SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦-૨૧/૫૩૦ થી ૫૩૩ આઠ બાંધનાર, એક છ બાંધનાર, ઘણાં અબંધક. (૩) ઘણાં સાત બાંધનાર, એક બાંધનાર, એક આઠ બાધનાર, ઘણાં છ બાંધનાર, એક અબંધક. (૪) ઘણાં સાત બાંધનાર, એક બાંધનાર, એક આઠ બાંધનાર, ઘણાં છ બાંધનાર, ઘણાં અબંધક હોય. (૫) ઘણાં સાત બાંધનાર, એક બાંધનાર, આઠ બાંધનાર, છ બાંધનાર, એક બંધક હોય, (૬) ઘણાં સાત બાંધનાર, એક બાંધનાર, આઠ બાંધનાર, એક છ બાંધનાર, ઘણાં અબંધક હોય. (૭) ઘણાં સાત બાંધનાર, એક બાંધનાર, આઠ બાંધનાર, છ બાંધનાર, એક અબંધક હોય. (૮) ઘણાં સાત બાંધનાર, એક બાંધનાર, આઠ બાંધનાર, છ બાંધનાર અને અબંધક હોય. એ પ્રમાણે આઠ ભંગો થયા. ૫૭ બધાં મળીને ૨૭ ભંગો થાય. એમ મનુષ્યોને એ જ ૨૭ ભંગો કહેવા. એ રીતે પૃષાવાદવિરત યાવત્ માયામૃષાવાદ વિરત જીવ અને મનુષ્ય જાણવા. મિથ્યા-દર્શનશલ્ય વિસ્ત જીવ કેટલી કર્મપ્રકૃતિ બાંધે ? સાત બાંધે, આઠ બાંધે, છ બાંધે, એક બાંધે, અબંધક હોય. મિથ્યાદર્શનશલ્ય વિસ્ત નૈરયિક કેટલી કર્મપ્રકૃતિ બાંધે ? સાત અને આઠ યાવત્ પંચેન્દ્રિય તિર્યંચ બાંધે. મનુષ્યને જીવ માફક જાણવો. વ્યંતર, જ્યોતિક, વૈમાનિકને નૈરયિકવત્ સમજવો. મિથ્યાદર્શન શલ્ય વિરત જીવો કેટલી કર્મ પ્રકૃતિ બાંધે ? પૂર્વોક્ત ૨૭-ભંગો કહેવા. મિથ્યાદર્શનશા વિરત નૈરયિક કેટલી કર્મ પ્રકૃતિ બાંધે ? બધાં સાત બાંધે અથવા ઘણાં સાત બાંધે અને એક આઠ બાંધે. ઘણાં સાત અને આઠ બાંધે. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું. પણ મનુષ્યો જીવ માફક કહેવા. [૫૩૩] પ્રાણાતિપાત વિરત જીવોને શું આરંભિકી ક્રિયા હોય ? યાવત્ મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયા હોય ? આરંભિકી ક્રિયા કદાચ હોય-કદાચ ન હોય. પારિગ્રહિકી ક્રિયા ? એ અર્થ સમર્થ નથી. માયા પ્રત્યયિકી ક્રિયા ? કદાચ હોય - કદાચ ન હોય. અપ્રત્યાખ્યાન પ્રત્યયા ? એ અર્થ સમર્થ નથી. મિથ્યાદર્શનપયા ? એ અર્થ સમર્થ નથી. એમ પ્રાણાતિતવિરત મનુષ્ય પણ જાણવા. એ પ્રમાણે માયામૃષાવાદવિત સુધીના જીવ, મનુષ્ય જાણવા. ભગવન્ ! મિથ્યાદર્શન શલ્ય વિરત જીવને શું આરંભિકી યાવત્ મિથ્યાદર્શન પ્રત્યયા ક્રિયા હોય ? આરંભિકી ક્રિયા કદાચ હોય - કદાચ ન હોય. એ પ્રમાણે અપ્રત્યાખ્યાન ક્રિયા સુધી જાણવું, મિથ્યાદર્શન પ્રત્યયિકી ન હોય. ભગવન્ ! મિથ્યાદર્શન શલ્ય વિરત નૈરયિકને શું આરંભિકી સાર્વત્ મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયા હોય? આરંભિકી યાવત્ અપત્યાખ્યાન ક્રિયા હોય. મિથ્યાદર્શનપ્રત્યયા ન હોય. એમ સ્વનિતકુમાર સુધી જાણતું. પંચેન્દ્રિય તિર્યંચને આરંભિકી, માયા પ્રત્યયિકી ક્રિયા હોય, પત્યાખ્યાનક્રિયા કદાચ હોય - કદાચ ન હોય. મિથ્યાદર્શન પ્રત્યયા ન હોય. મનુષ્ય જીવવત્ જાણવા. વ્યંતર, જ્યોતિષુ, વૈમાનિકને નૈરયિકવર્તી જાણવા. પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ આ આરંભિકી યાવત્ મિથ્યાદર્શન પ્રત્યયા ક્રિયામાં કઈ કોનાથી અલ્પ આદિ છે ? સૌથી થોડી મિથ્યાદર્શન પ્રત્યયા ક્રિયા છે. અપ્રત્યાખ્યાન ક્રિયા વિશેષાધિક, પારિગ્રહિકી વિશેષાધિક, આરંભિકી વિશેષાધિક, માયાપત્યયિકી વિશેષાધિક છે. પ • વિવેચન-૫૩૧ : - x - પ્રાણાતિપાતાદિના વિરમણ વિષયભૂત છ કાયાદિનો પૂર્વે જ વિચાર કર્યો છે. માટે અહીં ફરી વિચારતા નથી. પ્રાણાતિપાતથી મૃષાવાદ સુધીની વિતી જીવ અને મનુષ્યને વિશે કહેવી. - ૪ - કેમકે મનુષ્ય સિવાય બીજાને ભવનિમિત્તક સર્વ વિરતિનો અભાવ છે. મિથ્યાદર્શન વિરમણમાં “સર્વ દ્રવ્યોને વિશે” કહ્યું પણ ઉપલક્ષણથી સર્વ પર્યાયો વિશે પણ સમજવું. કેમકે એક દ્રવ્ય કે પર્યાયને વિશે મિથ્યાત્વ હોય તો તેને મિાદર્શનના વિરમણનો અસંભવ છે. સૂત્રોક્ત એક પણ અક્ષરની અરુચિ થવાથી મનુષ્ય મિથ્યાĚષ્ટિ થાય છે. કેમકે “જિનોક્ત સૂત્ર અમને પ્રમાણ છે'' એવું શાસ્ત્ર વચન છે. મિથ્યાદર્શલશલ્ય વિરતિ એકેન્દ્રિય અને વિકલેન્દ્રિય સિવાયના જીવ સ્થાનોમાં હોય છે. - ૪ - કેમકે પૃથ્વી આદિમાં પ્રતિપામાન અને પ્રતિપન્ન બંનેનો અભાવ છે - એમ શાસ્ત્રવચન છે. કોઈક બેઈન્દ્રિયાદિને કરણાપર્યાપ્તાવસ્થામાં સાસ્વાદન સમ્યકત્વ હોય, તો પણ મિથ્યાત્વાભિમુખ અને સમ્યકત્વ પ્રતિકૂળને હોય માટે તેમને પણ મિથ્યાદર્શનશલ્ય વિરતિનો નિષેધ છે. પ્રાણાતિપાત વિતને કર્મબંધ થવા કે ન થવા વિશે કહે છે – સૂત્રો સુગમ છે. ઉત્તર સૂત્રમાં જણાવે છે કે – બધાં જીવો સાત પ્રકૃતિ બાંધનાર અને એક પ્રકૃતિ બાંધનાર હોય. અહીં પ્રમત્ત, અપ્રમત્ત, અપૂર્વકરણ, અનિવૃત્તિ બાદર સંપરાય સાત પ્રકૃતિ બાંધે. તેમાં પ્રમત્ત, અપ્રમત્ત આયુના બંધ કાળે આઠ પ્રકૃતિ બાંધે. આયુનો બંધ કદાચિત્ હોય છે, તેથી કોઈ કાળે સર્વથા પણ ન હોય. વળી અપૂર્વકરણ, અનિવૃત્તિબાદર કદાયિત્ ન પણ હોય, કેમકે તેનો વિરહ પણ કહેલો છે. એક પ્રકૃતિ બંધક ઉપશાંતમોહાર્દિવાળા છે. તેમાં ઉપશાંત કે ક્ષીણ મોહ કદાચ હોય કે ન હોય, સયોગી કેવલી હંમેશાં હોય છે. - ૪ - તેથી સાત પ્રકૃતિબંધક, એક પ્રકૃતિ બંધક ઘણાં હોય છે. એમ આઠ પ્રકૃતિ બંધ કરનાર આદિના અભાવમાં પહેલો ભંગ થાય છે. અથવા સાત પ્રકૃતિ બંધક અને એક પ્રકૃતિ બંધક ઘણાં હોય અને એક આઠ પ્રકૃતિનો બંધક હોય તે બીજો ભંગ. આઠ પ્રકૃતિ બંધક ઘણાં હોય તે ત્રીજો ભંગ. છ પ્રકૃતિ બંધક કદાચ હોય - કદાચ ન હોય કેમકે ઉત્કૃષ્ટ છ માસનો વિરહ હોય - ૪ - તેથી આઠ પ્રકૃતિ બંધકના અભાવે ષડ્વિધ બંધકના પણ બે ભંગો થાય. અબંધક તે અયોગી કેવલી, તે પણ હોય કે ન હોય, કેમકે તેમને ઉત્કૃષ્ટ છ માસનો વિરહ હોય. તેથી આઠ પ્રકૃતિ બંધકના અભાવે અબંધક પદ વડે બે ભંગો થાય.
SR No.009013
Book TitleAgam Satik Part 22 Pragnapana Sutra Gujarati Anuwad 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy