SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦/૧૧/૫૫ ૧૮૩ ૧૮૪ સૂર્યપાતિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ સ્વામીએ વિશેષ બોધને માટે ફરી પૂછે છે - ૪ - ભગવંતે કહ્યું - આ પૂર્વે કહેલા અઠ્ઠાવીશ નક્ષત્રોમાં જે નક્ષત્રો સદા ચંદ્રની દક્ષિણ દિશામાં રહીને યોગ કરે છે. તે છ છે. તે આ રીતે- મૃગશિર્ષ, આદ્ર, પુષ્ય, આશ્લેષા, હસ્ત અને મૂલ. આ બધાં પણ નક્ષત્રો પંદરમાં ચંદ્રમંડલની બહાર ચાર ચરે છે, તેથી કરણ વિભાવનામાં કહ્યું છે - પંદરમાં ચંદ્રમંડલની બહાર મૃગશિર્ષ, આદ્રા, પુષ્ય, આશ્લેષા, હસ્ત, મૂલ. જંબૂદ્વીપ પ્રાપ્તિમાં પણ કહ્યું છે - સંસ્થાન, આદ્ર, પુષ્ય, આશ્લેષા, હસ્ત અને મૂલ. બાહ્ય મંડલની બહાર છે નક્ષત્રો છે. તેથી સદૈવ દક્ષિણ દિશામાં રહેલ તે ચંદ્રની સાથે યોગ કરતાં રહે છે, અન્યથા નહીં. તથા તે અઠ્ઠાવીશ નક્ષત્રોમાં જે તેવા નક્ષત્રો છે જે સદા - સર્વકાળ ચંદ્રની ઉત્તર દિશામાં રહીને યોગ કરે છે. તે બાર છે, તે આ પ્રમાણે - અભિજિતું આદિ. આ જ બાર નક્ષત્રો સર્વાગંતર ચંદ્રમંડલમાં ચાર ચરે છે. તથા કરણ વિભાવનામાં કહ્યું છે - તે પહેલાં સર્વ અત્યંતર ચંદ્રમંડલમાં નક્ષત્રો છે તે આ - અભિજિત, શ્રવણ, ઘનિષ્ઠા, શતભિષા, પૂર્વભાદ્રપદ, ઉત્તરાભાદ્રપદ, રેવતી, અશ્વિની, ભરણી, પૂર્વા ફાગુની, ઉત્તરા ફાગુની, સ્વાતિ. જ્યારે આની સાથે ચંદ્રનો યોગ થાય, ત્યારે સ્વભાવથી ચંદ્ર, બાકીના જ મંડલોમાં વર્તે છે. તેથી સદૈવ આટલા ઉત્તર દિશા વ્યવસ્થિત જ ચંદ્રમાની સાથે યોગને જોડે છે. તથા તે અઠ્ઠાવીશ નબોમાં એવા પણ નક્ષત્રો છે, જે નબો ચંદ્રની દક્ષિણ દિશામાં રહીને યોગ કરે છે. ઉત્તર દિશામાં પણ રહીને યોગ કરે છે, પ્રમર્દરૂપ યોગા પણ કરે છે, તે સાત છે – કૃતિકા, રોહિણી, પુનર્વસુ, મઘા, ચિત્રા, વિશાખા, અનુરાધા, કેટલાંક વળી જ્યેષ્ઠા નક્ષત્રને પણ દક્ષિણ-ઉત્તર-પ્રમર્દ યોગ કરનાર માને છે. તેથી લોકશ્રિયામાં કહેલ છે -પુનર્વસુ, રોહિણી, ચિત્રા, મઘા, જ્યેષ્ઠા, અનુરાધા, કૃતિકા, વિશાખા એ આઠ નક્ષત્રો ચંદ્રના ઉભય યોગી છે. ‘ઉભયયોગી'ની વ્યાખ્યા - આટલા નક્ષત્રો ઉભયયોગી - ચંદ્રને ઉત્તરથી અને દક્ષિણ યોગ કરે છે. કયારેક ભેદને પણ પામે છે અને તે વફ્ટમાણ જયેષ્ઠા સૂત્રની સાથે વિરોધી છે, એમ પ્રમાણ નથી. તથા તે અઠ્ઠાવીશ નબો મળે જે નક્ષત્રો સદા ચંદ્રને દક્ષિણ દિશામાં રહીને યોગ કરે છે, પ્રમરૂપ યોગ યુક્ત છે. તે બે અષાઢા છે . પૂવષાઢા અને ઉત્તરાષાઢા. તે પ્રત્યેક ચાર તારાવાળા છે. તથા પૂર્વે પણ કહેલ છે - પૂર્વાષાઢા ચાર તારાવાળું કહેલ છે. તેમાં બબ્બે તારા સર્વબાહ્ય પંદરમાં મંડલના અત્યંતરથી બન્ને બહાર છે. તેથી કરણ વિભાવનામાં કહ્યું છે - પૂર્વ, ઉત્તરના અષાઢના બળે તારાઓ અવ્યંતર, બળે સર્વબાહ્ય મંડલની બહાર છે. તેથી જે બળે તારા, અગંતસ્થી તેની મધ્યેથી ચંદ્ર જાય છે, ત્યારે તેની અપેક્ષાએ પ્રમÉયોગ કરે છે. જે બળે તારા બહાર છે, તે ચંદ્રના પંદરમાં મંડલમાં ચાર ચરે છે. ત્યારે સદા દક્ષિણ દિશામાં રહે છે. તેથી તે અપેક્ષાથી દક્ષિણથી યોગ કરે છે, તેમ કહ્યું. હવે આ બંનેના પ્રમÉયોગ ભાવનાર્થે કંઈક કહે છે - તે પૂવષિાઢા અને ઉત્તરાષાઢાપે બંને નખ ચંદ્ર સાથે યોગને જોડેલ હતો, જોડે છે અને જોડશે. સદા સર્વબાહ્ય મંડલમાં રહે છે, તેથી જો પૂવષાઢા અને ઉત્તરાષાઢા સાથે ચંદ્ર યોગ કરે છે. ત્યારે નિયમથી અસ્વંતર તારકો મળે જાય છે. તેની અપેક્ષાથી પ્રમર્દ યોગ જોડે છે, એમ કહેલ છે. તથા તે અઠ્ઠાવીશ નબો મળે જે-તે નક્ષત્ર જે સદા ચંદ્રને પ્રમર્દરૂપ યોગ જોડે છે, તે એક જ્યેષ્ઠા છે. એ પ્રમાણે મંડલગતિથી પરિભ્રમણરૂપ ચંદ્રમાર્ગ કહ્યો. હવે મંડલરૂપ ચંદ્રમાને કહેવાને માટે પહેલા તેના વિષયના પ્રશ્નસૂત્રને કહે છે • સૂત્ર-પ૫ : તે ચંદ્રમંડલો કેટલા કહેલા છે ? તે પંદર ચંદ્રમંડલ કહેલા છે. આ પંદર ચંદ્રમંડલોમાં એવા ચંદ્રમંડલો છે, જે સEI નાગથી વિરહિત છે. એવા પણ ચંદ્ર મંડળે છે, જે સૂર્ય-ચંદ્ર-નોને સામાન્ય હોય છે. એવા પણ મંડલો છે, જે સદા સૂર્યથી વિરહિત છે. આ પંદર ચંદ્રમંડલોમાં કયા ચંદ્રમંડલો છે, જે સદા નામોથી અવિરહિત છે યાવતુ કેટલાં ચંદ્ર મંડલો છે, જે સદા સૂર્યવિરહિત છે ? આ પંદર ચંદ્રમંડલોમાં જે ચંદ્રમંડલો છે, જે સદા નક્ષત્રથી અવિરહિત છે, તે આઠ છે - પહેલું ચંદ્રમંડલ, ત્રીજું ચંદ્રમંડલ, છટકું ચંદ્રમંડલ, સાતમું ચંદ્રમંડલ, આઠમું ચંદ્રમંડલ, દશમું ચંદ્રમંડલ, અગિયારમું ચંદ્રમંડલ, પંદરમું ચંદ્રમંડલ. તેમાં જે ચંદ્રમંડલો છે, જે સદા નpોથી વિરહિત રહે છે, તે સાત છે - બીજું ચંદ્રમંડલ, ચોથું ચંદ્રમંડલ, પાંચમું ચંદ્રમંડલ, નવમું ચંદ્રમંડલ, ભારમું ચંદ્રમંડલ, તેરમું ચંદ્રમંડલ, ચૌદમું ચંદ્રમંડલ. તેમાં જે તે ચંદ્રમંડલ, જે ચંદ્ર-સૂર્ય-નોમાં સમાન હોય છે, તે ચાર છે. તે આ પ્રમાણે - પહેલું ચંદ્રમંડલ, બીજું ચંદ્રમંડલ, અગિયારમું ચંદ્રમંડલ, પંદરમું ચંદ્રમંડલ. તેમાં જે ચંદ્રમંડલો, જે સદા સૂર્ય વિરહિત છે, તે પાંચ છે - છટકું ચંદ્રમંડલ, સાતમું ચંદ્રમંડલ, આઠમું ચંદ્રમંડલ, નવમું ચંદ્રમંડલ, દશમું ચંદ્રમંડલ. • વિવેચન-પ૫ : કેટલી સંખ્યામાં ચંદ્રમંડલો કહેલા છે ? ભગવંતે કહ્યું – પંદર ચંદ્રમંડલો કહેલા છે. તેમાં પાંચ ચંદ્રમંડલો જંબૂદ્વીપમાં અને બાકીના દશ મંડલો લવણ સમુદ્રમાં
SR No.009014
Book TitleAgam Satik Part 23 Suryapragnapti Sutra Gujarati Anuwad 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_suryapragnapti
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy