SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ 3/દ્વીપ॰/૨૮૮ ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ છ માસ. • વિવેચન-૨૮૮ : ૯૩ માનુષોત્તર પર્વતની અંદર જે ચંદ્ર-સૂર્ય-ગ્રહ-નક્ષત્ર-તારાગણ છે, ભદંત ! તે દેવો શું ઉર્વોત્પન્ન-સૌધર્મ આદિ બાર કલ્પથી ઉર્ધ્વ ઉત્પન્ન છે ? કલ્પ-સૌધર્માદિમાં ઉત્પન્ન, કલ્પોત્પન્ન છે ? વિમાન-સામાન્યરૂપે ઉત્પન્ન છે ? ચા - મંડલગતિથી પરિભ્રમણ, તેને આશ્રિત તે ચારોત્પન્ન ચારની ચોક્તરૂપ સ્થિતિ - અભાવવાળા અર્થાત્ત અપગત ચારા. ગતિમાં તિ - આસક્તિવાળા, ગતિ સમાપન્ન - ગતિયુક્ત. ભગવંતે કહ્યું – હે ગૌતમ ! તે દેવો ઉર્વોત્પન્ન નથી, ચારોત્પન્ન અને ચાર સહિત છે, ચાર સ્થિતિક નથી તથા સ્વભાવથી પણ ગતિરતિક અને સાક્ષાત્ ગતિયુક્ત છે. તે નાલિકાપુષ્પ સંસ્થાનથી સંસ્થિત છે. અનેક હજાર યોજન પ્રમાણ તાપક્ષેત્રથી, અનેક હજાર સંખ્યાની બાહ્ય પર્મદાથી તે વિકર્વિત વિવિધ રૂપધારી પર્ષદા વડે યુક્ત છે. વિઃ - પ્રધાન, મોળ - શબ્દ આદિ, ભોગભોગ, તેને ભોગવતા તથા સ્વભાવથી ગતિરતિકતાથી બાહ્ય પર્ષ અંતર્ગત્ દેવવેગથી જતાં વિમાનોમાં ઉત્કર્ષવશથી જે મુકાતા સિંહનાદાદિ અને કરાતા બોલ. સ્રોન - મુખે હાથ દઈ મોટા શબ્દોથી પૂત્કારવું. વાતવાન - વ્યાકુળ શબ્દ સમૂહ તેના સ્વથી, મોટા સમુદ્ર સ્વભૂતની જેમ કરતા મેરુને મેરુ કેવો ? અચ્છ - અતીવ નિર્મળ જાંબૂનદમય અને રત્નના બહુલત્વી, પર્વતેન્દ્રને પ્રદક્ષિણાવર્ત મંડલથી જે રીતે ફરાય તે તથા મેરુને અનુલક્ષીને ભમે છે. ફરી પૂછે છે – ભગવન્ ! તેઓના - જ્યોતિષ્ક દેવોના ઈન્દ્ર જ્યારે આવે છે, ત્યારે તે દેવો ઈન્દ્ર વિરહ કાળે શું કરે છે. ભગવંતે કહ્યું – હે ગૌતમ ! ચાર કે પાંચ સામાનિક દેવો એકઠા થઈને તે ઈન્દ્રસ્થાનને અંગીકાર કરીને વિચરે છે ઈન્દ્રસ્થાનની પરિપાલના કરે છે. શુલ્ક સ્થાનાદિ પાંચ કુળની માફક રહેલા, તેઓ કેટલો કાળ સુધી ઈન્દ્રસ્થાનનું પાલન કરે છે ? ત્યાં કહે છે – જ્યાં સુધી ત્યાં બીજો ઈન્દ્ર ઉત્પન્ન ન થાય. - a ભદંત ! ઈન્દ્રસ્થાન કેટલો કાળ ઉપપાત રહિત કહેલું છે ? ભગવંતે કહ્યું – હે ગૌતમ ! જઘન્ય એક સમય ચાવત્ ઉત્કૃષ્ટ છ માસ. ભદંત ! માનુષોત્તર પર્વતની બહાર જે ચંદ્ર-સૂર્ય-ગ્રહ-નક્ષત્ર-તારાગણ છે, હે ભદંત ! તે દેવો શું ઉર્ધ્વ ઉત્પન્ન છે ? ઈત્યાદિ પૂર્વવત્. ભગવંતે કહ્યું – ગૌતમ ! તેઓ ઉર્ધ્વ ઉત્પન્ન નથી, કલ્પોત્પન્ન પણ નથી, પણ વિમાનોત્પન્ન છે. તે ચારોત્પન્નગતિશીલ નથી. પણ ચાર સ્થિતિક છે. તેથી જ ગતિરતિક નથી, ગતિ પ્રાપ્ત પણ નથી. પાકેલી ઇંટના સંસ્થાનથી સંસ્થિત છે. લાખો યોજન સુધી તેમનું તાપક્ષેત્ર છે. જેમ ઇંટ લંબાઈમાં દીર્ઘ હોય અને વિસ્તારમાં થોડી હોય, ચોખૂણી હોય, તેમ મનુષ્યક્ષેત્રની બહાર રહેલ ચંદ્ર-સૂર્યોનું આતપ ક્ષેત્ર લંબાઈમાં અનેક લાખ યોજન પ્રમાણ છે અને વિસ્તારમાં એક લાખ યોજન અને ચોખ્ખણીયો છે. આવા સ્વરૂપના જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ આત૫ક્ષેત્ર વડે અનેક હજાર સંખ્યક બાહ્ય પર્ષદા વડે જેમ સમુદ્રના ઉછળતા મોજાના અવાજ કરતા હોય તેમ અવાજ કરતા દેવો. દેવો કેવા છે ? શુભલેશ્યા, આ ચંદ્રમાંનું વિશેષણ છે. તેના વડે અતિશીતતેજવાળા નહીં. પણ સુખોત્પાદ હેતુ પરમ લેશ્યાવાળા જાણવા, મંત્નેશ્યા - આ સૂર્ય પરત્વેનું વિશેષણ છે. તે જ કહે છે – મંદાતપલેશ્યા – મંદ, અતિ ઉષ્ણ સ્વભાવવાળી નહીં એવા આતપરૂપ લેશ્યા-કિરણોનો સમૂહ જેમનો છે, તે તથા તે ચંદ્ર-સૂર્યો કેવા છે ? ୧୪ ખ્રિસ્તૃતજ્ઞેશ્યા - જેમની ચિત્ર લેશ્મા છે તેવા. આવા પ્રકારના ચંદ્ર-સૂર્યો પરસ્પર અવગાઢ લેશ્યા વડે છે. તેથી જ કહે છે કે – ચંદ્રોની અને સૂર્યોની લેશ્મા લાખ યોજન પ્રમાણ વિસ્તારવાળી છે. સૂચીપંક્તિથી રહેલ ચંદ્ર-સૂર્યનું પરસ્પર અંતર ૫૦,૦૦૦ યોજન છે. તેથી ચંદ્ર-સૂર્યની પ્રભા પરસ્પરાવગાઢ છે. છૂટ - પર્વત ઉપર રહેલ શિખરો. સ્થાસ્થિત - સદા એક સ્થાને રહેલ. તે પ્રદેશોને ઉધોતીત આદિ કરે છે. મુનિ દીપરત્નસાગરે સટીક અનુવાદ કરેલ પ્રતિપત્તિ-૩-મનુષ્યક્ષેત્ર અધિકાર પૂર્ણ
SR No.009010
Book TitleAgam Satik Part 19 Jivabhigam Sutra Gujarati Anuwad 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy