SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ 36/-I-I614 209 210 પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ ગંધ પુદ્ગલો ચોતરફ અતિ પ્રસરવાના સ્વભાવવાળાં હોય છે. ફરી પ્રશ્ન કરે છે - જેમ તે સંપૂર્ણ જંબૂલીપમાં વ્યાપ્ત ગંધ પુદ્ગલો સૂક્ષ્મ હોવાથી છાસ્થોને ચક્ષુ આદિ ઈન્દ્રિય ગોચર થતાં નથી, તેમ સવલોક વ્યાપી નિર્જરા પગલો પણ ઈન્દ્રિયગમ્ય નથી. એટલાં સૂક્ષ્મ નિર્જરા પુદ્ગલો છે. હવે જે કારણથી કેવલિ સમુઠ્ઠાતનો આરંભ કરે છે, તે સંબંધે પ્રશ્ન કરવાની ઈચ્છાવાળા સૂત્રકાર કહે છે - * સૂત્ર-૬૧૫ થી 619 : [15] ભગવન! કેવલજ્ઞાની કયા હેતુથી કેવલીયમુઠ્ઠાતને પ્રાપ્ત થાય છે ? ગૌતમકેવળજ્ઞાનીને ચાર કમશો અક્ષીણ, અવેદિત અને અનિર્જિણ હોય છે. તે આ - વેદનીય, આયુ, નામ અને ગોઝ. તેમાં તે કેવલીને સૌથી વધુ પ્રદેશવાળું વેદનીય કર્મ હોય છે અને સૌથી થોડાં પ્રદેશવાળું આયુકર્મ હોય છે. ત્યારે તેને બંધન વડે અને સ્થિતિ વડે વિષમ હોય તો સમ કરે છે. આ બંધન અને સ્થિતિ વડે વિષમને સમાન કરવા માટે કેવલી સમુઘાત કરે છે. એ પ્રમાણે નિશ્વે કેવલી સમુદ્ધાતને પામે છે. ભાવના બધાં કેટલી સમુઘાત કરે છે, બધાં કેવલી સમુદઘાતને પ્રાપ્ત થાય છે? ગૌતમ! એ અર્થ સમર્થ નથી. [616] જેને આયુના તુલ્ય પ્રદેશ અને સ્થિતિ વડે ભવના હેતુભૂત કર્મ છે, તે સમુદ્યાત કરતો નથી. [61] સમુઘાતને પ્રાપ્ત થયા વિના આર્ના કેવલિ જિનો જરા-મરણથી મુક્ત થઈ શ્રેષ્ઠ ગતિરૂપ સિદ્ધિને પ્રાપ્ત થયેલા હોય છે. 6i18] ભગવન ! કેટલાં સમયનું આયોજીકરણ છે ? ગૌતમ! અસંખ્યાતા સમયના અંતમુહૂર્ત પ્રમાણ આયોજીકરણ કહેવું છે. [19] ભગવાન ! કેટલાં સમયનો કેવલી સમુદ્યાત છે ? ગૌતમ આઠ સમય પ્રમાણ. તે આ રીતે - પહેલાં સમયે દંડ કરે છે, બીજ સમયે કપાટ કરે છે, બીજ સમયે મંથાન કરે છે, ચોથા સમયે લોકને પૂરે છે, પાંચમા સમયે લોકને સંહરે છે, છઠા સમયે મંયાન સંહરે છે, સાતમા સમયે કપાટ સંહરે છે, આઠમા સમયે દંડ સંહરે છે. દંડને સંહરીને શરીરસ્થ થાય છે. ભગવન ! તે પ્રકારે સમુઠ્ઠાત પ્રાપ્ત થયેલો શું મનોયોગનો વ્યાપાર કરે છે ? વચનયોગનો વ્યાપાર કરે છે ? કાયયોગનો વ્યાપાર કરે છે ? ગૌતમ ! તે મનોયોગ કે વચનયોગનો નહીં પણ કાયયોગનો વ્યાપાર કરે છે. ભગવાન ! કાયયોગનો વ્યાપાર કરતો તે શું ઔદારિક કાયયોગનો વ્યાપાર કરે છે કે ઔદારિક મિશ્ર શરીર કાયયોગનો ? શૈક્રિયશરીર કાયયોગ કે વૈક્રિયમિશ્ર શરીર કાયયોગનો ? આહાક શરીફાય યોગ કે આહાફ મિગ્ર શરીર કાયયોગનો ? કામણ શરીર કાયયોગનો વ્યાપાર કરે છે ? ગૌતમ! તે ઔદારિક શરીર [2214]. hayan-40\Book-40B (PROOF-1) (105) કાયયોગ, ઔદારિક મિશ્રશરીર કાયયોગ અને કામણ શરીર કાયયોગનો વ્યાપાર કરે છે. પણ વૈક્રિય, વૈક્રિયમિશ્ર, આહાક, આહાક મિશ્ર શરીર કાયયોગનો વ્યાપાર કરતો નથી. પહેલાં અને આઠમાં સમયમાં ઔદારિક શરીર કાયયોગનો અને બીજ, છઠા, સાતમા સમયમાં ઔદાકિ મિશ્ર શરીર કાયયોગનો વ્યાપાર ક્રે છે. બીજ, ચોઇ, પાંચમાં સમયમાં કામણ શરીર કાયયોગનો વ્યાપાર કરે છે. * વિવેચન-૬૧૫ થી 619 : કયા કારણથી કેવલી - કેવલજ્ઞાન સહિત સમુઠ્ઠાત પ્રાપ્ત થાય છે ? સમુદ્ધાત આરંભે છે ? કેમકે તે કૃતકૃત્ય છે. ભગવંત કહે છે - ગૌતમ! કેવળીને ચાર કર્મો ક્ષય ન પામેલા, ન વદેલા છે તેથી. અર્થાત્ જેથી વેદેલા નથી, તેથી ક્ષય પામેલા નથી. કર્મનો ક્ષય પ્રદેશની કે વિપાકથી કર્મને વેદવાથી થાય છે. સર્વ કર્મો પ્રદેશરૂપે ભોગવાય છે, પણ તે ચારે કમ વેધા નથી માટે ક્ષય પામેલા નથી. એની જ પર્યાયિથી વ્યાખ્યા કરે છે - આત્મપદેશોથી સર્વથા નાશ ન પામેલા એવા રહેલાં છે. તેને નામોચ્ચારપૂર્વક જણાવે છે - તે સુગમ છે. તેમાં જ્યારે તે કેવળજ્ઞાનીને સૌથી વધુ પ્રદેશવાળું વેદનીય કર્મ હોય અને ઉપલક્ષણથી નામ અને ગોગકર્મ પણ હોય છે અને સૌથી થોડાં પ્રદેશવાળું આયુકર્મ હોય ત્યારે તે બંધન અને સ્થિતિ વડે, બંધન-ભવરૂપી કારાવાસથી નીકળતો પ્રાણી જે વડે પ્રતિબંધ પામે તે બંધનો અથવા યોગ નિમિતે આત્મપ્રદેશોની સાથે જે તાદાભ્ય સ્વરૂપે બંધાય - સંશ્લેષને પામે તે બંધનો. સ્થિતિ - કર્મના અનુભાવનો કાળ, તે પ્રમાણે ભાણકારે કહ્યું છે કે - સમુઠ્ઠાતને પ્રાપ્ત થયેલો બંધનો અને સ્થિતિ વડે વિષમને સમાન કરે છે. બંઘના એટલે કદ્રવ્યો અને તેઓનો કાળ તે સ્થિતિ જાણવી. તેથી તે બંધનો અને સ્થિતિ વડે વિષમ એવા વેદનીયાદિ કર્મને સમુદ્ઘાત કરવા વડે આયુષ્યકર્મની સમાન કરે છે. એ પ્રમાણે ખરેખર કેવલી બંધનો વડે અને સ્થિતિ વડે વિષમતાને પ્રાપ્ત થયેલા વેદનીયાદિ કમને સમાન કરવા માટે સમુદ્યત કરે છે. સમુદ્ઘાત કરવાનો પ્રયત્ન કરે છે અને એ પ્રમાણે તે સમુઠ્ઠાતને પ્રાપ્ત થાય છે. કહ્યું છે કે - આયુષ્ય પૂરાં થતાંબાકીના બીજા કર્મોની જો સમાપ્તિ ન થાય તો તે સ્થિતિના વિષમપણાથી સમુદ્ધાતને પ્રાપ્ત થાય છે. સ્થિતિ અને બંધન વડે તે કર્મોને સમાન કરવા માટે તેનું આયુષ્ય જ્યારે અંતર્મુહૂર્ણ બાકી હોય ત્યારે તે સમુદ્ધાત કરવાને ઈચ્છે છે. પ્રશ્ન વધુ સ્થિતિવાળા વેદનિયાદિ કર્મને આયુની સમાન કરવા માટે સમુઠ્ઠાત કરે છે - એમ કહ્યું તે યુક્ત નથી. કેમકે કૃતનાશાદિ દોષનો પ્રસંગ પ્રાપ્ત થાય છે. તે આ પ્રમાણે - લાંબા કાળ સુધી ભોગવવા યોગ્ય વેદનીયાદિ કર્મનો થોડાં કાળમાં નાશ થવાનો સંભવ હોવાથી કૃતનાશ દોષ પ્રાપ્ત થાય અને વેદનીયાદિ કર્મ E:\Maharaj
SR No.009013
Book TitleAgam Satik Part 22 Pragnapana Sutra Gujarati Anuwad 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy