SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૫ - રમ્ય જાલક ગૃહો જેમાં છે તે. આ અર્થ છે જ્યાં તે વૃક્ષો રહેલ છે, ત્યાં વાપી આદિમાં ગવાક્ષવાળા ગૃહો, જલક્રીડા કરતાં વ્યંતર મિથુનો ઘણાં છે. પુદ્ગલ સમૂહરૂપદૂર દેશ સુધી જતી સદ્ગધિકા શુભ સુરભિ ગંધાંતથી મનોહર જે છે તે. - x - ગંધધ્રાણિ-જેટલાં ગંધ પુદ્ગલ વડે ધાણેન્દ્રિયને તૃપ્તિ ઉપજાવે છે, તેટલાં પુદ્ગલ સંહતિરૂપ ઉપચારથી ગંધધ્રાણિ એમ કહેવાય છે, તેને નિરંતર છોડતાં. તથા શુભ-પ્રધાન, સેતુ-માર્ગ, કેતુ-ધ્વજા, બહુલા-અનેકરૂપ જેમાં છે તે. સ્થક્રીડાસ્થાદિ, યાન-કહેલ અને કહેવાનાર સિવાયના, શકટાદિ-વાહનો, યુગ્મ-ગોલદેશ પ્રસિદ્ધ બે હાથપ્રમાણ ચાર ખૂણાવાળી વેદિકાયુક્ત જંપાન, શિબિકા-કૂટાકારથી આચ્છાદિત જંપાન વિશેષ, સ્કંદમાનિકા-પુરુષ પ્રમાણ જંપાન વિશેષ, - ૪ - ૪ - હવે વનખંડના ભૂમિભાગનું વર્ણન કહે છે – • સૂત્ર-૬ ઃ તે વનખંડની અંદર બહુસમરમણીય ભૂમિભાગ કહેલ છે જેમ કોઈ આલિંગપુષ્કર યાવત્ વિવિધ પંચવર્ણી મણી વડે, તૃણ વડે ઉપશોભિત હોય, તે આ પ્રમાણે કૃષ્ણવર્ણ વડે એ પ્રમાણે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, શબ્દ છે. ત્યાં પુષ્કરિણી, પર્વતગૃહ, મંડપ, પૃથ્વીશિલાપટ્ટક છે. તેમ હે ગૌતમ ! જાણવું. ૪૩ ત્યાં ઘણાં વ્યંતર દેવો અને દેવીઓ બેસે છે, સુએ છે, રહે છે, નિષધા કરે છે, વવર્તન કરે છે, રમે છે, મનોરંજન કરે છે, ક્રીડા કરે છે, મૈથુન કરે છે, પૂર્વસંચિત સુપરાક્રાંત શુભ, કલ્યાણકર, ધૃત્ કર્મોના કલ્યાણ-ફળ-વૃત્તિ વિશેષને અનુભવતા વિચરે છે. તે જગતીની ઉપર પાવરવેદિકામાં અહીં એક મોટું વનખંડ કહેલ છે, તે દેશોન બે યોજન વિકુંભથી વેદિકાસમાન પરિક્ષેપથી છે. તે કૃષ્ણ યાવત્ તૃણરહિત જાણવું. • વિવેચન-૬ : તે વનખંડ મધ્યે, અત્યંત સમ તે બહુસમ, તે રમણીય ભૂમિભાગ કહેલો છે. કેવા પ્રકારે ? તે કહે છે. તે સકલ લોકપ્રસિદ્ધ છે. તે દૃષ્ટાંત વડે કહે છે - નામ - શિષ્ય આમંત્રણ અર્થમાં છે. જ્ઞાનિન - મુજ, વાધ વિશેષ, તેનો પુષ્કર-ચર્મપુટ, તે અત્યંત સમ હોવાથી તેના વડે ઉપમા કરી છે. કૃતિ શબ્દ-સર્વે પણ સ્વસ્વ ઉપમાભૂત વસ્તુ સમાપ્તિ ધોતક છે. વા શબ્દ સમુચ્ચયમાં છે યાવત્ શબ્દથી બહુસમત્વવર્ણક અને મણિલક્ષણ વર્ણક લેવું. તે આ છે – મુરપુષ્કર, સાલ, કરતલ, ચંદ્રમંડલ, સૂર્યમંડલ, આદર્શમંડલ, ઉભ ચર્મ, વૃષભચર્મ ઈત્યાદિ - ૪ - અનેક શંકુ હજાર ખીલીઓ વડે વિતત, આવ-પ્રત્યાવર્ત આદિ - ૪ - પદ્મલતાના વિચિત્ર ચિત્રોથી છાયા-પ્રભાદિ વડે - X - હવે ઉક્ત સૂત્રની વ્યાખ્યા – મૃદંગ લોકપ્રસિદ્ધ છે, મલનો પુષ્કર તે મૃદંગ પુષ્કર, પરિપૂર્ણ-પાણીથી ભરેલ, તળાવનું તળ-ઉપરનો ભાગ તે સાલ. વાયુરહિત જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ જળપૂર્ણ સરોવર લેવું. અન્યથા વાયુ વડે ઉદ્ભુત વડે ઉંચા-નીચા થતાં જળ વડે વિવક્ષિત સમભાવ ન થાય. ચંદ્રમંડલ, સૂર્યમંડલ જોકે વસ્તુગતિથી ઉત્તાની કૃતાર્ધ કલ્પિત્ય આકાર પીઠપ્રાસાદ અપેક્ષાથી વૃત્ત કહેલ છે. તદ્ભુત દૃશ્યમાન ભાગ સમતલ નથી, તો પણ સમતલ દેખાય છે, માટે તેનું ગ્રહણ છે. ઉરભ્ર ચર્મ ઈત્યાદિ બધાંમાં “અનેક શંકુ કીલકી વિતત'' પદ જોડવું. ૪૪ ઉરભ-ઘેટું, દ્વીપી-ચિત્તો, આ બધાંનું ચામડું અનેક શંકુ પ્રમાણ હજારો ખીલીઓ વડે તાડિત છે - ૪ - જે રીતે અત્યંત બહુસમ થાય છે, તે રીતે તે પણ વનખંડનો મધ્ય બહુરામ ભૂમિભાગ છે. ફરી કેવો છે ? તે કહે છે – જાતિભેદથી વિવિધ પ્રકારના જે પંચવર્ણી મણી અને તૃણો વડે ઉપશોભિત છે. કેવા મણી વડે ? તે કહે છે – મણીના લક્ષણો, તેમાં આવર્ત પ્રસિદ્ધ છે. એક આવર્તની પ્રતિ અભિમુખ આવર્ત, તે પ્રત્યાવર્ત. શ્રેણિતથાવિધ બિંદુ જાતાદિની પંક્તિ, તે શ્રેણિથી જે વિનિર્ગત, અન્ય શ્રેણિ તે પ્રશ્રેણિ. - ૪ - ૪ - વર્ધમાનક-શરાવ સંપુટ, મત્સ્યાંડ-કમકરાંડ બંને જલચર વિશેષ અંડક પ્રસિદ્ધ છે. જાર-માર એ લક્ષણ વિશેષ છે. તે લોકથી જાણવા. પુષ્પાવલિ આદિ પ્રતીત છે તેના આશ્ચર્યકારી ચિત્ર-આલેખ જેમાં છે તે. અહીં શું કહે છે ? આવાંદિ લક્ષણયુક્ત, શોભન છાયા જેમાં છે, તેના વડે. - ૪ - આવા પ્રકારે વિવિધ પ્રકારના પંચવર્ણી મણિ અને તૃણ વડે શોભિત છે. તે આ રીતે – કૃષ્ણવર્ણથી યુક્ત, આ પ્રકારે બાકીના પણ નીલાદિ વર્ણન મણિ-તૃણ વિશેષણપણે યોજવા. જેમકે નીલવર્ણ વડે, લોહિત વર્ણ વડે, પીળા વર્ણ વડે, શુક્લવર્ણ વડે. તે મણિ-તૃણોના ગંધ, સ્પર્શ અને શબ્દો જાણવા. તથા તે વનખંડના ભૂમિભાગમાં પુષ્કરિણીના પર્વતગૃહ, મંડપ, પૃથ્વીશિલાપકો જાણવા. - x - એ પ્રમાણે યાવત્ પૂર્વવત્ વર્ણન કરવું. - X + X - અહીં આ સૂત્ર અભિપ્રાયની અભિવ્યક્તિમાં જીવાભિગમાદિ ગ્રન્થોક્ત કેટલાંક પાઠો લખે છે - તેમાં જે તે કૃષ્ણમણી અને તૃણ છે, તેનો આ આવા સ્વરૂપે વર્ણાવાસ કહેલ છે. તે આ – જેમ કોઈ જીમૂત, અંજન, ખંજન, કાજળ, મસી, મસીગુલિકા, ગવલ, ગવલગુલિકા, ભ્રમર, ભ્રમરાવલી, ભ્રમર પત્રસાર, જાંબૂફળ, આદ્રારિષ્ઠ, પરપૃષ્ઠ, ગજ, ગજકલભ, કૃષ્ણસર્પ, કૃષ્ણ કેસર, આકાશથિન્ગલ, કૃષ્ણાશોક, કૃષ્ણકર્ણવીર, કૃષ્ણ બંધુજીવક જેવા તે વર્ણ છે? ગૌતમ! આ ર્થ સમર્થ નથી. તે કૃષ્ણ મણી અને તૃણ આના કરતાં ઈષ્ટતરક, કાંતતક, મનોજ્ઞતક, મણામતરક કહેલ છે. ઉક્ત સૂત્રનો વ્યાખ્યાસાર – તે પંચવર્ણી મણી અને તૃણની મધ્યે જે કૃષ્ણ મણી-તૃણ છે તે [કેવા છે ?] જીમૂત-મેઘ, તે વર્ષારંભે જળપૂર્ણ કહેલ છે. તે પ્રાયઃ અતિ કાલિમાવાળો હોય. - ૪ - અંજન-સૌવીરાંજન રત્નવિશેષ, ખંજન-દીપક મલ્લિકાનો
SR No.009016
Book TitleAgam Satik Part 25 Jamboodwippragnapti Sutra Gujarati Anuwad 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy