SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧/-/-/૫૧૮ વિશેષ એ - ઉત્કૃષ્ટથી બે હાય પ્રમાણ શરીર હોય. તે ત્યાં ૩૧-સાગરોપમવાળાને આશ્રીને છે. બાકીના સાગરોપમ સ્થિતિકને આ પ્રમાણે ભવધારણીય શરીર જાણવું – પહેલા ત્રૈવેયકે-૨૨-સાગરોપમે ત્રણ હાય, ત્યાં જ ૨૩-સાગરોપમ સ્થિતિવાળાને ૨-૮/૧૧ હાથ શરીર, બીજું ચૈવેયક-૨૩-સાગરોપમે તેટલું જ, ૨૪-સાગરોપમે - ૨-૭/૧૧ હાથ શરીર, ત્રીજા ત્રૈવેયકે ૨૪-સાગરોપમે તેટલું જ, ૨૫-સાગરોપમવાળાને ૨-૬/૧૧ હાય શરીર, ચોથા ત્રૈવેયકે ૨૫-સાગરોપમવાળાને તેટલું જ, ૨૬-સાગરોપમવાળાને ૨-૫/૧૧ હાથ શરીર છે. પાંચમાં પ્રૈવેયકે ૨૬-સાગરોપમવાળાને તેટલું જ, ૨૭-સાગરોપમવાળાને ૨-૧૧ હાથ ભવધારણીય શરીર હોય. છટ્ઠા પ્રૈવેયકે ૨૭-સાગરોપમવાળાને એટલું જ, ૨૮-સાગરોપમવાળાને ૨-૩/૧૧ હાથ શરીર, સાતમાં ચૈવેયકે ૨૮-સાગરોપમે તેટલું જ, ૨૯-સાગરોપમવાળાને ૨-૨/૧૧ હાય શરીર. આઠમાં ત્રૈવેયકે ૨૯સાગરોપમવાળાને તેટલું જ, ૩૦-સાગરોપમવાળાને ૨-૧/૧૧ હાય શરીર. નવમાં ત્રૈવેયકે ૩૦ સાગરોપમવાળાને તેટલું જ છે, ૩૧-સાગરોપમવાળાને પરિપૂર્ણ બે હાથ શરીર હોય. ૩૧ એ પ્રમાણે અનુત્તર દેવોનું સૂત્ર કહેવું. ભવધારણીય શરીર ઉત્કૃષ્ટ એક હાથ પ્રમાણ કહેવું. એ ૩૩-સાગરોપમ સ્થિતિક દેવને આશ્રીને જાણવું. વિજયાદિ ચાર વિમાને જેમની સ્થિતિ ૩૧-સાગરોપમ છે, તેમને સંપૂર્ણ બે હાથ પ્રમાણ શરીર છે. જેમની મધ્યમ ૩૨-સાગરોપમ સ્થિતિ છે, તેમને ૧-૧/૧૧ હાય શરીર છે. સર્વાર્થસિદ્ધ મહાવિમાનમાં 33-સાગરોપમે એક હાથ શરીર છે. વૈક્રિય શરીરાવગાહના કહી, હવે આહારક શરીરૂ • સૂત્ર-૫૧૯ - ભગવન્ ! આહારક શરીર કેટલા ભેદે છે ? ગૌતમ ! એકાકાર છે. જો એકાકાર છે, તો શું મનુષ્ય આહારક છે કે મનુષ્ય આહારક છે કે મનુષ્ય આહારક ? મનુષ્યાહાક શરીર છે, અમનુષ્યાહારક નથી. જો મનુષ્ય આહ છે, તો શું સંમૂર્ત્તિમ મનુ આહા છે કે ગર્ભજ મનુ આહર, સંમૂર્ત્તિમ નથી, ગર્ભજ મનુ આહ છે. જો ગર્ભજ મનુ આહ શરીર છે, તો શું કર્મભૂમિ, અકર્મભૂમિ કે તદ્વિપ ગર્ભજ મનુ આહ શરીર છે ? કર્મભૂમિ હોય, બાકીના બંનેને ન હોય. જો કર્મભૂમિજ ગર્ભજ મનુ આહા શરીર હોય તો શું સંખ્યાત વર્ષાયુને હોય કે અસંખ્યાતવને ? સંખ્યાત વર્ષાયુ કર્મભૂમિ-ભજ મનુ આહ શરીર હોય, અસંખ્યાન હોય જો સંખ્યાત વર્ષ ક ગર્ભજ મનુ આહા શરીર હોય તો પતિને હોય કે અપર્યાપ્તને હોય ? પર્યાપ્તને હોય, પતિને નહીં. જો પાપ્તિ સંખ્યાતા વર્ષ ક ગ આ શ છે, તો શું સભ્યદૃષ્ટિને હોય કે મિથ્યાર્દષ્ટિને કે મિશ્રદૃષ્ટિ ને હોય ? સમ્યગ્દષ્ટિ પર્યાપ્તા પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ સંખ્યાત વણુ કર્મભૂમિ ગર્ભજ આહારક શરીર હોય, મિથ્યાર્દષ્ટિ કે મિશ્રર્દષ્ટિને ન હોય. ૩૨ જો સભ્ય, પર્યાપ્ત સંખ્યાત ક ગર્ભજ મનુ આહા શરીર હોય તો શું સંયતને હોય કે અસંયત કે સંતસંયતને ? સંયત સભ્યદૃષ્ટિ પર્યાપ્તા સંખ્યાતાયુષ્ક ગર્ભજ કર્મભૂમિજ મનુષ્ય આહારક શરીર હોય, અસંય કે સંયતાસંયત ન હોય.ય જો સંયત સભ્ય પર્યાપ્ત સંખ્યાયુ ક ગર્ભજ મનુ આહા શરીર છે, તો શું પ્રમત્ત સંયત હોય કે અપ્રમત્ત સંય? પ્રમત્ત સંયત સમ્યગ્દષ્ટિ પર્યાપ્તા સંખ્યાતાયુ ક ગ મનુ આહા શરીર હોય, પણ અપ્રમત્ત ન હોય. જો પ્રમત્ત સંયને હોય તો શું ઋદ્ધિ પ્રાપ્તને હોય કે ઋદ્ધિ અપાપ્તને? ઋદ્ધિપ્રાપ્ત પ્રમત્ત સંયત સમ્યગ્દૃષ્ટિ પર્યાપ્ત સંખ્યાતાયુ ક ગર્ભજ મનુ આહા શરીર હોય, પણ ઋદ્ધિ પ્રાપ્તને નાં હોય. ભગવન્ ! આહારક શરીર સંસ્થાન કેવું છે? સમચતુરસ. આહાક શરીરની અવગાહના કેટલી છે ? જઘન્ય કંઈક ન્યૂન એક હાથ, ઉત્કૃષ્ટ સંપૂર્ણ એક હાય. • વિવેચન-૫૧૯ : સૂત્ર સુગમ છે. સર્વ સાવધયોગોથી સમ્યક્ વિરામ પામે તે સંયત-સર્વવિરતિ ચારિત્રી. અસંયત-અવિરતિ સમ્યક્ દૃષ્ટિ, સંયતાસંયત-દેશવિરતિધર. પ્રમત-મોહનીયાદિ કર્મોદય પ્રભાવથી સંજ્વલન કષાય, નિદ્રાદિમાંના કોઈપણ પ્રમાદના યોગથી સંયમયોગમાં સીદાતા તે. તેઓ પ્રાયઃ ગચ્છવાસી હોય, તેમને ક્વચિત્ અનુપયોગ સંભવે છે. તેથી વિપરીત તે અપ્રમત. તે પ્રાયઃ જિનકલ્પિક, પરિહારવિશુદ્ધિક, યથાલંદકલ્પિક પ્રતિમા પ્રતિપન્ન હોય. નિરંતર ઉપયોગવાનૢ સંભવે છે. જિનકલ્પિકાદિ લબ્ધિનો ઉપયોગ ન કરે. કેમકે તેવો તેમનો કલ્પ છે. જે ગચ્છવાસી આહારક શરીર કરે તેઓ પણ ત્યારે પ્રમાદયુક્ત હોય છે, આહાસ્ક શરીર તજતાં પણ પ્રમાદવાળા હોય છે. કેમકે આત્મપદેશોનું ઔદાસ્કિને વિશે સંહરણ કરવા વડે વ્યાકુળપણું હોય. અંતર્મુહૂર્ત આહારક શરીર રહે. - ૪ - ૪ - અપ્રમત્તનો નિષેધ કર્યો છે. ઋદ્ધિપ્રાપ્ત - આમોંષધિ આદિ આત્મિક શક્તિને પ્રાપ્ત. તે સિવાય ઋદ્ધિ અપ્રાપ્ત. પ્રથમથી વિશિષ્ટ ઉત્તરોત્તર અપૂર્વ અપૂર્વ અર્થનો પ્રતિપાદક, શ્રુતપ્રવેશક, શ્રુત સામર્થ્યથી તીવ્ર અને તીવ્રતર શુભ ભાવનાએ ચઢતો અપ્રમત્ત થઈ ઋદ્ધિ પ્રાપ્ત કરે. કહ્યું છે – અપ્રમત્ત, શ્રુતસાગરમાં પ્રવેશી અવધિ આદિ જ્ઞાન કે કોષ્ઠાદિ બુદ્ધિ પામે છે. તેને ચારણ, વૈક્રિયાદિ લબ્ધિ, માનસિક બળ આદિ ગુણો પ્રગટે છે. મન સંબંધી પર્યાયો જેને છે તે માનસ પર્યાય કે મનઃપર્યાય. કોષ્ઠબુદ્ધિ - કોઠાના ધાન્ય માફક જે બુદ્ધિ આચાર્યના મુખથી નીકળેલ સૂત્રાર્થને તે જ રૂપે ધારણ કરે અને કાલાંતરે વિસ્મૃત ન થાય તે. પદાનુસારી - એક સૂત્ર પદને જાણી બાકીનું ન સાંભળવા છતાં યથાર્થપણે જાણે. બીજ બુદ્ધિ-એક પણ અર્થપદને અનુસરી
SR No.009013
Book TitleAgam Satik Part 22 Pragnapana Sutra Gujarati Anuwad 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy