SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ૩/૮/૧૩ પછી મહાકાલ મelનમાં થોડે દૂરથી જતા જતા, સંધ્યાકાળ સમયે મનુષ્યનું ગમનાગમન ઘટયું ત્યારે ત્યાં ગજસુકુમાલ અણગારને જોયા, જોઈને વૈર યાદ આવ્યું, આવવાથી ક્રોધ આદિ યુક્ત થઈને બોલ્યા - ઓ ગજસુકુમાલ! પાર્થિત ચાવ4 લારહિતી મારી પુત્રી અને સોમથી પનીની આત્મા સોમાકન્યા, અદષ્ટદોષપતિત, ભોગકાળ વર્તાણીને છોડીને, મુંડ થઈને દીક્ષા લીધી. તો મારે ગજસકુમાલનું વેર વાળવું ઉચિત છે. એમ વિચાર્યું. એમ વિચારીને સર્વે દિશાઓમાં અવલોકન કર્યું, કરીને ભીની માટી લીધી. લઈને ગજસુકુમાલ અણગાર પાસે આવ્યા. આવીને તેમના મસ્તકે માટીની પાળ બાંધી, બાંધીને સળગતી ચિતામાંથી વિકસિત ખાખરાના પુષ્પ જેવા ખેરના અંગારાને એક દીકરામાં ભરીને ગજસુકુમાલ અણગારના માથામાં નાંખ્યા, પછી ભયથી-માસથી જલ્દીથી ત્યાંથી નીકળ્યો ચાવતું ક્યાંથી આવેલ તે દિશામાં પાછો ગયો. ત્યારે ગજસુકુમાલના શરીરમાં ઉજવલ યાવતું દુઃસહ્ય વેદના ઉત્પન્ન થઈ. ત્યારે ગજસુકુમાલે સોમિલ બ્રાહ્મણ પતિ મનથી પણ દ્વેષ ન કરતા, તે ઉજવલ વેદનાને યાવતું સહન કરી. ત્યારે તે વેદનાને યાવતું સહેતા ગજસુકુમાલને શુભ પરિણામ-પ્રશસ્તાધ્યવસાય અને તદાવક કર્મના ક્ષયથી કમરજને દૂર કરતા અપૂર્વકરણમાં પ્રવેશીને અનંત અનુત્તર વાવશ્રેષ્ઠ કેવળ જ્ઞાન-દર્શન ઉત્પન્ન થયા. ત્યારપછી તેઓ સિદ્ધ થયા રાવત સર્વ દુઃખથી મુક્ત થયા. ત્યારે સમીપે રહેલા દેવોએ “આ મુનિએ સમ્યફ આરાધના કરી” એમ કહી દિવ્ય સુરભિ ગંધોદકની વૃષ્ટિ, પંચવણ પુષ્ય નિપાત, વસ્ત્ર ક્ષેપ, દિવ્ય ગીત-ગંધર્વ-નિનાદ કર્યા. ત્યારપછી તે કૃણ વાસુદેવ કાલે, પ્રભાત થતા યાવતુ સૂર્ય ઉગ્યા પછી હાઈ યાવત્ વિભૂષિત થઈ, ઉત્તમ હાથીએ આરૂઢ થઈ, કોરંટ પુણની માળાયુકત છત્ર ધારણ કરી, શેત ચામર વડે વMાતા, મહા ભટના વિસ્તારવાળ સમૂહથી વીંટળાઈને, દ્વારાવતી નગરીની મદàથી અરિષ્ટનેમિ અરહંત હતા, ત્યાં જવાને નીકળ્યા. ત્યારે દ્વારવતી નગરીની વચ્ચોવચ્ચેથી નીકળતા એક પુરુષને જોયો, તે જીર્ણ, જરા જર્જરિત દેહ ચાવ4 કલાંત, એક મોટા ઇંટોના ઢગલામાંથી એકએક ઇંટ લઈને બહારની શેરીમાંથી ઘરમાં પ્રવેશતો જોયો. ત્યારે કૃષ્ણ વાસુદેવે તેની અનુકંપાથી શ્રેષ્ઠ હાથીના કંધે રહીને જ, એક ઇંટ લીધી, લઈને બહારના રઢપણથી ઘરની અંદર પ્રવેશ્યા [ઉંટ મૂકી] ત્યારે કૃષ્ણ વાસુદેવે એક ઉંટ ગ્રહણ કરતા અનેક પશે તે મોટા ઇંટના ઢગલામાંથી બાહ્ય રક્ષામાથિી એક-એક ઇંટ ઘરમાં મૂકી. [ઇંટનો ઢગલો ઘરમાં મૂક્યો. - ત્યારપછી કૃષ્ણ વાસુદેવ દ્વારવતીની મધ્યેથી નીકળી અરહંત અરિષ્ટનેમિ પાસે આવ્યા. ચાવતું વંદન-નમન કરી, ગજસુકુમાલ અણગરને ન જોઈને, અરિષ્ટનેમિ અરહંતને વાંદી-નમીને પૂછ્યું – મારા તે સહોદર નાના ભાઈ [15/6] અંતકૃતદશાંગસૂત્ર-સટીક અનુવાદ ગજસુકુમાલ અગાર ક્યાં છે ? તેને હું વંદન-નમન કરે ત્યારે ભગવતે કૃષ્ણને કહ્યું - હે કૃષણ ! ગજસુકુમાલ અણગારે આત્મહિત સાધી લીધું છે. ત્યારે કૃષ્ણ, ભગવંતને પૂછ્યું - કઈ રીતે ? ત્યારે અરિષ્ટનેમિ રહd, કૃષ્ણને કહ્યું- હે કૃષ્ણ ! ગઈ કાલે ગજસુકુમાલે મને મધ્યાહ કાળે વાંદી-નમીને કહ્યું - ચાવત હું સ્વીકારીને વિચરવા ઈચ્છું છું. ત્યારે એક પુરુષ ગજસુકુમાલને જોઈને ક્રોધિત થયો. ચાવતુ તે મુનિ સિદ્ધ થયા. એ રીતે હે કૃષ્ણ ! ગજસુકુમાલ અણગારે આત્માને સાધ્યો. ત્યારે કૃષ્ણ, ભગવંતને પૂછયું - ભગવન ! તે આપાર્જિતનો પાર્થિત યાવત્ લારહિત પુરષ કોણ છે ? જેણે મારા સહોદર નાના ભાઈ ગજસુકુમાલને અકાળે જીવિતથી રહિત કઈ? ત્યારે ભગવંતે તેને કહ્યું - હે કૃષ્ણ! તું તે પુરુષ ઉપર હેષ ન કરે છે કૃણા નિશે તે પરણે ગજસુકુમાલને સહાય આપી છે. ભગવદ્ ! તે પુરુષે કઈ રીતે તેને સહાય કરી ? ત્યારે ભગવંતે કહ્યું - હે કૃષ્ણ ! મને પગે પડવા નું જલ્દીથી દ્વારવતી નગરીથી નીકળતો હતો ત્યારે પુરુષને યો યાવત્ ઈટો ઘરમાં મૂકી. જે રીતે તેં તે પુરુષને સહાય આપી, તે રીતે જ હે કૃષ્ણ ! વે'લા પુરણે ગજસુકુમાલના અનેક ભવ સંચિત લાખો કર્મોની ઉદ્દીરણા કરીને, ઘણાં કમોંની નિર્જરાર્થે સહાય આપી. ત્યારે કૃષ્ણ, અરિષ્ટનેમિને કહ્યું – પુરુષને મારે કેમ જાણવો ? ત્યારે અરિષ્ટનેમિએ કૃષ્ણને કહ્યું – દ્વારવતી નગરીમાં પ્રવેશ કરતા તેને જોઈને દરવાજે ઉભેલ જ તે આયુક્ષય થવાથી મૃત્યુ પામશે. તેનાથી તું જાણીશ કે – આ જ તે પુરુષ છે. ત્યારપછી કૃષ્ણ વાસુદેવ, ભગવંતને વાંદી-મી, અભિષેકય હસ્તિરના પાસે આવ્યા. હાથી ઉપર બેસીને હારવતીમાં પોતાના ઘેર જવા નીકળ્યા. આ તરફ સોમિલ બ્રાહ્મણને બીજે દિવસે ચાવતું સુર્ય ઉગ્યા પછી, આવા પ્રકારે વિચાર આવ્યો કે - નિચે કૃષ્ણ વાસુદેવ ભગવંતના પાદવંશનાર્થે નીકળ્યા છે, અરહંતને તો આ વાત જ્ઞાત, વિજ્ઞાત, કૃત, શિષ્ટ જ હશે, કૃષ્ણ વાસુદેવને કહી જ હશે, હું જાણતો નથી કે કૃષ્ણ વાસુદેવ મને કેવા કુમારથી મારશે. એમ વિચારી ભયભીતાદિ થઈ, પોતાના ઘેરથી નીકળ્યો. દ્વારવતી નગરીમાં પ્રવેશતા, કૃષ્ણની સમક્ષ અને સંપતિદિશામાં શીઘ આવ્યો. ત્યારે તે સોમિલ, કૃણને અચાનક જોતાં ડરી ગયો. ઉભા ઉભા જ આયુક્ષય થતાં મરીને ત્યાંજ પડ્યો. ત્યારે કૃષ્ણ વાસુદેવે સોમિલ બ્રાહ્મણને જોઈને કહ્યું - હે દેવાનપિયો ! આ સોમિલ બ્રાહ્મણ, અપાર્જિતનો પાર્થિત અને લારહિત છે, જેણે મારા સહોદર નાના ભાઈ ગજસુકુમાલને અકાલે જીવિતથી રહિત કચ, એમ કહી સોમિલને ચાંડાળો વડે કઢાવ્યો, તે ભૂમિ ઉપર પાણી છંટાવ્ય, પછી પોતાના ઘેર આવીને ઘરમાં પ્રવેશ કર્યો હે જંબૂ! આ રીતે આઠમાં અધ્યયનનો આ અર્થ કહ્યો છે.
SR No.009006
Book TitleAgam Satik Part 15 Upaasakdasha Aadi Sutro Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_upasakdasha
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy