SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ૩/દ્વીપ૰/૧૯૮ થી ૨૦૦ અપરાજિતદ્વાર – લવણ સમુદ્રનું અપરાજિતદ્વાર ક્યાં છે? ગૌતમ ! લવણસમુદ્રના ઉત્તર પર્યન્તે, ઉત્તરાદ્ધ ધાતકીખંડદ્વીપની દક્ષિણે છે. વિજય દ્વારવત્ સંપૂર્ણ વક્તવ્યતા કહેવી. માત્ર રાજધાની અપરાજિત દ્વારની ઉત્તરે કહેવી. ૫૩ હવે દ્વારથી દ્વારનું અંતર - લવણ સમુદ્રના એક દ્વારથી બીજા દ્વારનું અંતર કેટલું છે ? ગૌતમ ! ૩,૯૫,૨૮૦ યોજન અને એક કોશ છે. તેથી કહે છે – એકૈક દ્વારનું પૃયુત્વ ચાર યોજન, એકૈક દ્વારમાં એકૈક દ્વારશાખા, એક કોશ જાડાઈથી. દ્વારે બબ્બે શાખા, એક દ્વારમાં ૪ યોજન થાય. ચાર દ્વારના મળીને ૧૮-યોજન થાય. તે લવણસમુદ્ર પરિરય પરિમાણથી - ૧૫,૮૧,૧૩૯ યોજન થાય. આ પરિમાણથી ભાગ કરાય, જે શેષ વધે તેને ચાર ભાગથી અપહત્ કરાતા જે આવે તે દ્વારોનું પરસ્પર અંતર પરિમાણ. તે યથોક્ત જ થાય. લવણસમુદ્રના પ્રદેશો આદિ ચાર સૂત્ર પૂર્વવત્. હવે લવણ સમુદ્રનો નામ-અન્વર્થ – લવણ સમુદ્રને લવણ સમુદ્ર કેમ કહે છે ? ગૌતમ ! લવણ સમુદ્રનું જળ આવિન પ્રવૃત્તિથી અસ્વચ્છ છે. રત્ન - રજોવત્, જળ વૃદ્ધિ-હાનિથી ઘણાં કાદવવાળું. વળ સાન્નિપાતિક રસયુક્તત્વથી. ગોબર નામક રસ વિશેષથી યુક્ત, TM - તીક્ષ્ણ, લવણસ વિશેષત્વથી. વર્તુળ - કટુરસ યુક્ત. આવા કારણોથી અપેય ? કોને ? ચતુષ્પદ આદિને. માત્ર લવણસમુદ્ધ યોનિકને પેય છે. કેમકે તેના જીવોનો તે આહાર છે. તે જળમાં લવણ છે, માટે લવણસમુદ્ર કહ્યો. જે કારણથી સુસ્થિત નામે તેનો અધિપતિ લવણાધિપતિ પ્રસિદ્ધ છે. તેનું આધિપત્ય અધિકૃત્ સમુદ્રનું જ છે, બીજે નહીં. તેથી પણ લવણ સમુદ્ર. - X - હવે લવણસમુદ્રગત ચંદ્રાદિ સંખ્યા પરિમાણ – . - સૂત્ર-૨૦૧ - ભગવન્ ! લવણ સમુદ્રમાં કેટલા ચંદ્રો પ્રકાશ્યા, પ્રકાશે છે, પ્રકાશશે ? એ રીતે પાંચેની પૃચ્છા. ગૌતમ ! લવણ સમુદ્રમાં ચાર ચંદ્રો પ્રકાશ્યા-છે-રહેશે. ચાર સૂર્યો તપ્યા-છે-તપશે. ૧૧૨-નક્ષત્રોએ ચંદ્રનો યોગ કર્યો-કરેછે-કરશે. ૩૫૨ મહાગ્રહોએ ચાર સર્યો-રેછે-ચરશે. ૨,૬૭,૯૦૦ કોડાકોડી તારાગણ શોભિત હતો-છે-રહેશે. • વિવેચન-૨૦૧ : પ્રશ્નસૂત્ર સુગમ છે. ભગવંતે કહ્યું – ગૌતમ ! ચાર ચંદ્રો પ્રભાસ્યા હતા, પ્રભાસે છે, પ્રભાસશે. એ રીતે ચાર સૂર્યો, જંબુદ્વીપગત ચંદ્ર સૂર્યો સાથે સમ શ્રેણિએ પ્રતિબદ્ધ જાણવા. જેમકે બે સૂર્યો, એક જંબુદ્વીપગત સૂર્યની શ્રેણી વડે પ્રતિબદ્ધ જાણવા, બે સૂર્યો જંબુદ્વીપણત બીજા સૂર્ય સાથે. એ રીતે ચંદ્રમાં પણ જાણવું. તે બંને આ પ્રમાણે છે – જ્યારે જંબુદ્વીપનો એક સૂર્ય મેરુની દક્ષિણથી ચાર ચરે છે, ત્યારે લવણ સમુદ્રમાં પણ તેથી સાથે સમશ્રેણિ પ્રતિબદ્ધ એક શિખાની અંદર ચાર ચરે છે, બીજો તેની સાથે શ્રેણિથી પ્રતિબદ્ધ શિખાથી પરથી ચાર ચરે છે. એ રીતે જ મેરુની ઉત્તરથી ચાર ચરતા સૂર્યમાં જાણવું. એ પ્રમાણે ચંદ્ર પણ જંબુદ્વીપગત બંને ચંદ્રો સાથે જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ સમશ્રેણિથી પ્રતિબદ્ધ વિચારવો. ઉક્ત કારણથી જંબૂદ્વીપની માફક લવણસમુદ્રમાં પણ જ્યારે મેરુની દક્ષિણે દિવસ હોય, ત્યારે મેરુની ઉત્તરે પણ લવણ સમુદ્રમાં દિવસ હોય છે. જ્યારે મેરુની ઉત્તરમાં લવણ સમુદ્રમાં દિવસ હોય ત્યારે દક્ષિણમાં પણ દિવસ હોય, ત્યારે પૂર્વપશ્ચિમ દિશામાં લવણ સમુદ્રમાં રાત્રિ હોય છે. જ્યારે મેરુની પૂર્વ દિશામાં દિવસ હોય ત્યારે પશ્ચિમમાં પણ દિવસ હોય. જ્યારે પશ્ચિમમાં દિવસ હોય ત્યારે પૂર્વમાં પણ દિવસ હોય અને મેરુની દક્ષિણ-ઉત્તરમાં નિયમા રાત્રિ હોય. આ રીતે ધાતકીખંડાદિમાં પણ કહેવું. ૫૪ સૂર્યપ્રાપ્તિમાં કહ્યું છે – જ્યારે લવણ સમુદ્રમાં દક્ષિણાદ્ધમાં દિવસ હોય ત્યારે ઉત્તરાદ્ધમાં પણ દિવસ હોય છે. જ્યારે ઉત્તરાદ્ધમાં દિવસ હોય ત્યારે લવણસમુદ્રમાં પૂર્વ-પશ્ચિમમાં રાત્રિ હોય છે. એ પ્રમાણે ધાતકીખંડ' સંબંધી પણ પાઠ છે. - x - એ રીતે જંબુદ્વીપવત્ જાણવું. લવણ મુજબ કાલોદ સમુદ્રમાં જાણવું. લવણ સમુદ્રમાં ૧૬,૦૦૦ યોજન પ્રમાણ શિખા છે, તો ચંદ્ર-સૂર્યોને તે-તે દેશમાં ચાર-ચરતા ગતિવ્યાઘાત કેમ ન થાય ? કહે છે. આ લવણ સમુદ્ર સિવાયના બાકીના દ્વીપસમુદ્રોમાં જે જ્યોતિષ્ક વિમાનો છે, તે સર્વે સામાન્યરૂપ સ્ફટિકમય છે. જ્યારે લવણ સમુદ્રમાં રહેલ જ્યોતિકવિમાનો તથા જગત્ સ્વાભાવ્યથી ઉદક સ્ફાટન સ્વભાવ સ્ફટિકમય છે. - ૪ - તેથી તેમને ઉદક મધ્યે ચાર ચરતા ઉદકથી વ્યાઘાત થતો નથી. બીજા દ્વીપ-સમુદ્રોમાં ચંદ્ર-સૂર્ય વિમાનો અધોલેશ્યક હોય છે, જ્યારે લવણ સમુદ્રમાં ઉર્ધ્વલેશ્યક હોવાથી શિખામાં પણ સર્વત્ર લવણ સમુદ્રમાં પ્રકાશ થાય છે. જો કે અર્થ ઘણાંને અપ્રતીત છે. વિશેષણવતીમાં જિનભદ્રગણિ કહે છે – ૧૬,૦૦૦ યોજન શિખામાં ક્યાં જ્યોતિનો વિઘાત થતો નથી ? જ્યોતિષ્ક વિમાનોમાં બધાં સ્ફટિકમય હોય છે, પણ લવણ સમુદ્રમાં ઉદકસ્ફાલિય હોય છે. - x - x - લવણ સમુદ્રમાં આ કારણથી ઉદક વિધાત થતો નથી. ઈત્યાદિ - x + x -. ૧૧૨ નક્ષત્રો છે. કેમકે લવણસમુદ્રમાં ચાર ચંદ્ર, એકૈકનો પરિવાર ૨૮-નક્ષત્રો છે. તેથી ૨૮ ૪ ૪ = ૧૧૨. તથા ૩૫૨ મહાગ્રહો છે. કેમકે એક ચંદ્રના પરિવાર-૮૮ ગ્રહો છે અને ૨,૬૭,૯૦૦ કોડાકોડી તારાગણ છે. [આ અંગે વૃત્તિકારશ્રીએ ગાથા પણ નોંધી છે.] આ લવણ સમુદ્રમાં ચૌદશ આદિ તિથિમાં નદીમુખોને પૂરતો, જળના અતિરેકથી જે વૃદ્ધિ દેખાય છે, તેનું કારણ પૂછે છે - સૂત્ર-૨૦૨ : હે ભગવન્ ! લવણ સમુદ્રનું પાણી ચૌદશ, આઠમ, અમાસ અને પૂનમની તિથીઓમાં અતિશય વધે કે ઘટે છે, તે કેમ ? ગૌતમ ! જંબૂદ્વીપ દ્વીપની ચારે દિશામાં બાહ્ય વૈદિકાંતથી લવણ સમુદ્રમાં ૯૫,૦૦૦ યોજન જતાં, ત્યાં મહાકુંભ આકારના વિશાળ ચાર મહાપાતાળ કળશ છે. તે આ – વલયામુખ, કેસૂપ, સૂપ, ઈશ્વર. તે મહાપાતાળ કળશો એક લાખ યોજન જળમાં છે, મૂળમાં વિકુંભ
SR No.009010
Book TitleAgam Satik Part 19 Jivabhigam Sutra Gujarati Anuwad 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy