SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૧૨ નકગામી, કેટલાંક તિચિગામી, કેટલાંક મનુષ્યગામી, કેટલાંક દેવગામી થાય છે. કેટલાંક સિદ્ધ-બુદ્ધ-મુક્ત થઈ પરિનિવણિ પામી, સર્વ દુઃખોનો અંત કરે છે. ♦ વિવેચન-૧૨ : ૩૯ આ સૂત્ર પૂર્વસૂત્રથી સમાન આલવાપણે વિવૃત્ત પ્રાય છે. વિશેષ એ – અર્હુ ચંદ્ર સંસ્થાન સંસ્થિતત્વ, દક્ષિણભરતાદ્ધના જંબૂદ્વીપ ૫ટ્ટ આદિમાં આલેખ દર્શનથી વ્યક્ત જ છે. તથા ત્રણ સંખ્યા ભાગ તે ત્રિભાગ, તેના વડે વિભક્ત છે. તેનો પૂર્વી ભાગ ગંગા વડે પૂર્વ સમુદ્રના મીલનથી કરેલ છે. પાશ્ચાત્ય ભાગ સિંધુ વડે પશ્ચિમ સમુદ્રને મળવાથી કરેલ છે. મધ્યભાગ ગંગા-સિંધુ વડે કૃત્ છે. ૨૩૮ યોજન અને યોજનના ૩/૧૯ ભાગ વિખંભથી છે અહીં શું કહે છે ? ૫૨૬/૬/૧૯ યોજન ભરત વિસ્તારથી, વૈતાઢ્ય વિસ્તારમાં ૫૦ યોજન શોધિત કરતાં બાકી રહેલ ૪૭૬ યોજન અને ૬-કળા એટલે કે ૪૭૬/૬/૧૯ થાય. તેનું અડધું એટલે ૨૩૮ યોજન અને ૩-કળા = ૨૩૮|૩/૧૯ થશે. એ રીતે યથોક્ત પ્રમાણ થાય છે. આના દ્વારા શરૂપરૂપણા કરી, કેમકે શર, વિખંભ અભેદ છે. હવે જીવા સૂત્ર કહે છે – તે દક્ષિણાદ્ધ ભરતની જીવા સમાન જીવા - ઋવી સર્વાન્તિમ પ્રદેશ પંક્તિ છે. મેરુ દિશાની ઉત્તરમાં, પૂર્વમાં પ્રતીચીન-પશ્ચિમમાં લંબાઈ વાળી, બે તરફ લવણસમુદ્રને સૃષ્ટ, આ જ અર્થને પ્રગટ કરે છે – પૂર્વ કોટિ-અગ્રભાગથી પૂર્વી લવણસમુદ્ર અવયવને સ્પર્સીને પાશ્ચાત્ય કોટિ વડે લવણસમુદ્ર અવયવને સૃષ્ટ છે. ૯૭૪૮ યોજન અને એક યોજનના ૧૨/૮ ભાગ લંબાઈથી છે. જે સમવાયાંગ સૂત્રમાંદક્ષિણાદ્ધ ભરતની જીવા પૂર્વ-પશ્ચિમ લાંબી છે, તે બંને બાજુ લવણસમુદ્રને સ્પષ્ટ છે. ૯૦૦૦ યોજન આયામથી કહ્યું, તે સૂચના માત્રપણે છે, સૂત્રની શેષ વિવક્ષા કરેલ ની. વૃત્તિકારે આ અવશિષ્ટ રાશિરૂપ વિશેષ ગૃહીત છે. અહીં સૂત્રમાં અનુક્ત છતાં જીવા લાવવા માટે કરણભાવના દર્શાવે છે. તે આ રીતે – વિવક્ષિત ક્ષેત્રમાં જંબૂદ્વીપના વ્યાસથી શોધાય છે. તેથી જે આવે, તેને ઈશુ વડે ગુણાય છે. પછી ફરી ચાર વડે ગુણાય છે. અહીં સ-સંસ્કાર રાશિ વિવક્ષિત ક્ષેત્રનો જીવાવર્ગ કહેવાય છે. આના મૂળને ગ્રહણ કરતાં જે પ્રાપ્ત થાય, તે જીવાની કલાનું પ્રમાણ છે. તેની ૧૯ ભાગમાં યોજનરાશિ અને શેષ કલારાશિ. તેમાં જીવાદિ પરિજ્ઞાન ઈસુ પરિમાણ પરિજ્ઞાન વિના ગણેલ છે. તે પરિપૂર્ણ જનસંખ્યાંક નથી, પણ કલા વડે આતિરેક કરીને વિવક્ષિત ક્ષેત્રાદિથી ઈયુના સવર્ણનાર્થે કલા કરાય છે. તે કલીકૃતથી જ જંબુદ્વીપ વ્યાસ વડે સુખે શોધનીય છે. એ પ્રમાણે મંડલક્ષેત્ર વ્યાસ પણ ૧, શૂન્ય-પ-રૂપ કલીકરણને માટે ૧૯ વડે ગુમતાં થશે-૧૯, શૂન્ય-૫. પછી દક્ષિણ ભરતાઈની ઈયુના ૨૩૮ યોજન માત્ર કલિકૃતના । પ્રક્ષિપ્ત ઉપરની કલા ત્રિકના ૪૫૨૫-રૂપથી ગુણીએ, આવશે ૮,૫૭,૭૦,૨૪,૩૭૫ આ ચતુર્ગુણ ૩૪,૩૦,૮૦,૯૭,૫૦૦, આ દક્ષિણાદ્ધ ભરતનો જીવાવર્ગ. તેનું વર્ગમૂળ કરવાથી આવે ૧,૮૫,૨૨૪ કળા. શેષ કલાંશ ૧,૬૭,૩૨૪ અને નીચે છેદરાશિ ૩,૭૦,૪૪૮. જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ પ્રાપ્ત કલાના ૧૯ ભાગમાં યોજન-૯૪૭ અને કળા-૧૨. આ દક્ષિણાર્ધ્વ ભરતની જીવા છે. એ પ્રમાણે વૈતાઢ્યાદિ જીવામાં પણ કહેવું. જ્યાં સુધી દક્ષિણ તરફની વિદેહાદ્ધ જીવા છે, એ પ્રમાણે ઉત્તરાર્ધ ઐરાવત જીવા, ચાવત્ ઉત્તરાદ્ધ વિદેહ જીવા પણ કહેવી. હવે દક્ષિણ ભરતાદ્ધના ધનુઃપૃષ્ઠનું નિરૂપણ કરે છે – અનંતરોક્ત જીવાથી દક્ષિણની દિશા-લવણ દિશા. ધનુપૃષ્ઠ અધિકારથી દક્ષિણ ભરતાદ્ધનું કહેવું-વ્યાખ્યા કરવી. ૯૭૬૬ યોજન અને એક યોજનના ૧/૧૯ ભાગથી કંઈક વિશેષાધિક પરિધિથી કહેલ છે. ૮૦ અહીં કરણભાવના જે રીતે વિવક્ષિત છે, આ વિવક્ષિત ગુણોમાં પુનઃ છ-ગુણ વિવક્ષિત જીવા વર્ગયુક્ત જે રાશિ છે તે ધનુઃપૃષ્ઠ વર્ગ એ રીતે ઓળખાવાય છે. તેના વર્ગમૂળમાં પ્રાપ્ત કળાના ૧૯ ભાગમાં યોજન પ્રાપ્ત થાય છે-અવશિષ્ટ કળા છે. તેથી કહે છે – દક્ષિણ ભતાદ્ધમાં કળા-૪૫૨૫. આનો વર્ગ ૨,૦૪,૭૫,૬૨૫, આના છ ગુણ-૧૨,૨૮,૫૩,૭૫૦ થાય. હવે દક્ષિણાદ્ધ ભરતનો જીવાવર્ગ થશે - ૩૪,૩૦,૮૦,૯૭,૫૦૦. આની યુતિ ૩૪,૪૩,૦૯,૫૧,૨૫૦ થાય. આ ધનુ:પૃષ્ઠ વર્ગ છે. આના વર્ગમૂળમાં પ્રાપ્ત કળા - ૧,૮૫,૫૫૫ છે અને બાકી કલાંશ ૨,૯૩,૨૨૫ થાય. છંદકરાશિ નીચેથી - ૩,૭૧,૨૧૦, કળાના ૧૯ ભાગમાં, યોજન - ૯૭૬૬ અને કળા૧ અને જે વર્ગમૂળ અવશિષ્ટ કલાંશા છે, તે વિવક્ષાથી અને સૂત્રકારે કલાથી વિશેષ અધિકપણાથી કહેલ છે. કહે છે – એ પ્રમાણે જીવાકરણમાં પણ વર્ગમૂલ અવશિષ્ટ ક્લાંશના સદ્ભાવથી, ત્યાં પણ ઉક્ત કળાનું સાધિકત્વ પ્રતિપાદન ન્યાયપ્રાપ્ત છે, તો પણ કેમ ન કહ્યું ? - ઉત્તરમાં કહે છે - સૂત્રગતિના વૈચિત્ર્યથી અવિવક્ષીત હોવાથી નથી કહ્યું. - ૪ - વૈતાઢ્યાદિ ધનુપૃષ્ઠોમાં પણ એ પ્રમાણે કહેવું. દાક્ષિણાત્ય વિદેહાદ્ધ ધનુપૃષ્ઠ જે પ્રમાણે છે, તે પ્રમાણે ઉત્તર ઐવતાદ્ધનું ધનુપૃષ્ઠ છે, એ પ્રમાણે ઉત્તરાદ્ધવિદેહનું પણ ધનુપૃષ્ઠ છે. અહીં દક્ષિણાદ્ધ ભરતમાં બાહા અસંભવ છે. હવે દક્ષિણાદ્ધ ભરતનું સ્વરૂપ પૂછતાં આ કહે છે – ભગવન્ ! દક્ષિણાદ્ધ ભરતનો કેવો આકાર-સ્વરૂપનો ભાવ-પર્યાય છે, તેનો પ્રત્યવતા-પ્રાદુર્ભાવ કેવો છે ? અર્થાત્ પ્રસ્તુત ક્ષેત્રનું સ્વરૂપ વિશેષ કેવું છે ? ભગવંતે કહ્યું – ગૌતમ ! ભરતનો બહુસમરમણીય ભૂમિભાગ કહેલો છે ? “જેમ કોઈ આલિંગપુષ્કર ઈત્યાદિ બહુ સમત્વવર્ણક, બધું જ ગ્રહણ કરવું યાવત્ વિવિધ પંચવર્મોથી મણિ અને તૃણ વડે ઉપશોભિત છે. તે મણિ અને તૃણમાં શું વિશિષ્ટ છે ? કૃત્રિમ-ક્રમથી શિલ્પી અને કર્યકાદિના પ્રયોગ વડે નિષ્પન છે. અકૃત્રિમક્રમથી રત્નની ખાણમાંથી ઉપજેલ આદિથી શોભતો દક્ષિણાદ્ધ ભરતનો ભૂમિભાગ છે. આના વડે તેનું કર્મભૂમિત્વ કહ્યું, અન્યથા હૈમવતાદિ અકર્મભૂમિમાં પણ આ વિશેષણ કહ્યું હોત. - X - (શંકા) આ સૂત્ર વડે કહેવાનાર ઉત્તરાદ્ધ ભરત વર્ણક સૂત્રથી સાથે “ઠુંઠા
SR No.009016
Book TitleAgam Satik Part 25 Jamboodwippragnapti Sutra Gujarati Anuwad 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy