SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ 36/-/-12 203 (102) ક્ષેત્ર સ્પર્શેલું હોય. વિગ્રહગતિને આશ્રીને વિશેષ કહે છે - એક, બે કે ત્રણ સમયની વિગ્રહગતિ વડે વ્યાપ્ત થયેલ અને સ્પર્શેલ કહેવું પરંતુ એ પ્રમાણે સામાન્ય જીવપદમાં પણ કહ્યું છે, તો અહીં વિશેષ શું છે ? અહીં સામાન્ય જીવપદ માફક ચાર સમયની વિગત ગતિ વડે ન કહેવું. કેમકે નૈરયિકોને ઉત્કૃષ્ટ પણ ત્રણ સમયની વિગ્રહગતિ હોય છે. તે આ પ્રમાણે - કોઈ નૈરયિક વાયવ્ય દિશામાં રહેતો અને ભરતક્ષેત્રમાં પૂર્વ દિશાએ તિર્યય પંચેન્દ્રિયપણે કે મનુષ્યપણે ઉત્પન્ન થવાનો હોય, તે પહેલાં ઉપર આવે, બીજા સમયે વાયવ્યથી પશ્ચિમ દિશામાં આવે, ત્રીજા સમયે ત્યાંથી પૂર્વ દિશામાં આવે છે. એ પ્રમાણે અસુકુમારાદિમાં પણ યથાસંભવ ત્રણ સમયના વિગ્રહની ભાવના કરવી. બાકી પૂર્વવત્ - 4 - ભગવન્તે પુદ્ગલો કેટલા કાળે બહાર કાઢે ? જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પણ અંતમુહૂર્ત. ઈત્યાદિ - X - અસુકુમાર વિશે સમાનપણું કહે છે - જીવપદમાં કહ્યું, તેમ અસુકુમારને કહેવું. શું કહેવું ? જીવપદને વિશે લંબાઈમાં જઘન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતા યોજન પ્રમાણ કહેલ છે, તેમ અહીં કહેવું. [પ્રશ્નો જઘન્યથી અંગુલના અસંખ્યાત ભાગ પ્રમાણ ફોન શી રીતે હોય ? અસુકુમારથી માંડી ઈશાન સુધીના દેવો પૃથ્વી, પાણી, વનસ્પતિમાં પણ ઉત્પન્ન થાય છે તેથી જ્યારે કોઈ અસુરકુમાર સંક્લિષ્ટ પરિણામવાળો પોતાના કુંડલાદિ આભરણમાં એક ભાગમાં પૃથ્વીકાયિકપણે ઉત્પન્ન થવાનો હોય અને મરણસમુઠ્ઠાત કરે ત્યારે જઘન્યથી લંબાઈમાં અંગુલના અસંખ્યાતમાં ભાગ લોટને પ્રાપ્ત થાય. માટે જીવાદ મુજબ જાણવું તેમ કહ્યું. તેથી અહીં પણ વિગ્રહગતિ ચાર સમયની થાય છે. તેથી કહે છે - પરંતુ વિગ્રહગતિ ત્રણ સમયની નૈરયિકવતુ કહેવી. બાકીનું સૂત્ર જીવપદમાં કહ્યું છે, તેમજ કહેવું. નાગકુમારદિ વિશે અતિદેશ બતાવે છે - અસુકુમાર વિશે કહ્યું, તેમ નાગકુમારાદિને વિશે ચાવતુ વૈમાનિક વિશે સૂત્ર છે, ત્યાં સુધી કહેવું. પણ પૃથ્વી. આદિપ એકેન્દ્રિયને વિશે સામાન્ય જીવપદમાં કહ્યા મુજબ કહેવું. - x * એ પ્રમાણે મારણાંતિક સમુઠ્ઠાત કહ્યો. હવે વૈક્રિય સમુ કહે છે - * સૂત્ર-૬૧૩ : વૈક્તિ સમુદ્યાત વડે સમુદ્યાતવાળો જીવ વૈક્રિય સમુઘાત કરીને જે પુગલો બહાર કાઢી તે પુદગલો વડે હે ભગવા કેટલું x વ્યાપ્ત છે? કેટલું હોમ સ્પષ્ટ છે? ગૌતમાં વિસ્તાર અને જાડાઈમાં શરીર પ્રમાણ અને લંબાઈમાં જઘન્ય ગુલનો અસંખ્યાત ભાગ અને ઉત્કૃષ્ટ સંખ્યાતા યોજન પ્રમાણ એક દિશામાં કે વિદિશામાં એટલું સ્ત્ર વ્યાપ્ત હોય અથવા એટલું x સ્પર્શેલું હોય. ભગવન તે ક્ષેત્ર કેટલા કાળે વ્યાપ્ત હોય ? કેટલાં કાળે અed હોય? ગૌતમ! એક, બે કે ત્રણ સમયની વિગ્રહ ગતિ વડે, એટલા કાળે (PROOF-1) nayan-40\Book-40B 204 પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકાનુવાદ/૩ વ્યાપ્ત હોય, એટલા કાળે ઋષ્ટ હોય. બાકી બધું “ચાવતુ પાંચ ક્રિચાવાળા પણ હોય” ત્યાં સુધી તેમજ જાણવું. પ્રમાણે નૈરયિક સંબંધે કહેવું. પરંતુ લંબાઈમાં જઘન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા યોજનો એક દિશામાં હોય છે, એટલું ત્ર કેટલાં કાળે વ્યાપ્ત થાય - ઈત્યાદિ જીવપદમાં કહ્યું છે, તેમજ કહેવું. એ પ્રમાણે ગૈરફિકને કહ્યું તેમ અસુકુમારને કહેવું. પરંતુ એક દિશામાં કે વિદિશામાં જાણવું. એ રીતે યાવતુ અનિતકુમારને કહેવું. વાયુકાચિકને જેમ જીવપદમાં કહ્યું છે, તેમ કહેવું. પરંતુ ક્ષેત્ર એક દિશામાં કહેવું. પંચેન્દ્રિય તિચિને નૈરયિકની જેમ કહેતું. મનુષ્ય, વ્યંતર, જ્યોતિષ અને વૈમાનિકોને બધું અસુરકુમારની માફક જણાવું. ભગવાન ! તૈજસ સમુધાત વડે સમવહત જીવ અને તૈજસ સમુદ્યાત કરીને જે યુગલોને બહાર કાઢી તે પુગલો વડે હે ભગવન ! કેટલું ક્ષેત્ર વ્યાપ્ત હોય, કેટલું ફોઝ પૃષ્ટ હોય ? ઈત્યાદિ જેમ વૈક્રિય સમુદઘાત કહો, તેમજ કહેવું. પરંતુ લંબાઈમાં જઘન્યથી અંગુલનો અસંખ્યાતમા ભાગ પ્રમાણ જાણવું. બાકી બધું પૂર્વવતું. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું. પરંતુ પંચેન્દ્રિય તિચિને એક દિશામાં એટલું ક્ષેત્ર વ્યાપ્ત હોય અને એટલું #મ સ્પર્શેલું હોય. ભગવત આહારક સમુઠ્ઠાતવાળો જીવ સમવહત થઈને જે યુગલો બહાર કાઢે, તે પુગલો વડે કેટલું ક્ષેત્ર વ્યાપ્ત હોય ? કેટલું ફોમ પૃષ્ટ હોય ? ગૌતમ ! વિસ્તાર અને જાડાઈમાં શરીર પ્રમાણ માત્ર, લંબાઈમાં જઘન્યથી અંગુલનો અસંખ્યાતભાગ જેટલું અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા યોજન એક દિશામાં, એટલું હોમ એક સમય, બે સમય કે ત્રણ સમયની વિગ્રહગતિ વડે એટલા કાળે વ્યાપ્ત હોય, એટલા કાળે સ્પર્શેલું હોય. ભગવાન ! તે યુગલો કેટલા કાળે બહાર કાઢે ? ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી પણ અંતર્મુહૂર્તમાં કાઢે. ભગવાન ! બહાર કાઢેલા તે યુગલો ત્યાં રહેલા જે પ્રાણો, ભૂતો, આવો, સવોને હણે છે. યાવત તેના જીવિતનો નાશ કરે છે. તેને આશ્રીને જીવ કેટલી કિયાવાળો હોય ? ગૌતમ! કદાચ ત્રણ કે ચાર કે પાંચ ક્રિયાવાળો હોય. ભગવન! તે જીવો તે સમુદ્ધાતવાળા જીવને આક્ષીને કેટલી ક્રિયાવાળા હોય ? ગૌતમ! એમજ જાણતું. ભગવન તે જીવ અને તે જીવોના પરંપરાએ આઘાત વડે કેટલી ક્રિયાવાળા હોય ? ગૌતમ! ત્રણ, ચાર કે પાંચ ક્રિયાવાળા પણ હોય, એ પ્રમાણે મનુષ્ય સંબંધે પણ જાણતું. * વિવેચન-૬૧૩ :ભગવત્ ! વૈક્રિય સમુઠ્ઠાતથી જીવ સમવહત થઈને જે પુદ્ગલો બહાર કાઢે Sahei E:\Maharaj
SR No.009013
Book TitleAgam Satik Part 22 Pragnapana Sutra Gujarati Anuwad 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy