SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦/-/૧૯૪ ૧૯o છે પ્રાભૃત-૨૦ છે. - X - X - છે એ પ્રમાણે ૧૯મું પ્રાકૃત કહ્યું. હવે ૨૦માંનો આરંભ કરીએ છીએ. તેનો આ અધિકાર છે - “ચંદ્રનો અનુભાવ કેવો છે ?” તેથી તવિષયક પ્રશ્નસૂત્ર કહે છે • સૂઝ-૧૯૪ - ચંદ્રાદિનો અનુભાવ કઈ રીતે કહેલો છે ? તે વિષયમાં આ બે પતિપત્તિઓ કહી છે. તેમાં એક એમ કહે છે કે - તે ચંદ્રસૂર્ય જીવ નથી - અજીવ છે, ધન નથી • સુષિર છેશ્રેષ્ઠ શરીરઘારી નથી પણ કલેવર રૂપ છે. તેને ઉત્થાન કર્મ, ભલ, વીર્ય, પરાકાર પસકમ નથી, તેમાં વિધુત કે અશનિપાત કે સાનિત ધ્વનિ નથી. તેની નીચે ભાદર વાયુકાય સંમૂર્હ છે. નીચે બાદર વાયુકાય સંમૂર્શિત થતાં વિધુત, શનિ કે અનિતનો પણ ધ્વનિ થાય છે. વળી બીજો એક કહે છે કે- તે ચંદ્ર-સૂર્ય જીવ રૂપ છે, આજીવ નથી, ધન છે • સુષિર નથી, બાદર બોંદિધર છે - કલેવર નથી. તેને ઉત્થાન છે ચાવતું વિધુત્તનો ધ્વનિ છે. અમે એમ કહીએ છીએ કે- તે ચંદ્ર, સૂર્યદેવો મહદ્ધિક યાવતું મહાનુભાગ, શ્રેષ્ઠ વા-માળા-આભરણધારી છે તથા અવ્યવચ્છિત નયાતાથી અન્યત્ર એવી, અન્યત્ર ઉપજે છે. • વિવેચન-૧૯૪ : કયા પ્રકારે ચંદ્રાદિનો અનુભાવ-સ્વરૂપ વિશેષ કહેલ છે ? ત્યારે ભગવંતે કહ્યું - આ વિષયમાં બે પ્રતિપતિઓ છે - તેમાં ચંદ્રાદિના અનુભાવ વિષયમાં નિશે આ બે પ્રતિપતિ-પરીચિકના મતરૂપ કહી છે. તે આ પ્રમાણે - તે બેપરતીર્થિકોમણે એકપરતીર્થિક એમ કહે છે કે- તે પરતીર્થિકો પહેલાં સ્વશિષ્યો પ્રતિ અનેક વકતવ્યતા ઉપક્રમમાં ક્રમને દશવિવા માટે કહે છે – ચંદ્ર-સૂર્ય જીવરૂપ નથી, પણ જીવ છે. તે ધન-નિબિડ પ્રદેશ ઉપચય નથી. પણ શષિર છે - તથા વરબોંદિધર-પ્રધાન સજીવ સુવ્યક્ત અવયવ શરીર યુક્ત નથી, પણ કલેવર માત્ર છે. તે ચંદ્રાદિને ઉત્થાન-ઉર્વીભવન. *વા’ શબ્દ વિકલામાં કે સમુચ્ચય અર્થમાં છે. - ઉોપણા, અપક્ષેપણાદિ. વન - શરીર પ્રાણ, વીર્ય - અંતર ઉત્સાહ, પુરપાર • પૌરુષ અભિમાન, પરાક્રમ - તે જ સાધિત-અભિમત પ્રયોજન છે. બધું પૂર્વવત્. - તથા તે ચંદ્ર-સૂર્ય વિધુતને પ્રવર્તાવતી નથી, વિધુત વિશેષ રૂપ અશનિ નથી, ગર્જિત-મેઘધ્વનિ. પરંતુ ચંદ્ર-સૂર્યની નીચે પૂર્વવત્ બાદર વાયુકાયિક સંપૂર્વે છે અને નીચે બાદર વાયુકાયિક સંમૂર્તે છે. વિધુત્પણ પ્રવર્તે છે, અશનિ પણ પ્રવર્તે છે. વિધુદાદિ રૂપે પરિણમે છે. સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ હવે ઉપસંહાર કહે છે – એક એ પ્રમાણે કહે છે. બીજા એક એમ કહે છે કે – ચંદ્ર અને સૂર્ય જીવરૂપ છે, અજીવ નથી. જેમ પૂર્વાપરતીર્થિકોએ કહ્યું તથા ધન છે, શુષિર નથી. તથા વબોંદિધર છે, કલેવર માત્રા નહીં તથા તેમાં ઉત્થાનાદિ છે. ઈત્યાદિ પૂર્વવતું વ્યાખ્યાન કરવું. તે વિધુને પણ પ્રવતવિ છે, શનિ પણ પ્રવતવિ છે, ગર્જિત પણ કરે છે. અહીં શું કહેવા માંગે છે ? વિધુતુ આદિકને સર્વ ચંદ્ર-સૂર્ય પ્રવતવિ છે. એ પ્રમાણે પરતીચિંકની પ્રતિપતિને દર્શાવીને, હવે ભગવત્ સ્વમતને કહે છે— અમે વળી એમ કહીએ છીએ, x • ચંદ્ર અને સૂર્ય - x • દેવ સ્વરૂપ છે, સામાન્યથી જીવ માત્ર નથી. તે દેવો કેવા છે? મહદ્ધિક-મહા ઋદ્ધિ, વિમાન, પરિવારાદિ જેને છે કે, મહધુતિક – શરીર, આમરણ વિષયક મહાધેતિ જેમને છે તે. મહાબલ-મહાબલ-શરીરના પ્રાણ જેમાં છે તે. મહાયશા-મોટી ખ્યાતિ જેમને છે તે. મહાસૌખ્ય • x • x • મહા સૌથવાળા તથા મહાનુભાવ-વિશિષ્ટ વૈક્રિયકરણાદિ વિષયક અચિંત્ય શક્તિ જેમને છે તે. વરવઅઘરા ઈત્યાદિ સ્વ આયુક્ષયે ચ્યવે છે. • સૂત્ર-૧૫ : તે સહુકમ કઈ રીતે કહે છે ? તે વિષયમાં નિશે આ બે પતિપત્તિઓ કહેલી છે તેમાં એક એમ કહે છે કે - રાહુ નામે દેવ છે, જે ચંદ્ર કે સૂર્યની ગ્રસિત કરે છે. એક એમ કહે છે. એક વળી એમ કહે છે - જે ચંદ્રસૂર્યને ગ્રસે છે, તેનો રાહુ નામે કોઈ દેવ નથી.. પહેલા મતવાળો કહે છે કે ચંદ્ર કે સૂર્યને ગ્રહણ કરતો રાહુ ક્યારેક અધોભાગને ગ્રહણ કરીને અધોભાગથી છોડી દે છે અધો ભાગથી ગ્રહણ કરી ઉદ4 ભાગે છોડી દે છે, ઉદd ભાગથી ગ્રહણ કરીને ઉtd ભાગથી છોડી દે છે, ડાબી બાજુથી ગ્રહણ કરીને ડાબી બાજુએ છોડી દે છે, ડાબી બાજુથી ગ્રહણ કરી જમણી બાજુએ છોડી દે છે, જમણી બાજુથી ગ્રહણ કરી ડાબી બાજુથી છોડે છે, જમણી બાજુથી ગ્રહણ કરી જમણી બાજુએ છોડી તેમાં જે એમ કહે છે કે - રાહુ જેવો કોઈ દેવ નથી. જે ચંદ્ર કે સૂર્યને ગ્રસિત કરે છે. તેઓ એમ કહે છે કે – તેમાં આ પંદર કૃષ્ણવર્ણવાળા યુગલો કહેલા છે, તે આ પ્રમાણે - શૃંગાટક, જટિલક, ફારક, #d, અંજન, ખંજન, શીતલ, હિમશીતલ, કૈલાસ, અરુણાભ, પરિજજય, નભસૂર્ય, કપિલ અને પિંગલરાહુ. જ્યારે આ પંદર કૃષ્ણવર્ણવાળા યુગલો સદા ચંદ્ર કે સૂર્યને
SR No.009015
Book TitleAgam Satik Part 24 Chandrapragnpti Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_chandrapragnapti
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy