવો અનંતા સમયે સમયે ઘટે છે. (શંકા) ઉચ્ચત્વ જ શરીરના સ્વ અવગાઢ મૂળક્ષેત્રથી ઉપર-ઉપરના આકાશપ્રદેશ અવગાહિત્વ છે, તેના પર્યાયો એક-બે-ત્રણ પ્રતર અવગાહિત્નથી અસંખ્ય પ્રતર અવગાહિત્વ અંતથી અસંખ્યાતા જ છે. કેમકે અવગાહના ફોગના અસંખ્યાત પ્રદેશાત્મકવવી છે, તો આનું અનંતત્વ કઈ રીતે છે? કઈ રીતે એ અનંતભાગ પરિહાનિથી ઘટે છે ? (સમાઘાન) પહેલાં આરામાં જે પ્રથમ સમય ઉત્પન્ન થયેલનું ઉત્કૃષ્ટ શરીર ઉચ્ચત્વ હોય છે, તેનાથી દ્વિતીયાદિ સમયે ઉત્પનું ચાવતું એક આકાશ પ્રતર વગાહિત્વ લક્ષણ પર્યવોની હાનિ સુધી પુદ્ગલ અનંતક ઘટાડો જાણવો. કેમકે આધાર હાનિમાં આધેય હાનિનું આવશ્યકત્વ છે. તેનાથી ઉચ્ચત્વ પર્યવોનું પણ અનંતવ સિદ્ધ થાય છે. કેમકે આકાશપતર અવગાહનું પગલું ઉપચય સાધ્યત્વ છે - તયા - બાપુ - જીવિત, તે પણ તેમાં, પ્રથમ સમયમાં ત્રણ પલ્યોપમ ઉત્કૃષ્ટ છે. ત્યારપછી તેના પર્યવો પણ અનંતા પ્રતિ સમયે ઘટે છે. [શંકા પર્યવો એક સમય ન્યૂન, બે સમય ન્યૂન સાવ અસંખ્યાત સમય ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિ છે. તેથી સ્થિતિ
SR No.009016
Book TitleAgam Satik Part 25 Jamboodwippragnapti Sutra Gujarati Anuwad 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy