SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૬ જેનું છે તે, સુવર્ણ અને રૂપ્ય વિશેષ રજતમય વાલુકાયુક્ત, તથા વૈડૂર્ય-મણિમય, સ્ફટિકરત્ન સંબંધી પટલમય, તટ સમીપવર્તી ઉન્નત પ્રદેશો જેના છે તે. તથા જળમાં સુખેથી અવતાર એટલે કે પ્રવેશન જેમાં છે તે સુ-અવતાર, સુખે જળમાંથી બહાર નિર્ગમન જેમાં છે તે સુખોતાર. નાના મણિ વડે સુબદ્ધ તીર્થો જેમાં છે તેવું તથા ચાર ખૂણાઓ જેમાં છે તે ચાતુષ્કોણ. આ વિશેષણ વાવ અને કૂવા પ્રતિ જાણવું, કેમકે તેમને જ ચતુષ્કોણ સંભવે છે, બીજાને નહીં. ૫૩ ક્રમથી નીચે, વધુ નીચે ભાવ રૂપથી અતિશય વડે જે જાત વપ-કેદાર જળસ્થાન, તેમાં ગંભીર-તળીયું દેખાતું નથી તે, જેમાં શીતળ જળ છે, તેવી. તથા જળ વડે અંતતિ પત્ર-બિશ-મૃણાલ જેમાં છે તે, આ બિશમૃણાલના સાહચર્યથી પત્રો પદ્મિની પત્રો જણાય છે. બિશ-કંદ, મૃણાલ-પાનાલ તથા ઘણાં ઉત્પલ, કુમુદ, નલીન, આદિના વિસ્વર કિંજલ્ક વડે ભરેલ. તથા ભ્રમર વડે પરિભોગ કરાતા કમળો અને ઉપલક્ષણ વડે કુમુદ આદિ જેમાં છે, તે તથા, સ્વરૂપથી સ્ફટિકવત્ શુદ્ધ, નિર્મળ અર્થાત્ આવનાર મેલથી રહિત એવા પાણી વડે પૂર્ણ, પહિત્યા - અતિ પ્રભૂત. - આ દેશી શબ્દ છે. - ૪ - ૪ - ત્યાં ઘણાં મત્સ્ય, કાચબાઓ ભ્રમણ કરે છે. અનેક પક્ષીયુગલના અહીં-તહીં ફરવાથી સર્વથા વ્યાપ્ત છે. આ વાપીથી સરસરપંક્તિ સુધી પ્રત્યેક - ૪ - પાવરવેદિકા વડે પરિક્ષિપ્ત છે અને પ્રત્યેક વનખંડથી પરિક્ષિપ્ત છે. - ૪ - કેટલીક વાપી આદિ ચંદ્રહાસાદિ પરમ આસવ માફક ઉદકવાળી છે. કોઈક વારણ સમુદ્રવત્ ઉદવાળી છે. કોઈક ક્ષીર સમાન ઉદકવાળી છે, કોઈ ઘી જેવા ઉદકવાળી છે. કોઈ ઈક્ષુરસ જેવા ઉદકવાળી છે. કોઈ અમૃતરસ જેવા ઉદકવાળી છે. કેટલીક સ્વાભાવિક જળયુક્ત છે. પ્રાસાદીય આદિ પૂર્વવત્. તે ક્ષુદ્રા-ક્ષુદ્રિકા વાપી ચાવત્ બિલપંક્તિ પ્રત્યેની ચારે દિશામાં ચાર ત્રિસોપાનક પ્રતિરૂપકા કહેલા છે. તે ત્રિસોપાન પ્રતિરૂપકનું વર્ણન આ પ્રકારે છે – વજ્રમય નેમા, રિષ્ઠમય પ્રતિષ્ઠાન, વૈડૂર્યમય સ્તંભ, સોના-રૂપના લકો, વજ્રમય સંધી, લોહિતાક્ષમય શૂચિ, વિવિધ મણિમય અવલંબન બાહાઓ પ્રાસાદીયાદિ છે. સૂત્રવ્યાખ્યા – તે ક્ષુદ્ર-મુદ્રિકા ચાવત્ બિલપંક્તિ પ્રત્યેક ચારે દિશામાં, ચારેએકૈક દિશામાં એક-એક એ રીતે ત્રિસોપાન પ્રતિરૂપક છે. તથા પ્રતિવિશિષ્ટ રૂપ જેનું છે, તે પ્રતિરૂપક, ત્રણ સોપાનોનો સમૂહ તે ત્રિસોપાન. • x - તે કહેલાં છે. તે ત્રિસોપાન પ્રતિરૂપકોનો આ કહેવાનાર વર્ણકનિવેશ છે – તે આ રીતે – વજ્રરત્નમય ભૂમિથી ઉર્ધ્વ નીકળતા પ્રદેશો, સ્ટિરત્નમય ત્રિસોપાનના મૂળ પાદ, વૈડૂર્યમય સ્તંભો, સોના-રૂપામય ફલકો, ત્રિસોપાનના અંગભૂત વજ્રરત્ન વડે પૂરેલી સંધિ-બે ફલકનો અપાંતરાલ પ્રદેશ, લોહિતાક્ષમયી સૂચિઓ - જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ બે ફલક સંબંધી વિઘટન ન થાય તે માટે પાદુકાના સ્થાને છે વિવિધ મણિમય અવલંબન-ચડતા ઉતરતા અવલંબન હેતુભૂત, અવલંબન બાહા પણ વિવિધ મણિમય છે. અવલંબનબાહા એટલે બંને પડખે અવલંબન આશ્રયભૂત ભીંતો. પ્રાસાદીયાદિ ચાર પદો પૂર્વવત્ છે. તે ત્રિસોપાન પ્રતિરૂપકોની આગળ પ્રત્યેકમાં તોરણો કહેલાં છે. તે તોરણોનું વર્ણન આ પ્રમાણે કહેલ છે – તે તોરણો વિવિધ મણિમય સ્તંભો ઉપર ઉપનિવિષ્ટ-સંનિવિષ્ટ છે, વિવિધ ઉતંતરોપિત, વિવિધ તારારૂપોપિત, ઈહામૃગ-ઋષભ-અશ્વ-નગરાદિ ચિત્રોથી ચિત્રિત, સ્તંભોદ્ગત વજ્ર વેદિકા પગિત-અભિરામ, વિધાધર યમલ યુગલમંત્ર યુક્તવત્, અર્ચી સાહસમાલનીય, હજારો રૂપયુક્ત યાવત્ પ્રાસાદીય છે. તેની વ્યાખ્યા – તે ત્રિસોપાન પ્રતિરૂપકોની આગળ પ્રત્યેકે પ્રત્યેક તોરણો કહેલાં છે, તે તોરણોનું વર્ણન વિશેષ આ છે – તે તોરણો વિવિધ મણિમય, મળિ - ચંદ્રકાન્તાદિ, સ્તંભોમાં સામીપ્સથી રહેલ છે. તે કદાચ ચલિત કે અપદપતિત હોવાની શંકા થાય, તેથી કહે છે – નિશ્ચલતાથી અને અપદપરિહારથી નિવિષ્ટ છે. વિવિધ વિચ્છિતિયુક્ત મુક્તાફળ - x - અંતરા અંતરા આરોપિત જેમાં છે તે. વિવિધ તારારૂપે ઉપચિત, તોરણોમાં જ શોભાર્થે તાકો બંધાય છે, તે લોકમાં પ્રસિદ્ધ છે. ૫૪ ઈહામૃગ-વૃક, ઋષભ-બળદ, વ્યાલ-સર્પ, રુરુ, મૃગ વિશેષ, શરભ-અષ્ટાપદ, ચમર-અટવીની ગાય, વનલતા-અશોકલતા આદિ. પદ્મલતા-પદ્મિની આ બધાંના ચિતરેલાં ચિત્રો જેમાં છે તે. સ્તંભની ઉપવર્તી વજ્રરત્નમય વેદિકા વડે પરિકતિ છે, તે અતિરમણીય છે. વિધાધર - વિશિષ્ટ શક્તિવાળા પુરુષ વિશેષનું સમશ્રેણિક યુગલ, તેના વડે યંત્રથી સંચરતી બે પુરુષ પ્રતિમારૂપથી યુક્ત છે. અર્ચિ-મણિરત્નોની પ્રભાના હજારો પરિવારણીય હજારોરૂપ યુક્તથી સ્પષ્ટ દીપતી, અતિ દીપતી તથા ચક્ષુથી અવલોકતા, દર્શનીયતા અતિશયથી શ્લેષ પામે છે, તથા શુભ સ્પર્શ, શોભા સહિત રૂપક જેમાં છે તે. ‘પ્રાસાદીય' આદિ ચાર વિશેષણ પૂર્વવત્. તે તોરણોની ઉપર આઠ-આઠ મંગલો કહેલાં છે સ્વસ્તિક, શ્રીવત્સ, નંદાવર્તી, વર્ધમાનક, ભદ્રાસન, કળશ, મત્સ્ય અને દર્પણ, આ બધાં રત્નમય, સ્વચ્છ ચાવત્ પ્રતિરૂપ છે. સૂત્ર વ્યાખ્યા – ઈત્યાદિ ગ્રહણ કરવા. - સુગમ છે. વિશેષ આ - યાવત્ શબ્દથી ધૃષ્ટ, સૃષ્ટ, નીરજા તે તોરણોની ઉપર કૃષ્ણ ચામર ધ્વજ, નીલ ચામરધ્વજ, ક્ત ચામર ધ્વજ, પીળો ચામર ધ્વજ, સફેદ ચામર ધ્વજ, સ્વચ્છ-શ્લષ્ણ-રૂક્ષ્ય પટ્ટ - વજદંડ, જલયામલ ગંધિકા, પ્રાસાદીયાદિ છે. વ્યાખ્યા – તે તોરણોની ઉપર ઘણાં કૃષ્ણ ચામરયુક્ત ધ્વજો, એ પ્રમાણે
SR No.009016
Book TitleAgam Satik Part 25 Jamboodwippragnapti Sutra Gujarati Anuwad 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy